Home /News /business /

Stock Tips: ITC શેરનો ભાવ ત્રણ વર્ષમાં પ્રથમ વખત રૂ. 300ને પાર; શેર ખરીદવા, વેચવા કે મૂકી રાખવા?

Stock Tips: ITC શેરનો ભાવ ત્રણ વર્ષમાં પ્રથમ વખત રૂ. 300ને પાર; શેર ખરીદવા, વેચવા કે મૂકી રાખવા?

શેર બજાર ટીપ્સ (Shutterstock તસવીર)

ITC Stock price: ITC ચેરમેન અને MDએ જણાવ્યું હતું."જેમ જેમ અમે કંપનીના FMCG પોર્ટફોલિયો માટે સ્કેલ હાંસલ કરીએ છીએ, તેમ તેમ આ વિશ્વ-વર્ગની બ્રાન્ડ્સને વિદેશી બજારોમાં લઈ જવાની અમારી આકાંક્ષા પણ મજબૂત થઇ છે.

નવી દિલ્હી: ITCના શેરે ગુરુવારે સવારના સોદામાં તેની તેજીની "લહેર ચાલુ રાખી હતી અને તે ત્રણ વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. બુધવારના સેશનમાં જ્યારે કંપનીની 111મી વાર્ષિક સામાન્ય સભા (AGM) ચાલી રહી હતી, ત્યારે ITC શેરનો ભાવ ગુરુવારે રૂ. 302.20ની 52-સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો, જે બુધવારના સેશનમાં રૂ. 299.50 ની એક વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. દિવસના અંતે શેર 0.42 ટકા વધીને 299.45 રૂપિયા પર બંધ રહ્યો હતો.

ITCના ચેરમેન અને MD સંજીવ પુરીએ ચાલી રહેલી AGMમાં તેમના વક્તવ્યમાં શેરધારકો અને બોર્ડના સભ્યોને તાજેતરના વર્ષોમાં કંપનીના શાનદાર પ્રદર્શન વિશે માહિતી આપી હતી. પુરીએ FMCG સેગમેન્ટમાં કંપનીના પ્રદર્શનની પ્રશંસા કરી અને વૈશ્વિક મર્ચેન્ડાઈઝમાં પ્રવેશ કરવાની કંપનીની યોજનાઓની જાહેરાત કરી હતી.

ચેરમેને શું કહ્યું?


ITC ચેરમેન અને MDએ જણાવ્યું હતું."જેમ જેમ અમે કંપનીના FMCG પોર્ટફોલિયો માટે સ્કેલ હાંસલ કરીએ છીએ, તેમ તેમ આ વિશ્વ-વર્ગની બ્રાન્ડ્સને વિદેશી બજારોમાં લઈ જવાની અમારી આકાંક્ષા પણ મજબૂત થઇ છે. તાજેતરના વર્ષોમાં અમે 60થી વધુ દેશોમાં ITCની 'પ્રાઉડલી ઈન્ડિયન' બ્રાન્ડની નિકાસની વધતી પ્રગતિને સક્ષમ કરીને વિદેશમાં વિતરણ વ્યવસ્થા સ્થાપિત કરી છે. સમય જતાં આવી નિકાસ તમારી કંપનીના value added FMCG પોર્ટફોલિયોના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે."

તેમણે જણાવ્યું હતું કે નવા FMCG વ્યવસાયોમાં ITCના સઘન પ્રયાસોથી કોવિડ મહામારીના છેલ્લા બે વર્ષમાં આવકમાં 25 ટકાની મજબૂત વૃદ્ધિ થઈ છે, જે FY22માં લગભગ રૂ. 16,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. અભૂતપૂર્વ ફુગાવાના દોરમાં હોવા છતાં ITCએ ગયા વર્ષે EBITDA માર્જિન ટકાવી રાખ્યું હતું અને છેલ્લા 5 વર્ષમાં માર્જિનમાં 6.5 ટકાનો સુધારો કર્યો હતો.

કંપનીની કામગીરી


તાજેતરના વર્ષોમાં કંપનીની કામગીરી પર પ્રકાશ પાડતા સંજીવ પુરીએ જણાવ્યું હતું કે, “પડકારો હોવા છતાં જે ગંભીર ફુગાવાના વાદળ ઘેરાયેલા હતા છતાં કંપનીની કુલ આવક 22.7 ટકા વધીને રૂ. 59,000 કરોડથી વધુ થઈ હતી. જ્યારે EBITDA વધીને લગભગ રૂ.19,000 કરોડ થઈ હતી. જે 22 ટકાનો વધારો છે. તે ખરેખર ખુશીની વાત છે કે, ટૂંકા ગાળાના પડકારો અને ફુગાવાની અસરો હોવા છતાં કંપનીએ તમામ બિઝનેસ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ કરવાનું ચાલુ રાખ્યું છે.

આ પણ વાંચો: ક્રેડિટ સ્કોર ન બગડે તે માટે આટલી વાતો ગાંઠે બાંધી લો

ITC શેરની ટાર્ગેટ પ્રાઇસ


લાઇવ મિન્ટના અહેવાલ પ્રમાણે GCL સિક્યોરિટીઝના CEO રવિ સિંઘલે સલાહ આપતા જણાવ્યું હતું કે, "જેઓ તેમના પોર્ટફોલિયોમાં ITC શેર ધરાવે છે, તેઓને રૂ. 340ના ટૂંકા ગાળાના ટાર્ગેટ માટે કાઉન્ટર હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, તેઓએ રૂ. 265ના દરે સ્ટ્રિક્ટ ટ્રેઇલિંગ સ્ટોપ લોસ જાળવી રાખવો જોઈએ.

આ પણ વાંચો: ગુજરાતની આ પાંચ કંપનીના શેર ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા

જે લોકો અત્યારે સ્ટોક ખરીદવા માંગે છે, તેમના માટે સિંઘલે સૂચવ્યું હતું કે "કોઈપણ વ્યક્તિ વર્તમાન સ્તરે ITC શેર ખરીદી શકે છે અને રૂ. 275ના લેવલ સુધી એકઠા કરવાનું ચાલુ રાખી શકે છે. જો કે, તેમને પ્રતિ શેર માર્ક રૂ. 265 પર સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ જાળવવાની પણ સલાહ આપવામાં આવે છે."
First published:

Tags: Investment, Share market, Stock market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन