જાણો કેવી રીતે ઘરમાં રહેલ પ્રોડક્ટની ઇન્ડિયન સ્ટાન્ડર્ડની માહિતી મેળવી શકાય

જાણો કેવી રીતે ઘરમાં રહેલ પ્રોડક્ટની ઇન્ડિયન સ્ટાન્ડર્ડની માહિતી મેળવી શકાય
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય લોકોને આ પ્રોડક્ટના માપદંડ વિશે કેવી રીતે જાણ થાય તે સૌથી મોટી સમસ્યા છે. તે અનુસાર જો કોઈ કંપની પ્રોડક્ટના માપદંડના અનુસાર પ્રોડક્ટ નથી વેચી રહી તો તેમની સામે ફરિયાદ કરી શકાય છે.

  • Share this:
નવી દિલ્હી : હવે તમે તમારા ઘરમાં રહેલ કોઈપણ પ્રોડક્ટનું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ શું છે તે સરળતાથી જાણી શકો છો. ગ્રાહકોને સુવિધા આપવા માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (Bureau of Indian Standard BIS) સાઈટમાં નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ નવું ફીચર 5 જૂનથી શરૂ કરવામાં આવશે. તે બાદ કોઈપણ વ્યક્તિ સરળતાથી પ્રોડક્ટના માપદંડ વિશે જાણી શકશે.

દેશમાં વેચાતા તમામ પ્રોડક્ટ માટેનો માપદંડ નક્કી કરવામાં આવ્યો છે. નક્કી કરેલ માપદંડ અનુસાર કંપનીઓએ પ્રોડક્ટ બનાવીને વેચવાની હોય છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કંપનીઓને લાયસન્સ આપે છે. જે કંપનીઓ પ્રોડક્ટમાં માપદંડનું ધ્યાન ન રાખે તો BIS તે કંપનીઓ પર કાર્યવાહી કરી શકે છે.સામાન્ય લોકોને આ પ્રોડક્ટના માપદંડ વિશે કેવી રીતે જાણ થાય તે સૌથી મોટી સમસ્યા છે. તે અનુસાર જો કોઈ કંપની પ્રોડક્ટના માપદંડના અનુસાર પ્રોડક્ટ નથી વેચી રહી તો તેમની સામે ફરિયાદ કરી શકાય છે. પ્રોડકટના માપદંડની પ્રક્રિયા ખૂબ જ જટિલ હતી. જેને ધ્યાનમાં રાખીને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વેબસાઈટને અપડેટ કરી રહ્યું છે.

કેવી રીતે જાણવો પ્રોડક્ટનો માપદંડ

ગ્રાહકોએ https://bis.gov.in/ વેબસાઈટ ઓપન કરતા જ ‘નો યોર સ્ટાન્ડર્ડ’ (Know your standard) ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ અંદાજિત 1100 પ્રોડક્ટ હશે. તમે બે પ્રકારે પ્રોડક્ટ શોધી શકો છો. જો તમને પ્રોડક્ટનો નંબર ખબર છે, તો તમે તે નંબરની મદદથી પ્રોડક્ટ વિશે જાણી શકો છો. જો તમને નંબર નથી ખબર તો તમે તે પ્રોડક્ટના નામ પરથી જાણકારી મેળવી શકો છો. વેબસાઈટ પરથી પ્રોડક્ટની તમામ માહિતી મેળવી શકો છો જેમ કે, પ્રોડક્ટનો માપદંડ, પ્રોડક્ટની માર્કેટમાં શું સર્વિસ છે, લાયસન્સ કેવી રીતે આપવામાં આવ્યું છે, કાયદાકીય મદદ કેવી રીતે મેળવી શકાય. આ પ્રકારની તમામ માહિતી તમે વેબસાઈટ પરથી મેળવી શકો છો.
Published by:News18 Gujarati
First published:June 03, 2021, 20:22 IST

ટૉપ ન્યૂઝ