OMG! આ કંપની પોતાના કર્મચારીઓને આપી રહી છે કરોડોની સેલેરી, 44 ટકા કર્મચારીઓ છે કરોડપતિ
OMG! આ કંપની પોતાના કર્મચારીઓને આપી રહી છે કરોડોની સેલેરી, 44 ટકા કર્મચારીઓ છે કરોડપતિ
ITC કંપનીમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યા વધી
નાણાંકીય વર્ષ 2021 - 22માં રૂ. 1 કરોડથી વધુ પગાર મેળવતા હોય તેવા કર્મચારીઓની સંખ્યામાં 44 ટકાનો ઉછાળો આવ્યો છે. ITCના લેટેસ્ટ રિપોર્ટ મુજબ વર્ષ 2020 - 21માં દર વર્ષે 1 કરોડથી વધુ પગાર મેળવતા કર્મચારીઓની સંખ્યા 153 હતી. હવે આ સંખ્યા વધીને 220 થઈ ચૂકી છે.
મોંઘવારી સતત વધી રહી છે, જેની સામે પગાર (Salary)માં જોઇએ તેટલો વધારો થતો નથી. આ કારણે નોકરિયાત વર્ગ (Salaried Class) માટે મુશ્કેલી સર્જાઈ છે. પગારની સરખામણીએ ખર્ચ સતત વધતો જાય છે. ત્યારે મોટાભાગની કંપનીઓ દર વર્ષે પગારમાં અમુક ટકાનો વધારો (Salary hike) કરતી હોય છે, પરંતુ તે વધારો અત્યારની મોંઘવારી (Inflation) સામે ટકી શકે તેમ નથી. અલબત્ત દેશની એક કંપની એવી છે, જેણે પોતાના કર્મચારીઓને કરોડપતિ બનાવી દીધા છે. આ કંપનીમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
કંપનીમાં 44 ટકા કર્મચારીઓ કરોડપતિ
અહેવાલો મુજબ એફએમસીજી, હોટેલ્સ, સોફ્ટવેર, પેકેજિંગ, પેપરબોર્ડ્સ, સ્પેશિયાલિટી પેપર અને એગ્રિ સહિતના બિઝનેસ સાથે સંકળાયેલી ITCમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યા 44 ટકા જેટલી છે.
નાણાંકીય વર્ષ 2021 - 22માં રૂ. 1 કરોડથી વધુ પગાર મેળવતા હોય તેવા કર્મચારીઓની સંખ્યામાં 44 ટકાનો ઉછાળો આવ્યો છે. ITCના લેટેસ્ટ રિપોર્ટ મુજબ વર્ષ 2020 - 21માં દર વર્ષે 1 કરોડથી વધુ પગાર મેળવતા કર્મચારીઓની સંખ્યા 153 હતી. હવે આ સંખ્યા વધીને 220 થઈ ચૂકી છે.
ગત વર્ષના વાર્ષિક અહેવાલમાં જણાવાયું હતું કે, કંપનીમાં આખું વર્ષ કામ કર્યું હોય અને કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો પગાર મેળવ્યો હોય તેવા 220 કર્મચારીઓ હતા. જ્યારે નાણાંકીય વર્ષમાં આઇટીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી દ્વારા લેવામાં આવતા પગારમાં પણ 5.35 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાના કારણે તેમનો પગાર વધીને 12.59 કરોડ રૂપિયા થઈ ગયો છે.
વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે, પુરીનો પગાર તમામ કર્મચારીઓના સરેરાશ મહેનતાણાના પ્રમાણમાં 224:1 હતો. નાણાંકીય વર્ષ 2021માં પુરીનું કુલ મહેનતાણું 11.95 કરોડ રૂપિયા હતું. આઇટીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી સુમંત અને આર ટંડનને નાણાકીય વર્ષમાં રૂ. 5.76 કરોડ અને રૂ. 5.60 કરોડ જેટલો સમાન પગાર મળ્યો હતો.
અહેવાલો મુજબ, આઇટીસીમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 8.4 ટકા ઓછા કર્મચારીઓ હોવાનું જાણવા મળે છે. ગત માર્ચ સુધીના આંકડા આઇટીસીમાં કર્મચારીઓની સંખ્યા 23829 છે. જેમાં 21,568 પુરુષો અને 2,261 સ્ત્રી કર્મચારીઓ હતા.
આવકમાં વધારો
નાણાંકીય વર્ષ 2022માં આઇટીસીના કર્મચારીઓના સરેરાશ મહેનતાણામાં 7 ટકાનો વધારો થયો છે. બીજી તરફ એક વર્ષ પહેલા આઇટીસીની કુલ આવક 48,151.24 કરોડ રૂપિયા હતી. જે 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં વધીને 59,101 કરોડ રૂપિયા થઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર