Amazonને 1.3 બિલિયલ ડોલરથી વધુનો દંડ ફટકારાયો , કેમ થઈ આવી કાર્યવાહી?
Amazonને 1.3 બિલિયલ ડોલરથી વધુનો દંડ ફટકારાયો , કેમ થઈ આવી કાર્યવાહી?
એમોઝોનની ફાઈલ તસવીર
Amazon Fined news: અમેરિકાની (American company) મોટી ટેક કંપની એમેઝોન (Amazon)ઉપર યુરોપમાં પોતાના બજારમાં પ્રભુત્વનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા આ કાર્યવાહી થઈ છે.
નવી દિલ્હીઃ ઈટાલીમાં (Italy) એમેઝોન ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈટાલીની એન્ટીટ્રસ્ટ ઓથોરિટીએ (Italy’s antitrust authority) ગુરુવારે જણાવ્યું કે એમેઝોન (Amazon) ઉપર 1.3 બિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ રકમ ભારતીય ચલણમાં 9.6 હજાર કરોડ રૂપિયાથી વધુ થાય છે. અમેરિકાની મોટી ટેક કંપની એમેઝોન (Amazon)ઉપર યુરોપમાં પોતાના બજારમાં પ્રભુત્વનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા આ કાર્યવાહી થઈ છે.
ધ કંપીટિશન વોચડોગે (The competition watchdog)રજૂ કરેલા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈટાલીના બજારમાં એમેઝોને પોતાનું પ્રભુત્વનો ઉપયોગ કરીને પોતાની લોજિસ્ટિક સેવાઓને ફેવરમાં (Dominant position)કામ કર્યું છે. જેના પગલે કંપનીએ પોતાનું પ્રભુત્વને વધારે બળ આપવા અને ઈ કોમર્સ ક્ષેત્રમાં પોતાના પ્રતિસ્પર્ધિઓને નુકસાન પહોંચાડ્યું છે.
બે અઠવાડિયા પહેલા દંડ પણ ફટકાર્યો હતો
બે અઠવાડિયા પહેલા, એમેઝોનને યુરોપિયન કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ 68.7 મિલિયન યુરોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઓથોરિટી દ્વારા આ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. એપલ અને બીટ્સના ઉત્પાદનોના વેચાણમાં સ્પર્ધા વિરોધી સહકારને કારણે આ દંડ લાદવામાં આવ્યો છે. બીટ્સ ઓડિયો પ્રોડક્ટ્સ બનાવે છે.
કંપનીઓ વચ્ચેના કરાર હેઠળ માત્ર પસંદગીના રિસેલર્સ જ એમેઝોનની ઈટાલિયન સાઈટ Amazon.it પર Apple અને Beats ઉત્પાદનો વેચી શકશે. કોમ્પિટિશન વોચડોગે કહ્યું કે આ યુરોપિયન યુનિયનના નિયમોનું ઉલ્લંઘન છે.
ઓથોરિટીએ એમેઝોન પર 68.7 મિલિયન યુરો અને એપલ પર 134.5 મિલિયન યુરોનો દંડ લગાવ્યો છે. આ સિવાય Apple અને Beats પ્રોડક્ટ્સ પર Amazon.it પરના પ્રતિબંધોને પણ હટાવવા માટે કહેવામાં આવ્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર