શી જિનપિંગની આલોચના કરવી જેક માને પડી ભારે! જુઓ ચીની સરકારે ફટકાર્યો કેવો દંડ

શી જિનપિંગની આલોચના કરવી જેક માને પડી ભારે! જુઓ ચીની સરકારે ફટકાર્યો કેવો દંડ
ચીની બિઝનેસમેન જેક મા

ચીની સરકારે જેક માની કંપની અલીબાબા પર ઘણા પ્રકારની પાબંદીઓ લગાવ્યા બાદ હવે ચીની સરકાર અલીબાબા પર એકાધિકાર વિરોધી નિયમોના ઉલ્લંઘન મામલે કાર્યવાહી કરી

  • Share this:
નવી દિલ્હી : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીની બિઝનેસમેન જેક મા પાછળ હાથ ધોઈને પડ્યા છે. અગાઉ ચીની સરકારે જેક માની કંપની અલીબાબા પર ઘણા પ્રકારની પાબંદીઓ લગાવ્યા બાદ હવે ચીની સરકાર અલીબાબા પર એકાધિકાર વિરોધી નિયમોના ઉલ્લંઘન મામલે કાર્યવાહી કરી છે. જે અંતર્ગત ચીની સરકારે જેક માની કામોની અલીબાબા પર રૂ. 2.78 આરબ ડોલરનો દંડ ફટકાર્યો છે. આ અલીબાબા સામે થયેલી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે.

કંપનીની રેવન્યુના 4% જેટલો ફટકાર્યો દંડઆંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચીની નિયમકોનું કહેવું છે કે અલીબાબા ગ્રુપે માત્ર એન્ટી-મોનોપોલી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. સાથે જ જેકે બજારમાં પોતાની શાખનો દુરુપયોગ પણ કર્યો હતી. સાથે જ કંપની વિરુદ્ધ 18 બિલિયન યુઆન (2.7 અરબ ડોલર)નો દંડ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દંડની આ રકમ 2019માં અલીબાબા દ્વારા કમાયેલ રેવન્યુના 4% જેટલું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જેક માએ સરકારની નીતિઓની આલોચના કરી હતી, જે બાદ તેઓ ચીની સરકારના નિશાને છે.

આ પણ વાંચોમાત્ર 50,000ના રોકાણથી શરૂ કરો ઓનલાઈન જાહેરતનો વ્યવસાય: કમાવી આપશે કરોડો રૂપિયા

આ પહેલા IPO કર્યો હતો રદ્દ

ગત ડિસેમ્બરથી જ અલીબાબાની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. એ સમયે ચીની સરકારે અલીબાબા ગ્રુપ પર મોનોપોલીના ખોટા ઉપયોગને લઈને તપાસના આદેશ આપ્યા હતા. રાજ્ય પ્રશાસન બજાર વિનિયમન એટલે કે SAMR મુજબ, અલીબાબા વિરુદ્ધ 'બેમાંથી એક પસંદ કરવાની' પ્રેક્ટિસમાં તપાસ શરુ કરાઈ હતી. જે જેક માની ઈ-કોમર્સ કંપની અને ફિનટેક એમ્પાયર માટે મોટો ઝટકો હતો.

આ પણ વાંચોLICની એક ખાસ સ્કીમ, એક વખત પૈસા લગાવો અને મેળવો જીવનભર પ્રતિ માસ 8 હજાર પેંશન

ચીનની અધિકારીક ન્યુઝ એજન્સી શિન્હુઆએ ગત વર્ષે ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે, રેગ્યુલેટરે અલીબાબા ગ્રુપ પર એક વિશેષ ડીલિંગ એગ્રીમેન્ટ માટે મોનોપોલીનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, આ મામલે આવનારા દિવસોમાં જેક માની કંપની એન્ટ ગ્રુપને પણ નોટિસ મોકલવામાં આવશે. ગત મહિને જ સરકારે એન્ટ ગ્રુપનો 37 અરબ ડોલરનો IPO રદ્દ કર્યો હતો.
Published by:News18 Gujarati
First published:April 10, 2021, 18:59 pm