નવી દિલ્હી : લોકો કોઈપણ વસ્તુ જાણવા માટે Google પર વધુને વધુ નિર્ભર થઈ રહ્યા છે. લોકો નાની મોટી બધી વસ્તુઓને Googleમાં સર્ચ કરે છે. એક જ વસ્તુ ઘણી વખત સર્ચ કરવામાં આવે તો તે ગૂગલ સર્ચમાં ટોપ લિસ્ટ પર (Google top search list)આવી જાય છે. ગૂગલ દ્વારા સૌથી વધુ સર્ચ (Google search)થયેલી વસ્તુઓની યાદ તૈયાર કરવામાં આવે છે.
તાજેતરમાં ગૂગલ દ્વારા ઈયર ઈન સર્ચ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના વાયરસ સર્ચ લિસ્ટમાં ટોપ પર રહ્યો હતો. જોકે, એક શબ્દને સર્ચ કરવાના પ્રમાણમાં 5000 ટકાનો ઉછાળો થયો છે. જેથી આ શબ્દ કંઈક ખાસ હશે તેવું લાગી રહ્યું છે. તો ચાલો, વિશ્વ જે શબ્દ જાણવા માટે મથામણ કરી રહ્યું છે તે શબ્દ કયો છે તે જાણી લઈએ.
દેશ અને દુનિયામાં શેરબજારના વધતા જતા ટ્રેન્ડના કારણે લોકો સ્ટોક માર્કેટ તરફ વધુ આકર્ષિત થયા છે. જેથી 2020માં વૈશ્વિક લોકડાઉન વચ્ચે ગૂગલ પર કેટલાક ટ્રેન્ડિંગ શબ્દોમાં FAANG સ્ટોક શબ્દમાં બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. આ બાબતે ગૂગલના મત મુજબ જે શબ્દને સર્ચ કરવામાં 5000 ટકાથી વધુ વૃદ્ધિ થઈ હોય તેને બ્રેકઆઉટ કહેવામાં આવે છે. FAANG શબ્દની લોકપ્રિયતા ખૂબ વધી હતી. જેથી વિશ્વભરના લોકો (ખાસ કરીને એશિયાના)એ આ શબ્દ અંગે જાણવા માંગતા હતા.
ઉલ્લેખનીય છે કે, FAANG અમેરિકામાં સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓથી બનેલો શબ્દ છે. આ કંપનીઓ રોકાણકારો માટે ફેવરિટ છે. FAANG STOKS ખૂબ લોકપ્રિય થયા છે. આ શબ્દનો ઉપયોગ પાંચ મોટી કંપનીની ઓળખ તરીકે થાય છે.
F – Facebook (ફેસબુક)
A – Amazon (એમેઝોન)
A – Apple (એપલ)
N – Netflix (નેટફ્લિક્સ)
G – Google (હવે તે Alphabet Inc. તરીકે ઓળખાય છે.)
કઈ રીતે થયો શબ્દનો ઉદ્ભવ
FAANG શબ્દનો ઉપયોગ સૌપ્રથમ વખત 2013માં થયો હતો. તે સમયે મેડ મની જિમ ક્રેમરે CNBC પર પોતાના કાર્યક્રમ દરમિયાન આ શબ્દનો પ્રયોગ કર્યો હતો. પણ Applની ખ્યાતિ વધી જતાં તેમાં વધુ એક શબ્દ A જોડી દેવાયો હતો અને ત્યારબાદ આ શબ્દ FANGમાંથી FAANG બની ગયો હતો.
FAANG સૌથી વધુ વખત સર્ચ થવાનું કારણ શું?
કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા Lockdown દરમિયાન વર્ક અને મનોરંજન માટે લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર નિર્ભર હતા. જેના કારણે આ પ્લેટફોર્મની લોકપ્રિયતામાં ખૂબ ઝડપથી વધારો થયો હતો. એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ જેવા OTT પ્લેટફોર્મની માંગ વધી હતી. લોકો ગૂગલ અને ફેસબુક પર વધુને વધુ સમય ગાળતા હતા. જેથી આ પ્લેટફોર્મના શેરમાં ભારે ઉછાળો આવ્યો હતો.
ભારતમાં FAANG લોકપ્રિય થવાનું કારણ શું?
ભારતમાં મોટાભાગની બ્રોકિંગ કંપનીઓએ ફોરેન ટ્રેડ સર્વિસ આપવાનું શરૂ કર્યું તે સમયગાળામાં FAANG કંપનીઓની લોકપ્રિયતામાં વધારો થતો જોવા મળ્યો હતો. એકંદરે ભારતીય રોકાણકારો માટે અમેરિકાના શેર બજારમાં લિસ્ટેડ FAANG સહિતના સ્ટોક ખરીદવાનું સરળ થયું ત્યારે આ શબ્દ વધુ પ્રચલિત બન્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર