ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, હવે 31 ઓગસ્ટ સુધી તક

News18 Gujarati
Updated: July 23, 2019, 9:42 PM IST
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, હવે 31 ઓગસ્ટ સુધી તક
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, હવે 31 ઓગસ્ટ સુધી તક

પહેલા ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2019 હતી

  • Share this:
વિત્ત મંત્રાલયે નાણાંકીય વર્ષ 2018-19ના ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return)ભરવાની તારીખ લંબાઈ છે. હવે તમે 31 ઓગસ્ટ 2019 સુધી પોતાના રિટર્ન ફાઇલ કરી શકશો. પહેલા ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2019 હતી. હવે લોકોને એક મહિનાનો વધારો સમય મળી ગયો છે. કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય પ્રત્યક્ષ કર બાર્ડ (CBDT)એ આ નિર્ણય કર્યો છે.

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ઇન્ડીવિઝ્યુઅલ્સ, હિન્દુ અવિભાજીત પરિવાર (HUF)અને જે લોકોને ખાતાની ઓડિટીંગની જરુર નથી, આ ત્રણ વર્ગો માટે જ અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2019 થઈ છે. કંપની અને કંપનીના વર્કિંગ પાર્ટનર્સ જેવા અન્ય વર્ગો માટે અંતિમ તારીખ 31 જુલાઈ છે.

આ પણ વાંચો - ખેતી માટે 5.6 કરોડ ખેડૂતોના ખાતામાં 4-4 હજાર રુપિયા આવ્યા, શું તમને મળ્યા?

આ માટે વધી રિટર્ન ભરવાની તારીખ

આ વર્ષે CBDT એ TDS રિટર્ન (ફોર્મ 24Q)ની અંતિમ તારીખ 31 મે 2019થી વધીને 20 જૂન 2019 કરી દીધી હતી. આ સાથે ફોર્મ 16 જારી કરવાની અંતિમ તારીખ 15 જૂન 2019થી વધારીને 10 જુલાઈ 2019 કરી દીધી હતી. આ પહેલા 24Q ફોર્મ ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 મે હતી. તેને વધારીને 30 જૂન કરી દીધી હતી. આ કારણે કર્મચારીઓને આઈટીઆર ભરવા માટે ફોર્મ 16 લેટ મળ્યા હતા. તેમને 31 જુલાઈ 2019 સુધી રિટર્ન ફાઇલ કરવા માટે ફક્ત 21 દિવસનો સમય મળ્યો હતો.

જો કોઈ ટેક્સપેયર્સ અંતિમ તારીખ સુધી ITR ફાઇલ ન કરે તો દંડ ભરવો પડે છે. ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટના મતે 31 ઓગસ્ટ 2019 પછી 31 ડિસેમ્બર 2019 સુધી, ITR ફાઇલ કરે તો 5000 રુપિયા દંડ લાગશે. જો તમે 1 જાન્યુઆરી 2020થી 30 માર્ચ 2020 સુધી આઈટીઆર ફાઇલ કરે તો તમને 10 હજાર રુપિયા દંડ થશે. જેમની આવક 5 લાખ રુપિયાથી ઓછી છે તેમને લેટ ફાઇન તરીકે 1000 રુપિયા આપવા પડશે.
First published: July 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com