કાશ્મીરમાં જમીન કેટલામાં પડશે? ત્યાંના પ્રોપર્ટી ડીલરે જણાવ્યા ભાવ

News18 Gujarati
Updated: August 9, 2019, 1:08 PM IST
કાશ્મીરમાં જમીન કેટલામાં પડશે? ત્યાંના પ્રોપર્ટી ડીલરે જણાવ્યા ભાવ
કાશ્મીર ફાઇલ ફોટો
News18 Gujarati
Updated: August 9, 2019, 1:08 PM IST
આર્ટીકલ 370 અને આર્ટીકલ 35 A સમાપ્ત થયા પછી દેશભરના લોકો જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદવા માટે ઉત્સુક છે. પરિસ્થિતિ તો એવી ઊભી થઇ છે કે જમ્મુ કાશ્મીરના દરેક ડીલર પાસે રોજના 10 થી વધુ ફોન દેશભરથી આવે છે. અને બધા એક જ સવાલ કરે છે કે જમ્મુ કાશ્મીરમાં જમીન લેવી છે, શું રેટ ચાલે છે ત્યાં? જો કે જમ્મુ કાશ્મીરના પ્રોપર્ટી ડિલર્સ આ વાતથી ખુશ છે. અહીં લોકો સ્થિતિ સામાન્ય થવાની રાહ જોઇ રહ્યા છે. વળી પ્રોપર્ટી ખરીદ વેચાણ સાથે જોડાયેલી ઓફિસોમાં પણ ખુશીનો માહોલ છે. તેમનું કહેવું છે કે લાંબા સમયથી અહીં તેમનો વેપાર ઠપ્પ થઇને બેઠો હતો. જો કે સ્થિતિ સામાન્ય થતા નવા સ્તરે જમીનના ભાવ નક્કી કરવામાં આવશે.

જો કે જમ્મુમાં ખાલી પ્લોટ મેળવવા મુશ્કેલ છે. પણ અહીં 2 બીએચકે 40 થી 60 લાખ રૂપિયામાં સરળતાથી મળી જાય છે. તો બીજી તરફ 4 બીએચકેના ઘરની કિંમત આશરે 1 કરોડ રૂપિયા છે. વળી ઘરની કિંમત તેની કંડિશન અને જગ્યા પ્રમાણે બદલાય છે.

જમ્મુ કાશ્મીરમાં 1 મરલા પ્રમાણે જમીન માપણી થાય છે. જેમાં 1 મરલા એટલે 272.25 વર્ગ ફૂટ કે 30.25 વર્ગફૂટ જમીન ગણવામાં આવે છે. અહીંના પ્રોપર્ટી ડિલર્સનું માનીએ તો લોકેશન અને સુવિધાઓ પ્રમાણે વિવિધ વિસ્તારોમાં જમીનના રેટ અલગ અલગ છે. જો કે જમ્મુ કાશ્મીર એટલી સુંદર જગ્યા છે કે અહીં ઘર ખરીદવાનું મન કોઇને પણ જરૂરથી થાય. જો કે અહીંના પ્રોપર્ટી ડિલર્સે સાથે તે પણ જણાવે છે કે ઘર ખરીદતા પહેલા આસપાસના લોકોને પુછી પછી જ ઘર ખરીદવું હિતાવહ છે.
First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...