Home /News /business /Reminder! આ તારીખ પહેલા ભરી દેજો Income Tax નહીં તો ભરવો પડશે દંડ

Reminder! આ તારીખ પહેલા ભરી દેજો Income Tax નહીં તો ભરવો પડશે દંડ

ITR ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હતી અને જો તમે ચૂકી ગયા છો તો હવે શું?

જો તમને તમારી ઓફિસમાંથી ફોર્મ-16 મળ્યું હોય તો વિલંબ કર્યા વગર ભરી દો. જો તમે સમયમર્યાદા પહેલા ન ભરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત વધુ કરદાતાઓ જ્યારે આવકવેરાની વેબસાઈટના ઈ-ફાઈલિંગ પર રિટર્ન ફાઈલ કરે છે, ત્યારે તેનો લોડ વધી જાય છે.

વધુ જુઓ ...
જો તમે આવકવેરા (Income Tax)ના દાયરામાં નથી આવતા તો પણ ચોક્કસથી ITR ભરો. આપને જણાવી દઈએ કે નાણાંકીય વર્ષ 2021-22 (Financial Year 2021-22) અને આકારણી વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ભરવાની (Filing ITR) શરૂઆત 15 જૂન 2022થી થઈ ગઈ છે. જો તમે હજી સુધી રિટર્ન ફાઇલ (Return File) કર્યું નથી, તો તેને છેલ્લી તારીખ (Last Date for ITR Filing) પહેલા ભરી શકો છો.

જો તમને તમારી ઓફિસમાંથી ફોર્મ-16 મળ્યું હોય તો વિલંબ કર્યા વગર ભરી દો. જો તમે સમયમર્યાદા પહેલા ન ભરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત વધુ કરદાતાઓ જ્યારે આવકવેરાની વેબસાઈટના ઈ-ફાઈલિંગ પર રિટર્ન ફાઈલ કરે છે, ત્યારે તેનો લોડ વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આવકવેરા ફાઇલિંગમાં સમસ્યાઓથી બચવા માંગતા હો તો પછી છેલ્લી ઘડીની રાહ જોશો નહીં.

આ પણ વાંચો -LICની આ પોલિસીમાં એક જ વખત પૈસા જમા કરાવીને દર મહિને મેળવો 12 હજાર રૂપિયા પેન્શન

આ તારીખ પહેલા ભરો રીટર્ન


નાણાંકીય વર્ષ 2021-22 અને આકારણી વર્ષ 2022-23 માટે કોઈ પણ પ્રકારની લેટ ફી વગર આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 છે. જો તમે સમયમર્યાદા પછી આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો પછી કલમ 234-એ હેઠળ અને આવકવેરાની કલમ 234-એફ હેઠળ તમારે દંડ સાથે ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે.

શું છે ડેડલાઇન?


પર્સનલ એચયુએફ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 છે, જ્યારે ઓડિટની જરૂર હોય તેવા લોકો માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2022 છે. જ્યારે જે વ્યવસાયોને ટીપી રિપોર્ટની જરૂર હોય છે, તેમના માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2022 છે. આવી સ્થિતિમાં જો તમે પણ પર્સનલ રીટર્ન ફાઇલ કરો છો, તો પછી તેને ભરવામાં થોડી ઝડપ રાખવી જોઇએ.

આ પણ વાંચો - સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, ફટાફટ ચેક કરો આજનો લેટેસ્ટ રેટ

લેટ ફાઇલ કરવા પર દંડ થશે


જો તમે વિભાગ દ્વારા નિયત તારીખ પછી એટલે કે 31 જુલાઈ, 2022 પછી અને 31 ડિસેમ્બર, 2022 પહેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો. તો તમારે 5,000 રૂપિયાની પેનલ્ટી ફી ચૂકવવી પડશે. પરંતુ જો કરદાતાની કુલ કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી ઓછી હોય તો રૂપિયા 1000ની પેનલ્ટી ફી ભરવાની રહેશે.
First published:

Tags: Income tax department, Income Tax Return, ITR filing

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો