નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2019-20 માટે અત્યાર સુધી 5.16 કરોડ લોકો રિટર્ન ફાઇલ કરી ચૂક્યા છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે (IT Department) ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. હવે આપની પાસે માત્ર 3 દિવસનો સમય બચ્યો છે તો તમે ફટાફટ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ (ITR Filling) કરી દો. આપની પાસે માત્ર 10 જાન્યુઆરી 2021 સુધીનો સમય છે. આ તારીખ બાદ જો તમે રિટર્ન ફાઇલ કરશો તો આપને બમણો દંડ ભરવો પડશે. દેશભરમાં ફેલાયેલા કોરોનાના કારણે સમયમર્યાદા 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવવામાં આવી છે.
ઇન્કમ ટેક્સ વિભાગે કર્યું ટ્વીટ
ઇન્કમ ટેક્સ વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું કે અત્યાર સુધી AY 2020-21 માટે 5.16 કરોડથી વધુ ઇન્કમ ટેક્સ રિટર્ન 6 જાન્યુઆરી 2021 સુધી ભરવામાં આવી ચૂક્યા છે. જો આપે ફાઇલ નથી કર્યું તો કૃપા કરીને આપનું ITR AY 2020-21 આજે જ ફાઇલ કરો.
Hope you have filed your Income Tax Return by now!
More than 5.16 crore Income Tax Returns for AY 2020-21 have already been filed till 06th of January, 2021.
If you haven't, please file your #ITR for AY 2020-21 TODAY!
Visit https://t.co/EGL31K6szN for details.#ITR#AajHiFileKaropic.twitter.com/KKqX28jOxZ
નોંધનીય છે કે, જો તમે સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તો વિભાગ તરફથી દંડ ફટકારવામાં આવે છે. નોંધનીય છે કે જો ટેક્સપેયર્સ રિટર્ન 10 જાન્યુઆરી બાદ ફાઇલ કરે છે તો તેમને 10 હજાર રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત એવા ટેક્સપેયર્સ, જેમની આવક 5 લાખથી વધુ નથી તેમને લેટ ફીના રૂપમાં એક હજાર રૂપિયા આપવા પડશે.
જો તમે ઓનલાઇન ટેક્સ ભરવા જઈ રહ્યા છો તો આપને એ ધ્યાન રાખવું જરૂરી છે કે કયા દસ્તાવેજ આપને પહેલા ભરવાના છે અને કેવી રીતે આપનું આઇટીઆર ફાઇલ કરવાનું છે. નોંધનીય છે કે આ પ્રોસેસને કરવા માટે આપને ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર સાઇન-અપ કરવું પડશે, પરંતુ તેના માટે આપનું એકાઉન્ટ હોવું જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર