Home /News /business /બેંકમાંથી રૂપિયા નીકાળવા હવે લોઢાના ચણા ચાવવા જેમ, લાગૂ થઈ શકે આ કડક નિયમો
બેંકમાંથી રૂપિયા નીકાળવા હવે લોઢાના ચણા ચાવવા જેમ, લાગૂ થઈ શકે આ કડક નિયમો
લાગૂ થશે નવા નિયમો
નવા ઉપાયોનો ઉપયોગ એક નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધારે જમા અને ઉપાડ કરનારા વ્યક્તિઓની ઓળખને જાણવા માટે કરવામાં આવી શકે છે. જ્યાં ઓળખના પ્રમાણ તરીકે આધાર ઓળખ પત્ર આપવામાં આવે છે. કારણ કે જાણકારી સાર્વજનિક નથી.
નવી દિલ્હીઃ જો તમે સતત બેંકોમાં જઈને લેવડ-દેવડ કરો છો, તો આવનારા દિવસોમાં તમારી ઓળખ ચહેરા અને આંખો દ્વારા પ્રૂફ કરવી પડશે. બેંકિંગ છેતરપિંડી અને ટેક્સ ચોરીને ઓછી કરવા માટે ભારત સરકારે બેંકોને આ કડક નિયમો લાગૂ કરવા પરવાનગી આપી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના સૂત્રોથી જાણવા મળ્યુ છે કે, કેન્દ્ર સરકાર બેંકોના ચહેરાની ઓળખ અને કેટલાક કિસ્સાઓમાં આંખોનું આઈરિસ સ્કેન કરીને એક નિશ્ચિત વાર્ષિક મર્યાદાથી વધારે પર્સનલ ટ્રાન્ઝેક્શનને ચકાસવા માટે પરવાનગી આપે છે.
કેટલાક મોટા ખાનગી અને સાર્વજનિક બેંકોએ આ વિકલ્પનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. એક બેંકરે નામ નહિ છાપવાની શર્ત પર કહ્યુ કે, સત્યાપનની પરવાનગી આપનારી એડવાઈઝરીને સાર્વજનિક કરવામાં આવી નથી અને તેની સૂચના પણ આપવામાં આવી નથી.
વેરિફિકેશન અનિવાર્ય પણ કેટલાક કિસ્સાઓમાં જરૂરી હશે
જો કે, આ વેરિફિકેશન અનિવાર્ય નથી, પરંતુ તે કિસ્સાઓમાં જરૂરી હશે જ્યાં ટેક્સ સાથે જોડાયેલા કિસ્સાઓમાં સરકારી ઓળખ પત્ર, પાન કાર્ડ, બેંકોની સાથે શેર કરવામાં આવ્યુ નથી. બેંકો દ્વારા ગ્રાહકોના ચહેરાની ઓળખ કરવાના આ પગલાતી પ્રાઈવેસી સાથે જોડાયેલા કિસ્સાઓની સમજ રાખનારા વિશ્લેષકો થોડા ચિંતિત છે.
એડવોકેટ અને સાઈબર કાયદાના નિષ્ણાત પવન દુગ્ગલે લાઈવ મિંટને કહ્યુ, ‘આ વિશેષ રૂપછી ગોપનીયતા સંબંધી ચિંતાઓમાં વધારો કરે છે. જ્યારે ભારતમાં ગોપનીયતા, સાઈબર સુરક્ષા અને ચહેરાની ઓળખ પર એક મજબૂત કાયદાનો અભાવ છે.’ જો કે, સરકારે કહ્યુ કે, તેઓ 2023ની શરૂઆત સુધી સંસદના નવા પ્રાઈવેસી કાયદાને મંજૂરી મળી જશે.
નામ ન છાપવાની શર્ત પર બે સરકારી અધિકારીઓએ કહ્યુ કે, નવા ઉપાયોનો ઉપયોગ એક નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધારે જમા અને ઉપાડ કરનારા વ્યક્તિઓની ઓળખને જાણવા માટે કરવામાં આવી શકે છે. જ્યાં ઓળખના પ્રમાણ તરીકે આધાર ઓળખ પત્ર આપવામાં આવે છે. કારણ કે જાણકારી સાર્વજનિક નથી.
આધાર કાર્ડમાં એક વ્યક્તિની આંગળીઓના નિશાન, ચહેરો અને આંખોને સ્કેન સાથે એક સંખ્યા હોય છે. ડિસેમ્બરમાં ભારતના નાણા મંત્રાલયે બેંકો પાસેથી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક પત્ર પર ‘આવશ્યક કાર્યવાહી’ કરવા માટે કહ્યુ, જેમાં સૂચન કરવામાં આવ્યુ કે ચહેરાની ઓળખ અને આઈરિસ સ્કેનિંગના માધ્યમથી ચકાસણી કરવામાં આવશે. ખાસ કરીને જ્યાં કોઈ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ પ્રમાણીકરણ નિષ્ફળ થઈ જાય છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર