Home /News /business /અહીં આકાશમાંથી વરસ્યા રૂપિયા, લૂંટવા માટે લોકોમાં અફરાતફરી મચી ગઈ; જુઓ વીડિયો
અહીં આકાશમાંથી વરસ્યા રૂપિયા, લૂંટવા માટે લોકોમાં અફરાતફરી મચી ગઈ; જુઓ વીડિયો
આકાશમાંથી વરસ્યા રૂપિયા
વાસ્તવમાં નોટોનો આ વરસાદ આસમાનથી નહિ પણ એક યુવકે ફ્લાયઓવર પર ચઢીને કરી હતી. બેંગલોરના વ્યસ્ત કે આર માર્કેટમાં એક યુવક મંગળવારે સવારે એક ફ્લાયઓવરથી 10 રૂપિયાની નોટ ફેંકવા લાગ્યો, જેનાથી ત્યાં ગભરાટ ફેલાય ગઈ અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
નવી દિલ્હીઃ તમે રસ્તા પર જઈ રહ્યા હોવ અને અચાનક ઉપરથી નોટોની વરસાદ થવા લાગે તો તમે શું કરશો? ચોકી જશો કે પછી નોટ વિણવામાં લાગી જશો. આવું જ કંઈક બેંગલોકમાં જ્યાં શહેરવી વચ્ચે ભીડભાડવાળા વિસ્તારમાં અચાનક ઉપરથી નોટો પડવા લાગી, જેનાથી ચારે તરફ અફરા-તફરી મચી ગઈ. આ દરમિયાન ઘણી લોકો નોટ વીણવામાં લાગી ગયા, જ્યારે કેટલાક લોકો નિહાળતા રહ્યા.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
વાસ્તવમાં નોટોનો આ વરસાદ આસમાનથી નહિ પણ એક યુવકે ફ્લાયઓવર પર ચઢીને કરી હતી. બેંગલોરના વ્યસ્ત કે આર માર્કેટમાં એક યુવક મંગળવારે સવારે એક ફ્લાયઓવરથી 10 રૂપિયાની નોટ ફેંકવા લાગ્યો, જેનાથી ત્યાં ગભરાટ ફેલાય ગઈ અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
વીડિયોમાં નોટ ફેંકનારો યુવક કાળો કોટ પહેરેલો નજરે આવી રહ્યો છે અને તેના ગળાના એક દિવાલ ઘડિયાળ લટકતી હોય છે. આમાં જોઈ શકાય છે, કે ફ્લાયઓવર પર હાડર લોકો તેમની આસપાસ વિખરાયેલા અને ઉડતા રૂપિયાનો જોઈએ લૂટવા માટે દોડી રહ્યા છે. તેનાથી ફ્લાયઓવર પ થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
જ્યારે યુવક નોટોની થપ્પી ખોલીને તેને ફ્લાયઓવરની નીચે ફેંકી રહ્યો હતો, ત્યારે ત્યાં ઊભેલા લોકો નોટ લૂંટવા લાગ્યા. પછી યુવક બ્રિજની બીજી તરફ જઈને નોટની થપ્પી ખોલીને નોટ ફેંકવા લાગે છે. યુવકને આ રીતે નોટ ફેંકતા જોઈને દરેક કોઈ હેરાન થઈ જાય છે.
સૂત્રો પ્રમાણે, નોટ ફેંકનારા યુવકની ઉંમર 30થી 40 વર્ષની વચ્ચે છે અને હાલ તેની અટકાયત કરવામાં આવી છે. તેણે જણાવ્યું કે, શરૂઆત તપાસથી બહાર આવ્યું કે, તેણે કુલ 3 હજારની કિંમતની 10 રૂપિયાની નોટો ફેંકી. સૂત્રોના અનુસાર, પોલીસને શક છે, કે યુવક માનસિક રીતે અસ્થિર છે. તેમણે કહ્યું કે, મામલાની તપાસ ચાલું છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર