નવી દિલ્હી. ITR Filling: જો કોઈ નાણાકીય વર્ષ દરમિયાન તમારું ટીડીએસ (TDS) કે ટીસીએસ (TCS) કુલ 25,000 રૂપિયા કે તેનાથી વધારે હોય તો તમારા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઇલ કરવું અનિવાર્ય છે. જો આવક બેઝિસ છૂટની મર્યાદાથી ઓછી છે તો પણ તમારે ITR ફાઇલ કરવું પડશે. સરકારે તાજેતરમાં જ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે.
સીનિયર સિટીઝન્સ માટે મર્યાદા 50 હજાર રૂપિયા
ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ટી આર ચઢ્ઢા એન્ડ કંપની એલએલપીમાં ડિરેક્ટ ટેક્સ પાર્ટનર આકાંક્ષા ગોયલે કહ્યુ કે, સીનિયર સિટીઝનના કેસમાં આ નિયમ ટીડીએસ અથવા ટીસીએસ 50,000 રૂપિયા થવા પર લાગૂ થાય છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિએ કોઈ નાણાકીય વર્ષમાં પોતાના બચત ખાતામાં 50 લાખ કે તેનાથી વધારે રકમ જમા કરી છે તો તેના માટે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું અનિવાર્ય છે.
ઓછી આવક છતાં ફાઇલ કરવું પડશે ઇન્કમ ટેક્સ રિટર્ન
કેન્દ્રીય ડિરેક્ટ ટેક્સ બોર્ડે (CBDT) આ અંગે એક સર્ક્યુલર જાહેર કરતા કહ્યુ છે કે, "આ નિયમોને ઇન્કમ (નવમું સંશોધન) નિયમ, 2022 કહી શકાય છે. જે રાજપત્રમાં પ્રકાશિત થયા બાદ લાગૂ થશે." નોટિફિકેશન નંબર 37/2022ના માધ્યમથી સીબીટીએ એક નવો નિયમ 12AB નોટિફાઈ કર્યો છે. જે કોઈ વ્યક્તિની આવક ઇન્કમ ટેક્સ છૂટથી ઓછી હોવા છતાં તેના માટે આઈટીઆર ફાઇલ કરવું અનિવાર્ય બનાવે છે.
વધારાના માપદંડ આ પ્રમાણે છે...
- ગત વર્ષ દરમિયાન બિઝનેસ કુલ વેચાણ/ટર્નઓવર/ કુલ આવક 60 લાખ રૂપિયાથી વધારે હોય.
- છેલ્લા વર્ષે વ્યવસાયિકોને કુલ 10 લાખથી વધારે આવક થઈ હોય.
- વર્ષ દરમિયાન ટીડીએસ/ટીસીએસ 25,000 રૂપિયા કે તેનાથી વધારે હોય. સીનિયર સિટીઝન માટે આ નિયમ 50,000 કે તેનાથી વધુની આવક પર લાગૂ થશે.
- ગત વર્ષ દરમિયાન બચત ખાતામાં 50 લાખ કે તેનાથી વધારે રકમ જમા હોય.
- એક આઈટીઆર ફાઇલિંગ વેબસાઇટ ટેક્સ2વિનના સીઈઓ અભિષક સોની કહે છે કે આ ફેરફાર નાણાકીય વર્ષ 2021-22ના આઈટીઆર ફાઇલિંગ વખતે લાગૂ થશે.
અન્ય એક આઇટીઆર ફાઇલિંગ વેબસાઇટ ટેક્સબડી ડૉટ કૉમના સ્થાપક સુજીત બાંગડે કહ્યુ કે, આ ખરેખર સખત પગલું છે કે ટેક્સ સીમામાં ન આવવા છતાં હવે વધારે કરદાતાઓ આઈટીઆર ફાઇલિંગના દાયરામાં આવી જશે.
ગોયલે કહ્યુ કે, સરકારનો ઉદેશ્ય હાઇ વેલ્યૂ ટ્રાન્ઝેક્શન કરતા લોકોને ટ્રેક કરવાનો છે, જેઓ આઈટીઆર ફાઇલ નથી કરતા. આ પગલાંથી નિશ્ચિત રીતે દેશમાં આઈટીઆર ફાઇલિંગ કરતા લોકોની સંક્યામાં વધારે થશે અને પરદર્શકતા આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર