Home /News /business /

જેક ડોર્સીની પ્રથમ ટ્વીટ NFT : ગયા વર્ષે $2.9 મિલિયનમાં વેચાયું હતું, હવે મળે છે માત્ર $6,800!

જેક ડોર્સીની પ્રથમ ટ્વીટ NFT : ગયા વર્ષે $2.9 મિલિયનમાં વેચાયું હતું, હવે મળે છે માત્ર $6,800!

જેક ડોર્સી

હરાજી એક દિવસમાં સમાપ્ત થઈ ગઈ છે, તેમાં માત્ર 0.0019 ઈથરથી 2.2 ETH અથવા લગભગ USD 6 થી USD 6,800 સુધીની રકમની બિડ જોવા મળી હતી. જોકે, એસ્ટાવીએ માર્ચ 2021માં ડોર્સીની પ્રથમ ટ્વીટના NFT માટે USD 2.9 મિલિયન ચૂકવ્યા હતા

  ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ (CEO) જેક ડોર્સી (Jack Dorsey) ની પ્રથમ ટ્વીટનું અનોન-ફંગિબલ ટોકન (A non-fungible token, NFT) ખૂબ ઓછા લોકો દ્વારા જોવામાં આવ્યું છે. ડોર્સીની પ્રથમ ટ્વીટ 'Just setting up my twttr'નો NFT, જે ગયા વર્ષે 2.9 મિલિયન USD (રૂ. 20 કરોડથી વધુ) માં વેચાઈ હતી, હવે તેને ફરીથી વેચાણ માટે મૂકવામાં આવ્યું છે. જો કે નવાઈની વાત એ છે કે, આ વખતે પ્રતિસાદ એટલો હળવો છે કે તેને USD 6,800 મળ્યા છે.

  સેલર, ક્રિપ્ટો ઓન્ટરપ્રિન્યોર સિના એસ્ટાવી (Sina Estavi) એ NFT માટે USD 48 મિલિયનની માંગણી કરી હતી. હરાજી એક દિવસમાં સમાપ્ત થઈ ગઈ છે, તેમાં માત્ર 0.0019 ઈથરથી 2.2 ETH અથવા લગભગ USD 6 થી USD 6,800 સુધીની રકમની બિડ જોવા મળી હતી. જોકે, એસ્ટાવીએ માર્ચ 2021માં ડોર્સીની પ્રથમ ટ્વીટના NFT માટે USD 2.9 મિલિયન ચૂકવ્યા હતા.

  નોન-ફંગિબલ ટોકન (A non-fungible token, NFT) એ બ્લોકચેન પર સંગ્રહિત ડેટાનું નોન- ઈન્ટરચેન્જેબલ એકમ છે, જે ડિજિટલ ખાતાવહીનું એક સ્વરૂપ છે, જેને વેચી અને વેપાર કરી શકાય છે. તમામ પ્રકારના ડિજિટલ ઑબ્જેક્ટ્સ - ઈમેજીસ, વિડિઓઝ, મ્યૂઝિક, ટેક્સ્ટ અને ટ્વીટ્સ પણ - NFT માં ફેરવી શકાય છે. ડિજિટલ આર્ટમાં કેટલાક હાઈ-પ્રોફાઇલ વેચાણ જોવા મળે છે, જ્યારે ગેમમાં ફેન્સ ચોક્કસ ખેલાડી અથવા ટીમને લગતા NFTs એકત્રિત કરી શકે છે અને તેનો વેપાર કરી શકે છે.

  રોઇટર્સેના અહેવાલ મુજબ એસ્ટાવીએ જણાવ્યું હતું કે મારી વેચવા માટેની હાઈ ઓફર હતી અને દરેક જણ તે પરવડી શકે તેમ નહોતું. તે હવે NFT વેચશે કે નહીં તે નક્કી નથી. આ NFT કોઈને પણ વેચતા પહેલા વિચારો કારણ કે મને નથી લાગતું કે દરેક જણ આ NFTને લાયક છે.

  એસ્ટાવીએ NFT ની સરખામણી મોના લિસા પેઇન્ટિંગ સાથે કરી હતી. "આ NFT માત્ર એક ટ્વિટ નથી, આ ડિજિટલ વિશ્વની મોના લિસા (Mona Lisa) છે."

  સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ અને ઉદ્યોગ વિશ્લેષક મેટ નવ્વારાએ કહ્યું, જેક ડોર્સીની પ્રથમ ટ્વીટ NFT: માર્ચ 2021- USD 2.9 મિલિયનમાં ખરીદવામાં આવી હતી. એપ્રિલ 2022- USD 48 મિલિયનમાં વેચાણ માટે ફરીથી લિસ્ટેડ કરવામાં આવ્યું છે. આજે, વર્તમાન શ્રેષ્ઠ ઓફર- USD 6,222.36 નુ છે.

  ડોર્સીએ તેના NFT ના વેચાણમાંથી મળેલી સમગ્ર રકમને Bitcoin માં રૂપાંતરિત કરી હતી અને તેના આફ્રિકા રિસ્પોન્સ પ્રોગ્રામ માટે ચેરિટેબલ સંસ્થા GiveDirectly ને દાન કર્યું હતું.

  7 એપ્રિલના રોજ એસ્ટાવીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, મેં આ NFT (વિશ્વની પ્રથમ ટ્વીટ) વેચવાનું નક્કી કર્યું છે અને 50 ટકા (USD 25 મિલિયન કે તેથી વધુ) ચેરિટી @GiveDirectly ને દાનમાં આપવાનું નક્કી કર્યું છે.

  બીબીસીના અહેવાલ મુજબ એસ્ટાવીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે જ્યારે મેં આ NFT માટે ચૂકવણી કરી, ત્યારે બહુ ઓછા લોકોએ NFT નામ પણ સાંભળ્યું હતું. હવે હું કહું છું કે આ NFT ડિજિટલ વિશ્વની મોના લિસા છે. તેમાંથી માત્ર એક જ છે અને તે ક્યારેય એકસરખું નહીં હોય.

  આ પણ વાંચોBusiness Idea: આખા વર્ષ દરમિયાન રહે છે લીંબુની માંગ, જો તમે આ રીતે તેની ખેતી કરશો તો થશો માલામાલ

  ડોર્સીની ટૂંકી ટ્વીટ એસ્ટાવીને માર્ચ 2022માં વેલ્યુએબલ્સ નામના ઓનલાઈન પ્લેટફોર્મ પરની હરાજીમાં વેચવામાં આવી હતી, જે યુએસ સ્થિત કંપની સેન્ટની માલિકીની છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Business news, Business news in gujarati

  આગામી સમાચાર