Home /News /business /31 માર્ચ પહેલા PANને આધાર કાર્ડ સાથે જોડવું જરૂરી, આ રીતે ઘરે બેઠા જ કરી દો લિંક

31 માર્ચ પહેલા PANને આધાર કાર્ડ સાથે જોડવું જરૂરી, આ રીતે ઘરે બેઠા જ કરી દો લિંક

ઘરે બેઠા જ કરી દો લિંક

દેશમાં દરેક નાગરિકની ઓળખ અને સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે ઉપયોગી આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. જો કે, સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું અનિવાર્ય કરી દીધું છે અને આ કામ 1 એપ્રિલ 2023 પહેલા કરાવવું જરૂરી છે.

    નવી દિલ્હીઃ વર્તમાન સમયમાં પાન કાર્ડ ઘણો મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. પાન કાર્ડ દ્વારા તમે તમારા નાણાકીય વ્યવહાર કરી શકો છો. આટલું જ નહિ, દર વર્ષે ઈનકમ ટેક્સ વળતર ભરવા માટે પણ પાન કાર્ડની જરૂર પડે છે. પરંતુ તેના સિવાય અન્ય એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે સૌથી જરૂરૂ છે, તે આધાર કાર્ડ. દેશમાં દરેક નાગરિકની ઓળખ અને સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે ઉપયોગી આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. જો કે, સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું અનિવાર્ય કરી દીધું છે અને આ કામ 1 એપ્રિલ 2023 પહેલા કરાવવું જરૂરી છે.

    1 એપ્રિલ સુધી ન કરાયું લિંક તો થશે મોટું નુકસાન


    જો 31 માર્ચ 2023 પહેલા પાન અને આધાર કાર્ડ લિંક ન કરાવ્યુ તો મોટી મુશ્કેલી થઈ શકે છે. જો પાન અને આધાર કાર્ડ લિંક નહિ હોય તો, પાન કાર્ડને નિષ્ક્રિય માનવામાં આવશે. એવામાં ન તો તમે ઈનકમ ટેક્સ રિટર્ન ભરી શકશો અને ન તો કોઈ નાણાકીય વ્યવહાર કરી શકશો. આટલું જ નહિ, તમને બેંક ખાતું ખોલાવવામાં પણ મુશ્કેલી આવી શકે છે.

    આ પણ વાંચોઃ સૌથી મોટી ખનીજ ઉત્પાદક કંપની રોકાણકારોમાં વહેંચશે 5,000 કરોડનો નફો, દરેક શેર પર થશે 650%નો ફાયદો

    જો કે હવે પાન અને આધાર કાર્ડને લિંક કરાવવા માટે તમારે 1,000 રૂપિયા દંડ ભરવો પડશે. ગેરજવાબદારીને જોતા સરકારે પાન-આધાર કાર્ડ લિંક કરવા માટે 1,000 રૂપિયાનો દંડ લગાવ્યો છે.

    આવી રીતે લિંક કરાવી શકો છો PAN-Aadhaar


    - ઈનકમ ટેક્સની ઈ-ફાઈલિંગ પર જાઓ
    - ડાબી બાજુમ ક્વિક લિંકનું ઓપ્શન મળશે
    - લિંક આધાર ઓપ્શન પર ક્લિક કરો
    - PAN-Aadhaar નંબર સબમિટ કરો.
    - જાણકારી ભરવા માટે OTP આવશે.
    - OTP દાખલ કર્યા પછી તમારો આધાર-પાન લિંક થઈ જશે.

    આ પણ વાંચોઃ ક્રિકેટની વૈશ્વિક સંસ્થા ICC સાથે Online Fraud, સ્કેમર્સે 20 કરોડનું બલૂન ફેરવી દીધું


    PAN-Aadhaar લિંક સ્ટેટસ કેવી રીતે ચેક કરવું


    - www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
    - Quick Links પર જઈને Link Aadhaar પર જાઓ.
    - નવું પેજ ખુલશે, તેના પર હાઈપરલિકં હશે, જેના પર લખ્યું હશે, તમે પહેલાથી જ આધાર લિંક કરવાની વિનંતિ કરી ચૂક્યા છો. તો સ્ટેટસ જાણવા માટે અહીં ક્લિક કરો.
    - આ હાઈપર લિંક પર ક્લિક કરીને તમારે પાન અને આધાર કાર્ડની વિગતો ભરવાની હશે.
    - View Link Aadhaar Status પર ક્લિક કરો.
    - ક્લિક કર્યા પછી તમને પાન અને આધારના લિંકનું સ્ટેટસ ખબર પડી જશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Aadhar card, Business news, Pan card, SBI PAN-AADHAR Link

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन