Home /News /business /

ITCના શેરે રિઝલ્ટ પછી બનાવ્યો 52 વીકનો નવો હાઈ, એક્સપર્ટ પાસેથી જાણો હજુ કેટલો વધશે

ITCના શેરે રિઝલ્ટ પછી બનાવ્યો 52 વીકનો નવો હાઈ, એક્સપર્ટ પાસેથી જાણો હજુ કેટલો વધશે

આઈટીસી શેર

ITC Share Hits 52 week high after good result: મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે પેપર અને એગ્રીકલ્ચર બિઝનેસમાં મજબૂત ગ્રોથના કારણે કંપનીની આવક અને એબિટડા ધાર્યા કરતા પણ સારા રહ્યા છે અને કંપનીનો સિગરેટ વેપાર પણ ધાર્યા મુજબ વધ્યો છે. જુદા જુદા બ્રોકરેજ હાઉસોએ શેરનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને નવો ટાર્ગેટ આપ્યો છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ 2 ઓગસ્ટના શરુઆતી કારોબારમાં ITCનો શેર 2 ટકા ઉછળીને રુ. 314.05 પર પહોંચતા 52 વીકનો નવો હાઈ બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગઈકાલે જ કંપનીએ 30 જૂન 2022ના રોજ પૂર્ણ થયેલ નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટરનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. જેને બજારે પસંદ કર્યું છે, 1 ઓગસ્ટના રોજ ITCએ જાહેર કરેલા પરિણામો મુજબ 30 જૂનના રોજ પૂર્ણ થયેલા પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 33.46 ટકાના વધારા સાથે 4462.25 કરોડ થઈ ગયો છે. જે ગત નાણાંકીય વર્ષના પહેલા ક્વાર્ટર્સમાં 3,343.44 કરોડ રુપિયા રહ્યો હતો.

    રેવન્યુ વાર્ષિક ધોરણે 39.25 ટકા વધ્યો

    કંપનીનો નફો તેના અંદાજ કરતા પણ વધુ સારો રહ્યો હતો. મહત્વનું છે કે CNBC TV 18ના પોલમાં પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 4,050 કરોડ રુપિયા રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. જ્યારે પહેલા ક્વાર્ટરમાં કંપનીનો રેવન્યુ વાર્ષિક ધોરણે 39.25 ટકાના વધારા સાથે 19,831.27 કરોડ રુપિયા રહ્યો છે. જે ગત વર્ષમાં સમાન જ સમયગાળામાં 14,240.76 કરોડ રુપિયા હતો.

    હજુ કેટલો વધશે શેર શું કહે છે બ્રોકરેજ હાઉસ?

    આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ITCનું રેટિંગ ઓવરવેઇટ જાળવી રાખતા પ્રતિ શેર 303 રુપિયાનો ટાર્ગેટ આપ્યો છે. મોર્ગન સ્ટેનલીનું કહેવં છે કે પેપર અને એગ્રીકલ્ચર બિઝનેસમાં મજબૂત ગ્રોથને કારણે કંપનીની આવક અને એબિટડામાં અંદાજ કરતા પણ વધુ વધારો થયો છે. તો બીજી તરફ કંપનીના સિગરેટ વેપારમાં પણ પ્રદર્શન ધાર્યા કરતા સારું રહ્યું છે.

    CLSA

    બ્રોકરેજ હાઉસ CLSAએ પણ આ સ્ટોકનું રેટિંગ આઉટપરફોર્મ જાળવી રાખીને 330 રુપિયા પ્રતિ શેર ટાર્ગેટ આપ્યો છે. CLSAનું કહેવું છે કે મોબિલિટીમાં આવેલા રિકવરીના કારણે કંપનીના રેવન્યુ અને માર્જિનમાં જોરદાર રિકવરી જોવા મળી છે. તો કંપનીના સિગરેટ કારોબારના વોલ્યુમમાં 25 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે અને તેનું માર્જિંન 74 ટકા પર સ્થિર છે.

    મોતિલાલ ઓસવાલ

    જ્યારે મોતીવાલ ઓસવાલે પણ આ સ્ટોકેને બાય રેટિંગ આપ્યું છે અને શેરમાં આગળ પણ તેજી આવવાની શક્યતા દર્શાવી છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે કંપનીને ડિમાંડમાં સારી રિકરવી જોવા મળતા શેરની કિંમતોમાં ઉછાળો જોવા મળશે.

    શેરખાને ટાર્ગેટ ભાવ સુધાર્યો

    શેરખાને પણ આ સ્ટોરને બાય રેટિંગ આપ્યું છે. તેમજ સ્ટોક માટે પોતે આપેલો પહેલાનો ટાર્ગેટ સુધારીને 350 રુપિયા કરી દીધો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે 12 વાગ્યે ITCનો શેર 2.50 રુપિયા જેટલો વધીને 310 રુપિયા પ્રતિ શેર ટ્રેડ થઈ રહ્યો છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: ITC, Share bazar, Stock market Tips, શેરબજાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन