નવી દિલ્હી. આસામ (Assam)ના કરીમજંગ જિલ્લાના વતની 31 વર્ષીય મોટર મિકેનિક નુરૂલ હક (Nurul Haque) માટે એક સપનું સાચું પડી ગયું છે. આ મોટર મિકેનિકે પોતાની આકરી મહેનતથી પોતાની જૂની મારૂતિ સુઝુકી સ્વિફ્ટ (Maruti Suzuki Swift)ને ફેમસ ઇટાલિયન સ્પોર્ટ્સ કાર Lamborghiniમાં ફેરવી દીધી છે. જિલ્લાના ભંગા બજાર વિસ્તારમાં ગેરેજ ચલાવનારા નૂરૂલ હકે કહ્યું કે, તેને વિકસિત કરવામાં લગભગ 8 મહિનાનો સમય અને 6 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ આવ્યો છે.
નૂરૂલે કાર રિપેરિંગનું કામ પોતાના પિતા પાસેથી શીખ્યું, જે પોતે પણ કાર મિકેનિક હતા. નાગાલેન્ડના દીમાપુર શહેરમાં તેમનું એક ગેરેજ હતું, જ્યાં તેઓ લગભગ 20 વર્ષ સુધી રહ્યા. નૂરૂલે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં કહ્યું કે તેને હોલિવૂડની ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ ફિલ્મ ઘણી પસંદ છે અને તેઓ હંમેશા Ferrari કે Lamborghini જેવી સ્પોર્ટ્સ કાર ચલાવવા માંગતા હતા.
ગયા વર્ષે લૉકડાઉનના કારણે તેનું કામકાજ બિલકુલ બંધ થઈ ગયું અને તે ઘરમાં કેદ થવા મજબૂર થઇ ગયો. ત્યારે તેણે પોતાની જ Lamborghini જેવી દેખાતી કાર બનાવવાનું વિચાર્યું અને આ તેની પર કામ કરવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે સેકન્ડ હેન્ડ Maruti Swift ખરીદ્યા બાદ યૂટ્યૂબ વીડિયો જોઈને Lamborghini જેવી દેખાતી કારના કેટલાક હિસ્સા બનાવવાનું શરૂ કરી દીધું.
નૂરૂલે કહ્યું કે, પરંતુ મને નહોતી ખબર કે આ કાર બનાવવી આટલી મોંઘી હશે. એન્જિન અને સ્પેર પાર્ટ્સ ખરીદવાથી લઈને ફાઇનલ લુક આપવા સુધી, કુલ ખર્ચ લગભગ 6 લાખ 20 હજાર રૂપિયા થયો. મને ખબર નથી કે આવું નકલી કાર મોડલ બનાવવું લીગલ છે કે નહીં. હું આખા રાજ્યમાં કાર ચલાવવા માંગું છું અને મને આશા છે કે પોલીસ મને નહીં પકડે અને મારી કારને જપ્ત નહીં કરે.
તેણે કહ્યું કે, તે કારને વેચવા માટે તૈયાર છે, પરંતુ એવી જ વ્યક્તિને જે તેની જ જેમ કારને લઈ ભાવુક હોય. નૂરૂલ હવે, આવી જ રીતે Ferrari મોડલ પણ બનાવવા માંગે છે. તેણે કહ્યું કે, હું ટૂંક સમયમાં ફેરારીનું પણ એક મોડલ બનાવવાની યોજના બનાવી રહ્યો છું, પરંતુ આ બધું મારા Lamborghiniના અનુભવ પર નિર્ભર કરે છે. જો સ્થાનિક પ્રશાસન મને આ કારની સવારી કરવાની મંજૂરી આપે છે તો હું આવા જ મોડલ બનાવીશ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર