મોદી સરકારના મિશન કાશ્મીરની અસર ક્રિકેટને થશે, હવે લાગશે વધુ ચોક્કા-છક્કા !

News18 Gujarati
Updated: August 5, 2019, 5:37 PM IST
મોદી સરકારના મિશન કાશ્મીરની અસર ક્રિકેટને થશે, હવે લાગશે વધુ ચોક્કા-છક્કા !
સરકારના આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરના બેટ ઉદ્યોગને વેગ મળશે.

સરકારે કાશ્મીરમાંથી આર્ટિકલ 35 એ અને 370 ને હટાવવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરના બેટ ઉદ્યોગને વેગ મળશે.

  • Share this:
શું તમે જાણો છો કે ઇંગ્લેન્ડની સાથે જ ભારતના જમ્મુ કાશ્મીરમાં પણ વિલો બેટ બને છે. ઇંગ્લેન્ડ બાદ કાશ્મીર બીજુ સૌથી મોટું રાજ્ય છે, જ્યાં વિલોનું વૃક્ષ ઉગે છે અને આ વૃક્ષને કાપી સૂકવી તેનાથી ક્રિકેટનું બેટ બનાવવામાં આવે છે. પરંતુ હવે કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરમાંથી આર્ટિકલ 35 A અને 370માં બદલાવની જાહેરાત કરી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે હવે કાશ્મીરના બેટ દુનિયાભરમાં પોતાની પહોંચ વધારશે, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ વધશે, સાથે જ એક્સપોર્ટમાં પણ તેજી આવશે.

કાશ્મીર દેશનું એક માત્ર વિલો વૃક્ષ ધરાવતું રાજ્ય છે. ઇંગ્લિશ વિલો વૃક્ષની પાંચ પ્રજાતીયા હોય છે. જે પ્રજાતીના ક્રિકેટ બેટ તૈયાર થાય છે તેને સેલિક્સ અલ્બા કેરુલિયા કહેવામાં આવે છે, આ વૃક્ષનું સાઇન્ટિફિક નામ પણ છે. વિલો વૃક્ષ ઠંડા પ્રદેશોમાં જ થાય છે.

વિલો વૃક્ષ


એક્સપર્ટસનું કહેવું છે કે જમ્મુ કાશ્મીર દેશનું સૌથી મોટું ક્રિકેટ બેટ મેન્યુફેક્ચરિંગ બેલ્ટ છે. તેમનું માનવું છે કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાથી અહીં આર્થિક સ્થિતિ સુધરશે, બેટ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે. કંપની અહીં આવી પોતાનો પ્લાન્ટ લગાવશે જેનાથી સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી પણ મળશે.


ઇન્ડસ્ટ્રી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીર વર્ષે 25 લાખ રેડી ટૂ પ્લે અને રો કાશ્મીર વિલો બેટનું પ્રોડક્શન કરે છે. હાલ વેલીમાં અંદાજે 500 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને જમ્મુમાં 600 યુનિટ્સ આવેલા છે. જે સીધી રીતે રાજ્યમાં 3 લાખથી વધુ લોકોને રોજગારી આપી રહ્યું છે. તમે ક્રિકેટ બેટ મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવી શકો છો. કેન્દ્ર સરકારની વડાપ્રધાન ઇમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ આવા બિઝનેસને 90 ટકા સુધી લોન આપવામાં આવે છે. સાથે જ 15થી 25 ટકા સબસિડી પણ આપવામાં આવે છે.
First published: August 5, 2019, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading