ITR filing- આ લોકો માટે આવકવેરા રિટર્ન ભરવું છે જરૂરી, જાણી લો વિગત
ITR filing- આ લોકો માટે આવકવેરા રિટર્ન ભરવું છે જરૂરી, જાણી લો વિગત
These people are required to file income tax returns
કલમ 139માં કેટલીક પરિસ્થિતિઓને લિસ્ટેડ કરવામાં આવી છે. જેમાં વ્યક્તિ દ્વારા રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે, પછી ભલે તેની આવકમાંથી કોઈ ટેક્સ કાપવામાં ન આવ્યો હોય અથવા તે કોઈ આવક ન મેળવતો હોય.
આવકવેરા કાયદા (Income Tax Act)ની કલમ 139 આવકનું રિટર્ન ફાઇલ કરવાનું નિયમન કરે છે. સામાન્ય રીતે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની જવાબદારી ત્યારે ઊભી થાય છે, જો કોઈ વ્યક્તિ એવી આવક મેળવે કે જેના પર ટેક્સ કાપવામાં આવ્યો હોય.
જો કે આ માન્યતા સંપૂર્ણ રીતે સાચી નથી. કલમ 139માં કેટલીક પરિસ્થિતિઓને લિસ્ટેડ કરવામાં આવી છે. જેમાં વ્યક્તિ દ્વારા રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે, પછી ભલે તેની આવકમાંથી કોઈ ટેક્સ કાપવામાં ન આવ્યો હોય અથવા તે કોઈ આવક ન મેળવતો હોય.
આવકવેરા વિભાગે આ જોગવાઈનો વ્યાપ વધાર્યો છે અને કેટલીક વધુ પરિસ્થિતિઓને લિસ્ટેડ કરી છે, જેમાં રિટર્ન ફાઇલિંગ ફરજિયાત છે.
આ આર્ટિકલમાં અમે તે તમામ પરિસ્થિતિઓને લિસ્ટેડ કરી છે, જેમાં વ્યક્તિએ નાણાંકીય વર્ષ 2021-22 માટે તેની રિટર્ન ઓફ ઈનકમ આપવું જરૂરી છે.
1. જો તમારી કુલ આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધી જાય
જો કોઈ વ્યક્તિની આવક એક્ઝેમ્પશન કરતાં વધી જાય તો તેણે રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. એક્ઝેમ્પશન નીચે પ્રમાણે છે
ઈન્ડિવિજ્યુઅલ માટે રૂ. રૂ. 2.5 લાખ
રેસિડેન્ટ સિનિયર સિટિઝન માટે રૂ. 5 લાખ (60 વર્ષથી વધુ)
સુપર સિનિયર સિટિઝન માટે રૂ. 5 લાખ (80 વર્ષ અને તેથી વધુ)
એક્ઝેમ્પશનની ગણતરી કરવા માટે વ્યક્તિ માટે ઉપલબ્ધ નીચેની કપાત અને મુક્તિઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં
ગેઈનમાંથી મુક્તિ.
કલમ 80C થી 80U હેઠળ કપાત
ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિએ (50 વર્ષની વયના) રહેણાંક મકાન વેચીને રૂ. 10 લાખનો લાંબાગાળાનો કેપિટલ ગેઈન મેળવ્યો છે. તેણે આવા કેપિટલ ગેઈનનું રોકાણ કર્યું અને કલમ 54 હેઠળ એક્ઝેમ્પશનનો દાવો કર્યો. આ કિસ્સામાં મુક્તિનો દાવો કરતાં પહેલાં આ વ્યક્તિ Aની કુલ આવક રૂ. 10 લાખ છે, જે મેક્સિમમ એક્ઝેમ્પશન કરતાં વધી જાય છે. આમ, રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે.
આ પ્રોવિઝન રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ બન્ને માટે લાગૂ પડે છે.
2. જો વિદેશમાં તમારી મિલકત હોય
વ્યક્તિ માટે રિટર્ન ઓફ ઈનકમ આપવું ફરજિયાત છે જો તે
⦁ ભારતની બહાર સ્થિત કોઈપણ સંપત્તિ (કોઈપણ એન્ટિટીમાં કોઈપણ નાણાકીય હિત સહિત) ધરાવે છે (લાભાર્થી તરીકે અથવા અન્યથા)
⦁ ભારતની બહાર સ્થિત કોઈપણ ખાતામાં હસ્તાક્ષર કરવાનો અધિકાર ધરાવે છે અથવા ભારતની બહાર સ્થિત કોઈપણ સંપત્તિ (કોઈપણ એન્ટિટીમાં કોઈપણ નાણાંકીય હિત સહિત)નો લાભાર્થી છે.
આ જોગવાઈ ભારતમાં રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ વ્યક્તિઓને લાગુ પડશે.
3. જો તમે બેંક ખાતામાં 1 કરોડ રૂપિયાથી વધુ જમા કરો છો
જો વ્યક્તિએ પાછલા વર્ષ દરમિયાન બેંકમાં જાળવવામાં આવેલા એક અથવા વધુ ચાલુ ખાતામાં રૂ. 1 કરોડ કે તેથી વધુ જમા કર્યા હોય, તો તેણે તેનું રિટર્ન ફાઇલ કરવું પડશે.
પોસ્ટ ઓફિસ સાથે ચાલુ ખાતામાં જમા કરાવવા માટે કોઈ સંદર્ભ આપવામાં આવ્યો નથી. આમ, જો કોઈ વ્યક્તિ પોસ્ટ ઑફિસના ચાલુ ખાતામાં રૂ. 1 કરોડથી વધુ જમા કરાવતી હોય અને તેની આવક મહત્તમ મુક્તિ મર્યાદા કરતાં ઓછી હોય, તો તેણે તેનું રિટર્ન ભરવાની જરૂર રહેશે નહીં.
4. જો તમે વિદેશ પ્રવાસ પર રૂ. 2 લાખનો ખર્ચ કર્યો હોય
જો કોઈ વ્યક્તિએ પાછલા વર્ષ દરમિયાન પોતાના માટે અથવા અન્ય કોઈ વ્યક્તિ માટે વિદેશની મુસાફરી પર રૂ. 2 લાખથી વધુનો ખર્ચ કર્યો હોય તો તે તેનું રિટર્ન ફાઇલ કરશે.
5. જો તમારી વીજળીનો વપરાશ રૂ. 1 લાખ હોય
વ્યક્તિએ પાછલા વર્ષ દરમિયાન વીજળીના વપરાશ પર રૂ. 1 લાખથી વધુનો ખર્ચ કર્યો હોય તો તેણે તેનું રિટર્ન ફાઇલ કરવું પડશે.
6. જો તમારા બિઝનેસનું ટર્નઓવર 60 લાખ રૂપિયાથી વધુ છે
જો પાછલા વર્ષ દરમિયાન બિઝનેસમાં કુલ વેચાણ, ટર્નઓવર અથવા કુલ રીસીટ રૂ. 60 લાખથી વધુ હોય તો વ્યક્તિએ તેનું રિટર્ન ફાઇલ કરવું આવશ્યક છે.