સમગ્ર વિશ્વમાં જમશેદજી ટાટા સદીના સૌથી મોટા દાનવીર બન્યાં

ફાઇલ તસવીર

અઝીમ પ્રેમજીએ ભારતને અલગ અલગ કાર્યો માટે 22 બિલિયન ડોલરનું દાન આપ્યું હતું, આ યાદીમાં તેઓ 12મા સ્થાન પર છે.

  • Share this:
ટાટા ગૃપના સંસ્થાપક જમશેદજી નસરવાનજી ટાટાએ એડલગિવ હુરુન ફિલેન્થ્રોપિસ્ટ ઓફ સેન્ચ્યુરીમાં ટોચ પર છે. જેમણે સ્વાસ્થ્ય અને શિક્ષા ક્ષેત્રે 102.4 બિલિયન ડોલરનું દાન કર્યું છે.

જમશેદજી ટાટાએ 1892માં ધર્માદાની શરૂઆત કરી હતી, તેઓ કપાસ અને લોહ ઉદ્યોગનો વેપાર કરતા હતા. તેમણે જમશેદપુરમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ વર્ક્સ કંપની (TISCO)ની સ્થાપના કરી, જે અત્યારે જમશેદપુરમાં ટાટા સ્ટીલ નામે પ્રચલિત છે. વર્ષ 1904માં જમશેદજી ટાટાનું મૃત્યુ થયું હતું. હાલમાં ટાટા સ્ટીલ 26 દેશોમાં કામ કરે છે, જેનાથી લગભગ 80,500 લોકોને રોજગાર મળે છે.

એડલગિવ હુરુન ફિલેન્થ્રોપિસ્ટ ઓફ સેંચ્યુરી રિપોર્ટ મુજબ, “ટાટાનું કુલ પરોપકારી મૂલ્ય ટાટા સન્સના 66 ટકા છે, જેનું અનુમાન 100 અરબ ડોલર છે, જે સંપૂર્ણ રીતે લિસ્ટેડ સંસ્થાઓના મૂલ્ય પર આધારિત છે.”

ટાટા ગૃપની તમામ પરોપકારી ક્રિયાઓ એમિરેટ્સ ચેરમેન રતન ટાટાના નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે.

1500 ઉપાડવા ગયેલી મહિલાનાં ખાતામાં અચાનક આવી ગયા 1717 કરોડ રુપિયા અને પછી...

બિઝનેસ લાઈનના રિપોર્ટ અનુસાર હુરુન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ રિસર્ચર અનાસ રહેમાન જુનૈદે જણાવ્યું કે,“2021 એડેલગિવ હુરુન ફિલૈન્થ્રોપિસ્ટ્સ ઓફ ધ સેન્ચ્યુરીમાં એક ભારતીયનું ટોચ પર હોવું તે ખૂબ જ ગર્વની વાત છે.”

ટોપ 50 ગ્લોબલ ફિલૈન્થ્રોપિસ્ટ્સમાં એક માત્ર ભારતીય તરીકે વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ સ્થાન મેળવ્યું છે. અઝીમ પ્રેમજીએ ભારતને અલગ અલગ કાર્યો માટે 22 બિલિયન ડોલરનું દાન આપ્યું હતું, આ યાદીમાં તેઓ 12મા સ્થાન પર છે.

ટોપ 5માં બિલ ગેટ્સ અને મેલિંડા ફ્રેંચ ગેટ્સ, હેન્રી વેલકમ, હોવર્ડ હ્લૂજેસ અને વોરેન બફેટે સ્થાન મેળવ્યું છે.

પુણ્યતિથિ: તમને ખબર છે? કોણે કરી હતી 'ઓમ જય જગદીશ હરે' આરતીની રચના

રેન્કિંગ આપવા માટે કેટલાક ડેટા સાર્વજનિક સ્ત્રોત પરથી કેટલાક મામલે કંપનીએ આપેલ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર ટોટલ ફિલૈન્થ્રોપિક વેલ્યુ પરથી રેન્કિંગ આપવામાં આવ્યું છે. જે ઈન્ફ્લેશન માટે સંપત્તિની વેલ્યુને ગિફ્ટ અને વિતરણ સાથે એડજસ્ટ કરવામાં આવી છે

હુરુન રિપોર્ટના અધ્યક્ષ અને રિસર્ચર રૂપર્ટ હુગેવેર્ફ જણાવ્યું કે, “આ યાદીમાં જેફ બેઝોસ અને એલન મસ્કને સ્થાન નથી મળ્યું તે ખૂબ જ નવાઈની વાત છે. ગત સદીમાં સૌથી મોટા પરોપકારીઓની કહાની આધુનિક પરોપકાર કહાની રજૂ કરે છે. કાર્નેગી અને રોકફેલર જેવા દુનિયાના સૌથી પહેલાના બિલિયોનર છે, તેમની વિરાસત આજના સમયમાં બિલ ગેટ્સ અને વોરેન બફેટના માધ્યમથી જણાવે છે કે સંપત્તિનું કેવી રીતે પુનર્વિતરણ કરવામાં આવ્યું છે.”

રિપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ટોપ 50 વૈશ્વિક પરોપકારીઓએ વ્યક્તિગત રીતે 300 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે, કે જે કુલ વાર્ષિક યોગદાનના 6 ટકા છે. કુલ ટોપ 50માંથી 13 લોકો હાલ જીવિત છે. સામાજિક ભલાઈ બાદ સૌથી વધુ સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવામાં આવી રહ્યું છે.
First published: