Home /News /business /હવે ભવિષ્ય માટે 3 કરોડનું ફંડ બનાવવું હવે એકદમ સરળ, બસ આ રીતે કરો રોકાણ
હવે ભવિષ્ય માટે 3 કરોડનું ફંડ બનાવવું હવે એકદમ સરળ, બસ આ રીતે કરો રોકાણ
ભવિષ્ય માટે ફંડ બનાવવું એકદમ સરળ
મ્યુચ્યુઅલ ફંડમાં બજારની ઓછી જાણકારી રાખતા લોકો માટે એસઆઈપીના માધ્યમથી રોકાણ કરવું સારો અને સુરક્ષિત વિકલ્પ છે. જો બજાર સ્થિર છે અને ભવિષ્યમાં ઉપર જવાના આસાર છે, તો લાર્જ કેપ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક થઈ શકે છે.
નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળામાં રોકાણ માટે સૌથી સારો અને સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતો રોકાણનો વિકલ્પ છે. જેણે રોકાણના મામલે સતત સારું પ્રદર્શન કર્યુ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન માત્ર રોકાણકારોને લાંબાગાળા માટે મોટા ફંડનું નિર્માણ કરવામાં મદદ કરે છે પણ, તેમને સારો પોર્ટફોલિયો પણ પ્રદાન કરે છે. સૌથી સસ્તી યોજનાઓમાંથી એક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી છે, જેમાં રોકાણકાર માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં બજારની ઓછી જાણકારી રાખતા લોકો માટે એસઆઈપીના માધ્યમથી રોકાણ કરવું સારો અને સુરક્ષિત વિકલ્પ છે. જો બજાર સ્થિર છે અને ભવિષ્યમાં ઉપર જવાના આસાર છે, તો લાર્જ કેપ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક થઈ શકે છે. જો તમે 20 વર્ષોમાં 3 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માંગો છો, તો તેના માટે તમારી માસિક એસઆઈપીની રકમ કેટલી હોવી જોઈએ અને તમારે કઈ ફંડ કેટેગરીને પસંદ કરવી જોઈએ?
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે, 20 કે તેથી લાંબા ગાળામાં સંપત્તિ બનાવવા માટે રોકાણકારોએ ઈક્વિટી-લાર્જ કેપ ફંડ કે ઈક્વિટી ઈન્ડકેક્સ ફંડમાં રોકાણ કરવા પર વિચાર કરવો જોઈએ. ઈક્વિટી એક્સપોઝર હોવાથી તે મ્યુચ્યુઅલ ફંડોવી તુલનામાં વધારે વળતર આપે છે.
દર મહિને કેટલા રૂપિયાનું રોકાણ કરવું કે બની જાય 3 કરોડનું ફંડ
માની લો, જો કોઈ વ્યક્તિ 20 વર્ષોના કાર્યકાળમાં 3 કરોડ રૂપિયાનું ફંડ જમા કરવાની યોજના બનાવી રહ્યો છે, તો પ્રતિ મહિને લગભગ 30 હજાર રૂપિયાની એસઆઈપી શરૂ કરવાની આવશ્યકતા છે.
જો કોઈ તેની માસિક એસઆઈપીને દર વર્ષે 10 ટકા વધારે છે, તો 30 હજાર માસિકની સાથે રોકાણ શરૂ કરવાની જગ્યાએ, તમે પ્રતિ મહિને 16 હજારની ઓછી રકમથી પણ શરૂ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીએ ગત 10 વર્ષોમાં 13.15 ટકા સીજીઆર આપ્યો છે અને આ સમયગાળામાં એસ એન્ડ પી બીએસઈ 100 ટીઆરઆઈ ઈન્ડેક્સે 13.28 ટકા સીજીઆર આપ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડમાં ત્યારે નુકસાન થાય છે, જ્યારે શેરબજારમાં ઘટાડો આવે છે. મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકોએ બજાર પર નજર રાખવી જોઈએ, જો શેરબજાર તેની પીકથી 20 ટકા ઘટે તો લાર્જકેપથી મિડકેપમાં સ્વિચ કરી દેવું જોઈએ. તેનું કારણ છે કે, મોટી કંપનીના શેર 20-30 ટકા તૂટશે જ્યારે નાની અને મધ્યમ કંપનીના શેર 50-60 ટકા સુધી ઘટી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર