Stock Market: ITCનો શેર HULથી આગળ નીકળી ગયો, જાણો ભવિષ્યમાં કેટલી કમાણી કરી શકો છો
Stock Market: ITCનો શેર HULથી આગળ નીકળી ગયો, જાણો ભવિષ્યમાં કેટલી કમાણી કરી શકો છો
આઈટીસી વી. એયયૂએલ
ITC Vs HUL stock: વિશ્લેષકોનું કહેવું છે કે હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં નબળાઈનું મુખ્ય કારણ ગ્રામીણ બજારમાં મંદી (Rural Market Slowdown) હોઈ શકે છે. આ કારણે વેચાણનું પ્રમાણ ઘટ્યું છે.
મુંબઇ. Stock Market: ITCના શેરો (ITC Stocks)એ આ વર્ષે HUL (HUL Stocks) કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. 2022માં અત્યારસુધીમાં ITCના શેરમાં 20 ટકાનો વધારો (ITC Profit Margin) થયો છે. આ દરમિયાન HULના શેરમાં 8 ટકાનો ઘટાડો (HUL Loss) થયો છે. BSE સેન્સેક્સ અને નિફ્ટી-50 1.5 ટકા વધ્યા છે. BSE FMCG ઈન્ડેક્સ 1 ટકા વધ્યો છે. ચાલો જાણીએ કે HUL શેરના નબળા પ્રદર્શનનું કારણ શું છે.
રૂરલ માર્કેટમાં સ્લોડાઉનની અસર
વિશ્લેષકોનું કહેવું છે કે હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં નબળાઈનું મુખ્ય કારણ ગ્રામીણ બજારમાં મંદી (Rural Market Slowdown) હોઈ શકે છે. આ કારણે વેચાણનું પ્રમાણ ઘટ્યું છે. નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરથી આવું જોવામાં આવ્યું છે. આ ઉપરાંત, વધતા ઈનપુટ ખર્ચે પણ છેલ્લા બે ક્વાર્ટરમાં કંપનીની નફો કરવાની ક્ષમતાને અસર કરી છે.
ઘટી શકે છે HULનું સેલ્સ વોલ્યૂમ
બ્રોકરેજ ફર્મ શેરખાને અહેવાલ આપ્યો છે કે ગ્રાહકો ઓછી કિંમતના યુનિટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તેઓ બિન-આવશ્યક ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે. તેનું કારણ મોંઘવારી અને ગ્રામીણ બજારમાં મંદી છે. શેરખાનને અપેક્ષા છે કે ચોથા ક્વાર્ટરમાં હિન્દુસ્તાન યુનિલિવરનું વેચાણ વોલ્યૂમ ઘટશે. જોકે, કંપનીએ તેના લગભગ તમામ ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. આ કારણે ચોથા ક્વાર્ટરમાં તેની આવકમાં થોડો વધારો જોવા મળી શકે છે.
પ્રોડક્ટ્સની કિંમતમાં વધારો
હિન્દુસ્તાન યુનિલિવરના એક્ઝિક્યુટિવ્સે અગાઉ સંકેત આપ્યો હતો કે ક્રૂડ ઓઈલ અને પામ ઓઈલ જેવા વધતા જતા ઈનપુટ ખર્ચ ચોથા ક્વાર્ટરમાં કંપનીના ગ્રોસ માર્જિન પર દબાણ લાવશે. કંપનીએ તેના ઉત્પાદનોની કિંમતોમાં 2થી 13 ટકાનો વધારો કર્યો છે. તેનાથી ચોથા ક્વાર્ટરમાં ઇનપુટ ખર્ચમાં વધારાની અસરને સરભર કરવામાં મદદ મળશે.
કોમોડિટીની કિંમતોમાં ઉછાળાની અસર
યુક્રેન પર રશિયાના હુમલા બાદ કોમોડિટીના ભાવમાં ઉછાળો આવ્યો છે. શેરખાને કહ્યું છે કે આનાથી આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ઘટશે. તે આ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માર્જિનમાં તીવ્ર ઘટાડાની અપેક્ષા રાખે છે. જો કોમોડિટીના ભાવમાં નરમાઈ આવે તો બીજા અર્ધવાર્ષિક ગાળામાં સ્થિતિ સુધરી શકે છે.
ITCના બિઝનેસમાં સ્લોડાઉનની ઓછી અસર
વિશ્લેષકો કહે છે કે ગ્રામીણ વિસ્તારોમાં મંદીની ITC પર ઓછી અસર પડે છે. આ એટલા માટે છે કારણ કે તેના પોર્ટફોલિયોમાં મોટાભાગે ખાદ્ય પદાર્થો છે. કંપનીનો મુખ્ય વ્યવસાય ફુગાવાના જોખમથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. સિગારેટ માર્કેટમાં વોલ્યુમ ગ્રોથ સારો થવાથી ITC નાણાકીય વર્ષ 2022-23માં ચોંકાવનારો નફો કરી શકે છે.
ITC દેશની સૌથી મોટી કંઝ્યૂમર કંપનીઓમાંની એક છે. તેના વ્યવસાયમાં સિગારેટ, હોટલ, કાગળ અને એગ્રી કોમોડિટીઝનો પણ સમાવેશ થાય છે. તેના બ્રાન્ડેડ ફૂડ ડિવિઝનનું પ્રદર્શન ઘણું સારું છે. આમાં સ્ટેપલ્સ, કન્ફેક્શનરી, નૂડલ્સ, નાસ્તો અને બિસ્કિટનો સમાવેશ થાય છે. એડલવાઈસ વેલ્થ રિસર્ચએ જણાવ્યું છે કે, "તેના સિગારેટના જથ્થામાં નાણાકીય વર્ષ 2021-22 થી 2023-24 દરમિયાન 5 ટકાનો CAGR હશે."
એડલવાઇઝે ITC શેર માટે રૂ. 450નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. આ શેરની વર્તમાન બજાર કિંમત કરતાં લગભગ 80 ટકા વધારે છે. ગુરુવારે ITCનો શેર 1.1 ટકાના વધારા સાથે રૂ. 256.70 પર બંધ થયો હતો. HULનો શેર 1.3 ટકાના ઉછાળા સાથે રૂ. 2,170 પર બંધ થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર