Home /News /business /નોકરીઓની છટણીની લહેરમાં ટાટા કર્મચારીઓને આપશે નોકરી, ભારતીય કંપનીનો અનોખો અભિગમ

નોકરીઓની છટણીની લહેરમાં ટાટા કર્મચારીઓને આપશે નોકરી, ભારતીય કંપનીનો અનોખો અભિગમ

લેન્ડ રોવર, યુકે, અમેરિકા, આયરલેન્ડ, ઈન્ડિયા, ચીન અને હંગેરી જેવા દેશોમાં કુલ 800 લોકોને નોકરીઓ આપે છે.

લેન્ડ રોવર, યુકે, અમેરિકા, આયરલેન્ડ, ઈન્ડિયા, ચીન અને હંગેરી જેવા દેશોમાં કુલ 800 લોકોને નોકરીઓ આપે છે. કંપનીનો દાવો છે કે તે ટેક કંપનીઓમાંથી કાઢવામાં આવેલા આ કર્મચારીઓને ઓટોનોમસ ડ્રાઈવિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈલેક્ટ્રોફિકેશન, ક્લાઉડ સોફ્ટવેર સાયન્સ અને મશીન લર્નિંગ ક્ષેત્રો અંતર્ગત નોકરી આપશે.

વધુ જુઓ ...
    મુંબઈઃ લેન્ડ રોવર, યુકે, અમેરિકા, આયરલેન્ડ, ઈન્ડિયા, ચીન અને હંગેરી જેવા દેશોમાં કુલ 800 લોકોને નોકરીઓ આપે છે. કંપનીનો દાવો છે કે તે ટેક કંપનીઓમાંથી કાઢવામાં આવેલા આ કર્મચારીઓને ઓટોનોમસ ડ્રાઈવિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈલેક્ટ્રોફિકેશન, ક્લાઉડ સોફ્ટવેર સાયન્સ અને મશીન લર્નિંગ ક્ષેત્રો અંતર્ગત નોકરી આપશે.

    CNBC-TV18 હિન્દીના અહેવાલ અનુસાર, ફેસબુક અને ટ્વિટરમાંથી કાઢવામાં આવેલા કર્મચારીઓ માટે ટાટાના સ્વામિત્વ વાળી જગુઆર લેન્ડ રોવર સારા સમાચાર લઈને આવી છે. કંપનીએ વાયદો કર્યો છે કે તે મેટા-ટ્વિટર જેવી મોટી કંપનીઓમાંથી કાઢવામાં આવેલા કર્મચારીઓને પોતાના ત્યાં નોકરી આપશે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, લક્ઝરી કાર બનાવતી કંપની લેન્ડ રોવરે શુક્રવારે આ નિવેદન આપ્યું છે.

    લેન્ડ રોવર, યુકે, અમેરિકા, આયરલેન્ડ, ઈન્ડિયા, ચીન અને હંગેરી જેવા દેશોમાં કુલ 800 લોકોને નોકરી આપે છે. કંપનીનો દાવો છે કે તે ટેક કંપનીઓમાંથી કાઢવામાં આવેલા આ કર્મચારીઓને ઓટોનોમસ ડ્રાઈવિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈલેક્ટ્રિફિકેશન, ક્લાઉડ સોફ્ટવેર, ડેટા સાયન્સ અને મશીન લર્નિંગ ક્ષેત્રો અંતર્ગત નોકરી આપશે.



    શાં માટે કાઢી રહી છે ટેક કંપનીઓ

    આર્થિક મંદીના સમયમાં ટેક કંપનીઓ કર્મચારીઓની છંટણી કરી રહી છે અને ભરતીને ધીમે કરી રહી છે કારણ કે વધુ વ્યાજ દરો અને ઓછા કન્ઝ્યુમર ખર્ચની સાથે-સાથે મજબૂત ડોલરે કંપનીઓની ચિંતામાં વધારો કર્યો છે.

    ફેસબુકની પેરેન્ટ કંપની મેટા લગભગ 11,000 નોકરીમાં કાપ મૂકી રહી છે. સોશિયલ મીડિય કંપનીઓના ઈતિહાસમાં આ છંટણીની સૌથી મોટી સંખ્યા છે. આ સિવાય નવા માલિક એલન મસ્ક અંતર્ગત ટ્વિટરે ઘણી છંટણી કરી છે અને તેના પગલે ઘણા કર્મચારીઓની નોકરી ગઈ છે.
    Published by:Vrushank Shukla
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन