Home /News /business /હવે ગુજરાતમાં સરળતાથી શરૂ કરી શકશો બિઝનેસ, સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

હવે ગુજરાતમાં સરળતાથી શરૂ કરી શકશો બિઝનેસ, સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

સરળતાથી શરૂ કરી શકશો બિઝનેસ

ગુજરાત સરકાર નાના વ્યવસાયિકોને ગુજરાતની જુદી-જુદી GIDCમાં યૂનિટ લગાવવા માટે જે પ્લાન્ટ આપવામાં આવે છે. તે ઓનલાઈન ડ્રો દ્વારા કરવાની શરૂઆત કરી છે. હવે ઘણા વ્યવસાયિકોને પ્લોટ મળ્યા છે.

 • CNBC
 • Last Updated :
 • New Delhi, India
  નવી દિલ્હીઃ ગુજરાત નાના નાના ઉદ્યોગોને કારણે આજે ઈન્ડસ્ટ્રી ગ્રોથમાં દેશમાં અવ્વલ છે. આજે પણ ગુજરાત સરકાર MSME'S ને પ્રોત્સાહન આપવા માટે દરેક પ્રયાસ કરી રહી છે. ગુજરાત સરકાર નાના વ્યવસાયિકોને ગુજરાતની જુદી-જુદી GIDCમાં યૂનિટ લગાવવા માટે જે પ્લાન્ટ આપવામાં આવે છે. તે ઓનલાઈન ડ્રો દ્વારા કરવાની શરૂઆત કરી છે. હવે ઘણા વ્યવસાયિકોને પ્લોટ મળ્યા છે.

  ગુજરાતમાં હાલમાં 224 GIDC એસ્ટેટ હયાત છે, જે 40 હજાર એકરમાં ફેલાયેલા છે. રાજકોટની પાસે ખીરસરા GIDC માં 61 પ્લોટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી અને સામે 558 ઉદ્યોગકારોએ પ્લાન્ટ માટે અરજી કરી હતી. ગાંધીનગરમાં જ સરકારે ઓનલાઈન ડ્રો માટે આ પ્રક્રિયા પૂરી કરીને 161 MSMEને પ્લાન્ટ આવંટિત કર્યા. તેની ખાસ વાત એ છે કે, પૂરી પ્રક્રિયા ઓનલાઈન રહી, જેથી કોઈને પણ અન્યાય ન થાય.

  આ પણ વાંચોઃ આનંદ મહિન્દ્રા વારંવાર જુએ છે આ એક વીડિયો, જોઈને તમારું પણ જીવન બદલાઈ જશે

  ડ્રોની સંપૂર્ણ પ્રક્રિયા 21 દિવસમાં પૂર્ણ


  આમ તો એવી ધારણા છે કે, સરકારી કામ કરાવવામાં ઘણો સમય લાગે છે, પરંતુ આ ડ્રો 21 દિવસમાં જ પૂરો કરી લેવામાં આવ્યો, જેમાં અરજીથી લઈને ફાળવણી સુધીની તમામ બાબતો સામેલ છે.

  રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યુ કે, રાજ્ય સરકારે લઘુ અને મધ્યમ ઉદ્યમોના સમગ્ર વિકાસ માટે એક દ્રઢ સંકલ્પ અને સમયબદ્ધ યોજના બનાવી છે. રાજ્ય સરકાર હજુ સુધી 8 ડ્રોના માધ્યમથી 1778 ઉદ્યોગોને ઔદ્યોગિક પ્લોટની ફાળવણી કરીને પારદર્શિતાનો દાખલો બેસાડ્યો છે.

  આ પણ વાંચોઃ ફાઈઝરમાં પુરૂષ કર્મચારીઓને પિતા બનવા પર મળશે 3 મહિનાની રજા

  ગુજરાતના વર્તમાન ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત આ પહેલાની સરકારમાં જીઆઈડીસીના ચેરમેન રહી ચૂક્યા છે અને ત્યારથી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા લઘુ અને મઘ્યમ ઉદ્યોગ માટે પ્લોટની ફાળવણી શરૂ કરી હતી.

  ઉદ્યોગ મંત્રી બલવંત સિંહે કહ્યુ કે, ‘આજે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જી-20ના અધ્યક્ષ છે. આ સંગઠન દુનિયાની જીડીપામાં 85 ટકા હિસ્સાથી વધારેનું આર્થિક યોગદાન આપી રહ્યું છે. એવામાં રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે કે, ગુજરાતના ઉદ્યોગ પણ ભારતની જીડીપીમાં 1 ટ્રિલિયન ડોલરનું યોગદાન આપે.’


  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જીઆઈડીસી કમિટીના ચેરમેન અજીત શાહે જણાવ્યુ કે, ‘સરકારના આ પ્રકારના પારદર્શી પ્રયાસથી નાના ઉદ્યોગો જલ્દીથી તેમના પ્લાન્ટ લગાવી શકે છે અને નિશ્ચિમ મર્યાદામાં ઉત્પાદન પણ શરૂ કરી શકે છે.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news in gujarati, Business Startup, Gujarat Government

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन