દેશભરમાં જ્યાં નવો મોટર વ્હીકલ ઍક્ટ લાગુ થયા બાદ આપવામાં આવતા મેમાની ચર્ચા હાલમાં જોરશોર પર છે, ત્યારે રાજસ્થાનમાં હજુ નવો ઍક્ટ લાગુ નથી થયો. એવામાં ટ્રાફિક પોલિસે અહીં જૂના નિયમોને જ કડક રીતે લાગુ કરી રાખ્યા છે. આ સાથે પોલિસે ડ્રેસ કોડ પર કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે.
હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો છે, જેમો આપવામાં આવેલો મેમો ચર્ચામાં છે. એક ઈન્સપેક્ટરે એક ટૅક્સી ડ્રાઈવરને એટલા માટે મેમો આપ્યો કારણ કે, તે કુરતો અને પાયજામો પહેરી ટેક્સી ચલાવી રહ્યો હતો. India Todayના એક સમાચાર અનુસાર, જયપુરના સંજય સર્કલ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મીએ આ મામલામાં ટૅક્સી ડ્રાઈવરને 1600 રૂપિયાનો મેમો આપ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવરે કુરતાનું ઉપરનું એક બટન પણ ખુલ્લુ રાખ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ મેમો 6 સપ્ટેમ્બરે આપવામાં આવ્યો હતો, જે કોર્ટમાં મોકલી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલિસ અનુસાર, નિયમ હેઠળ ટેક્સી ડ્રાઈવરે ડ્રૅસ કોર્ડ પહેરવો ફરજિયાત છે. જેમાં લીલો શર્ટ અને પૅન્ટની જોગવાઈ છે. જોકે, શહેરમાં આવતા પર્યટકો અને શહેરના લોકોની સુરક્ષાને જોતા કડકથી તેને લાગુ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં હજુ નવા મોટર વ્હીકલ એક્ટને લાગુ નથી કરવામાં આવ્યો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર