ITR E Filing: હાલના સમયમાં કોઈ પણ નાની વસ્તુ માટે આપણે એકાઉન્ટ બનાવવું પડે છે. એવામાં સૌથી મુશ્કેલ કામ હોય છે એવો કયો પાસવર્ડ રાખવામાં આવે જે આપણે પછી ભૂલી ન જઈએ. જો તમે ITR ફાઇલિંગની વાત કરીએ તો તેમાં આપણે રોજેરોજ લોગ ઇન નથી કરવું હોતું અને એ જ કારણે આપણે તેનો પાસવર્ડ ભૂલી જઈએ છીએ. જો તમે પણ તમારા ઇ-ફાઇલિંગ એકાઉન્ટ ભૂલી ગયા છો તો અમે જણાવી રહ્યા છીએ સરળ રીત જેનાથી તમે પાસવર્ડ રીસેટ કરી શકો છો..
>> તેના માટે તમારે સૌથી પહેલા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની E-Filing વેબસાઇટ પર જવું પડશે. ત્યાં Forgot passwordને ક્લિક કરો. ક્લિક કરતાં જ આપની સામે એક નવું પેજ ઓપન થઈ જશે. અહીં તમારું યૂઝર આઈડી એટલે કે PAN અને Captcha કોડ નાખો.
>> હવે Continue બટન પર ક્લિક કરો. હવે આપની સામે Menu ખૂલશે, જેમાં ચાર ઓપ્શન હશે. તેમાંથી તમે જે ઓપ્શન પસંદ કરશો, તેના દ્વારા પાસવર્ડ રીસેટ કરી શકાશે. તેના માટે બે સરળ રીત છે...
પહેલી રીત
- રજિસ્ટ્રેશન કરતી વખતે ટેક્સપેયરને બે સીક્રેટ પ્રશ્ન પૂછવામાં આવે છે, જે પાસવર્ડ ભૂલી જતાં કામ આવે છે. પાસવર્ડ રીસેટ કરવા માટે તમારે આ ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ Continue સિલેક્ટ કરો.
- હવે તમારી સામે એક નવું પેજથ ઓપન થશે, જેમાં તમારી જન્મ તારીખ અને એક સવાલ સિલેક્ટ કરવો પડશે. ત્યારબાદ સવાલનો જવાબ આપીને Submit પર જાઓ. જો તમારો જવાલ સાચો હશે તો તમારો નવો પાસવર્ડ સેટ કરવા માટે કહેવામાં આવશે.
- આધાર OTP દ્વારા તમે બે રીતે પાસવર્ડ રીસેટ કરી શકો છો. તેના માટે મહત્વનું છે કે તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક્ડ હોવો જોઈએ અને તમારો આધાર અને PAN પહેલાથી જ લિંક્ડ હોવા જોઈએ. - ત્યારબાદ ડ્રોપ મેનૂમાં જઈને 'Using Aadhaar OTP' સિલેક્ટ કરો. તમારો આધાર નંબર એન્ટર કરો અને Generate OTP ઓપ્શન સિલેક્ટ કરો. - ત્યારાદ તમારા મોબાઇલ પર મેસેજ (SMS) આવશે. હવે આપવામાં આવેલા OTPને નાખો અને Validate પર ક્લિક કરો. વેલિડેશન થતાં જ તમારી પાસે નવો પાસવર્ડ માંગવામાં આવશે, જેને Confirm કરી દો. નવો પાસવર્ડ સબમિટ કર્યા બાદ તમે તમારું આઈટીઆર એકાઉન્ટ લોગ ઇન કરી શકો છો અને સરળતાથી ITR ભરી શકો છો.
નોંધ : અસેસમેન્ટ યર 2019-20 માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ 31 ઑગસ્ટ 2019 છે.