Union Budget 2019 : 5 લાખની વાર્ષિક આવક ટેક્સ ફ્રી, પણ ભરવું પડશે ITR

પ્રતિકાત્મક તસવીર

સરકારની નવી વ્યવસ્થા પ્રમાણે તમારે પાંચ લાખ રૂપિયા સુધી ભલે ટેક્સ ન ચુકવવો પડે પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવું ફરજિયાત હશે.

  • Share this:
    જો તમારી વાર્ષિક આવક પાંચ લાખ કે તેનાથી ઓછી હોય અને તમે એવું માની રહ્યા છો કે તમે ટેક્સ સાથે જોડાયેલા કોઈ પણ નિયમથી બચી જશો તો તમે ખોટા પડશો. સરકારની નવી વ્યવસ્થા પ્રમાણે તમારે પાંચ લાખ રૂપિયા સુધી ભલે ટેક્સ ન ચુકવવો પડે પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવું ફરજિયાત હશે. મોદી સરકારે વચગાળાના બજેટમાં આની જાહેરાત કરી હતી. અત્યાર સુધી 60 વર્ષ સુધીના લોકોને 2.5 લાખ રૂપિયા સુધી આવકની છૂટ આપવામાં આવતી હતી. જ્યારે સીનિયર સિટિઝનો માટે આ મર્યાદા રૂ. ત્રણ લાખની છે.

    વચગાળાના બજેટમાં કરવામાં આવી હતી જાહેરાત

    વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી પિયૂષ ગોયલે સંસદને જણાવ્યું હતું કે, જે કોઈ પણ કરદાતાની વાર્ષિક આવક પાંચ લાખ છે, તેને ટેક્સમાં છૂટ આપવામાં આવશે, તેણે કોઈ જ ટેક્સ નહીં ચુકવવો પડે. ટેક્સટૂવિન ડોન કોમના સીઈઓ અભિષેક સોનીએ કહ્યુ કે, બજેટના પ્રસ્તાવ પ્રમાણે જો તમારી વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયા કે પછી તેનાથી ઓછી છે તો તમારે કોઈ ટેક્સ નહીં આપવો પડે.

    રિટર્ન ફાઇલ કરવું જરૂરી

    આવકવેરાની છૂટનો ફાયદો ઉઠાવવા માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી બનશે. નવી વ્યવસ્થા પ્રમાણે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવવા માટે પહેલા તમારે તમારી વાર્ષિક આવક જાહેર કરવી પડશે. આ માટે તમારે રિટર્ન ભરવું પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published: