Home /News /business /ITR Filing : ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું છે? તો આ ડોક્યુમેન્ટ્સ રાખો તૈયાર

ITR Filing : ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું છે? તો આ ડોક્યુમેન્ટ્સ રાખો તૈયાર

રિટર્ન ફાઇલ કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ

જો તમે પગારદાર છો, તો તમને તમારા એમ્પ્લોયર પાસેથી તમારું ફોર્મ 16 પહેલેથી જ મળી ગયું હશે. જો તમે અધવચ્ચે નોકરી બદલી હોય, તો તમારે તમારા અગાઉના એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 લેવાની જરૂર છે.

    આ જુલાઈનો મહિનો છે અને તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરવાનો સમય છે. પછી ભલે તમે વેપારી હોવ, પગારદાર હોવ કે પ્રોફેશનલ. તમારે 31 જુલાઈ પહેલા તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવું જરૂરી છે.

    જો તમે પગારદાર છો, તો તમને તમારા એમ્પ્લોયર પાસેથી તમારું ફોર્મ 16 પહેલેથી જ મળી ગયું હશે. જો તમે અધવચ્ચે નોકરી બદલી હોય, તો તમારે તમારા અગાઉના એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 લેવાની જરૂર છે.

    જણાવી દઈએ કે, ફોર્મ 16એ તમારા ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી ઘણા દસ્તાવેજોમાંથી એક છે.

    તમારા ટેક્સ ફાઇલિંગને સરળ બનાવવા માટે તમારે જે અન્ય દસ્તાવેજો હાથમાં રાખવા જોઈએ તેનું લિસ્ટ અમે અહીં આપેલ છે.

    ધ્યાન રાખો કે તમારું ટેક્સ રિટર્ન ઈ-ફાઈલિંગ કરતી વખતે તમારે આ દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી. પરંતુ ITR ફાઇલ કરતી વખતે જે માહિતી ભરવાની હોય છે, તેને એકત્રિત કરવા અને ક્રોસચેક કરવા માટે આ ડોક્યુમેન્ટ્સ હાથમાં રાખવા જરૂરી છે.

    આ પણ વાંચો -UBER કરતા તો ફ્લાઇટ સસ્તી! મુંબઇના વ્યક્તિએ ટ્વીટ કરીને શેર કરી આપવીતી

    પાન કાર્ડ: તમારો કાયમી એકાઉન્ટ નંબર તપાસવા અને ચકાસવા માટે પાનકાર્ડ ખુબ જરૂરી છે.

    માસિક પગાર સ્લિપ : તમારા બેંક ખાતામાં પગાર તરીકે જમા થયેલી રકમ તપાસવા માટે સેલરી સ્લીપ હાથવગી રાખવી જોઈએ. પગાર સ્લિપમાં તમારા પગારમાંથી કાપવામાં આવેલી અને તમારા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતામાં જમા કરવામાં આવેલી રકમનો પણ ઉલ્લેખ હોય છે.

    ફોર્મ 16 ; આ તમારી પગારની આવક સંબંધિત વિગતો દર્શાવે છે.

    ટેક્સેબલ એલાઉન્સની માહિતી: તમે આ માટે ફોર્મ 16 ચકાસી શકો છો.

    બેંક સ્ટેટમેન્ટ: તમારા બચત ખાતા પર મેળવેલ વ્યાજની આવક રકમ તપાસવા માટે બેન્ક સ્ટેટમેન્ટ જરૂરી છે. તમારું રિટર્ન ફાઇલ કરતી વખતે તમારા ITRમાં તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

    FD સ્ટેટમેન્ટ : તમારી ફિક્સ ડિપોઝિટ પર તમે મેળવેલ વ્યાજની રકમ તપાસવા માટે બેન્ક પાસેથી સ્ટેટમેન્ટ મેળવી લેવું.

    બેંકો અને બીજા લોકોએ આપેલા TDS સર્ટિફિકેટ : બેંકો દ્વારા તમારી FD મેચ્યોરિટી પર અને અન્ય કોઈપણ સંસ્થા તરફથી જો તમે તેમને કોઈ સર્વિસ આપી હોય તો ટેક્સ કાપવામાં આવ્યો હશે, જે આ સર્ટિફિકેટ દ્વારા ચકાસી શકાશે.

    ફોર્મ 26 AS : આ TDSની કુલ રકમ દર્શાવે છે, જે તમારી પાસેથી લેવામાં આવી છે અને તમારા વતી આવકવેરા વિભાગમાં જમા કરવામાં આવી છે.

    સેક્શન 80C રોકાણોની વિગતો: આમાં તમારા EPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જીવન વીમા પૉલિસીઓ માટેનું પ્રીમિયમ, હોમ લોનની ચુકવણી માટે ચૂકવવામાં આવેલી મુખ્ય રકમ, ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ 5-વર્ષની ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ વગેરેનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો -સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રેન્કિંગમાં ગુજરાત, કર્ણાટક અને મેઘાલય ટોપ પર

    હોમ લોન માટે વ્યાજ અને મૂળ રોકાણનું સ્ટેટમેન્ટ: મૂળ રકમ સેક્શન 80C હેઠળ કપાત માટે માન્ય છે. તમારી હોમ લોન પરના વ્યાજને આવકવેરા અધિનિયમ, 1961ના સેક્શન 24 હેઠળ નાણાંકીય વર્ષમાં 2 લાખ રૂપિયા મહત્તમ લિમિટ માટે કપાત માટે મંજૂરી છે.

    આ ઉપરાંત તમારી ટેક્સ ફાઇલિંગ પ્રોસેસ માટે તમારે તમારા સ્ટોક ટ્રેડિંગ સ્ટેટમેન્ટ, કેપિટલ ગેઈન્સ અને અન્ય રોકાણોના પુરાવા, તમારી ટેક્સ ઇન્ફોર્મેશન વિગતો અને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટની પણ જરૂર પડશે.
    First published:

    Tags: ITR filing

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો