નોકરીમાં ગ્રેચ્યુઇટીની પાત્રતા ક્યારે મળે છે? આ નિયમને જાણવો ખૂબ જરૂરી

પ્રતિકાત્મક તસવીર

વર્તમાન જોગવાઈ મુજબ કર્મચારીને ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કરવાની જરૂર હોય છે. સામાન્ય રીતે કર્મચારી છોડી દે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે અથવા નિવૃત્ત થાય ત્યારે આ રકમ ચૂકવવામાં આવે છે.

  • Share this:
પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુઇટી એક્ટ તમામ ફેક્ટરીઓ, ખાણો, ઓઇલ ફિલ્ડ્સ, બંદરો અને રેલવેને લાગુ પડે છે. આ ઉપરાંત આ એક્ટ 10 કે તેથી વધુ લોકોને રોજગારી આપતી સંસ્થાઓને પણ લાગુ પડે છે. ગ્રેચ્યુઇટી સંસ્થા અથવા એમ્પ્લોયર દ્વારા કર્મચારીને ચૂકવવામાં આવતી રકમ છે. વર્તમાન જોગવાઈ મુજબ કર્મચારીને ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કરવાની જરૂર હોય છે. સામાન્ય રીતે કર્મચારી છોડી દે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે અથવા નિવૃત્ત થાય ત્યારે આ રકમ ચૂકવવામાં આવે છે. કોઈ કર્મચારી અકસ્માતને કારણે મૃત્યુ પામે તો તેના નોમિનીને ગ્રેચ્યુઇટી મળે છે.

નવા લેબર કોડ હેઠળ આ નિયમમાં ફેરફાર થવાની અપેક્ષા છે. જેમાં નોકરીનું 1 વર્ષ પૂર્ણ થયા પછી કર્મચારી ગ્રેચ્યુઇટી માટે પાત્ર રહેશે. આ બાબતે Livemint.comના અહેવાલ પ્રકાશિત થયો છે. જેમાં 4.4 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ગ્રેચ્યુઇટી મળે કે નહીં? તે અંગે જાણકારી આપવામાં આવી છે.

અહેવાલ મુજબ ભૂતા શાહ એન્ડ કો.ના ભાગીદાર જય જાવરી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે, વર્તમાન જોગવાઈઓ અનુસાર પાંચ વર્ષની સેવા પૂર્ણ થયા પછી ગ્રેચ્યુઇટી ચુકવણી થઈ શકે છે. આ નિયમમાં ફેરફાર થશે. નોકરીનું 1 વર્ષ પૂર્ણ થયા પછી કર્મચારી ગ્રેચ્યુઇટી માટે પાત્ર રહેશે. પરંતુ તેની અમલવારી 1 ઓક્ટોબર સુધી મુલતવી છે. જે આવતા નાણાંકીય વર્ષના પ્રારંભ સુધી મુલતવી રહી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન નિયમો હેઠળ જો કોઈ વ્યક્તિ 1 વર્ષ અથવા 6 મહિના સુધી સતત નોકરીમાં હોય તો પણ તે નિર્ધારિત સમયગાળા માટે ગ્રેચ્યુઇટી ચુકવણી મેળવવા પાત્ર રહે છે. જોકે, જે તારીખ પહેલા ગણતરી કરવામાં આવનાર છે, તેના સંદર્ભમાં ઓછામાં ઓછા 190 દિવસ અને 95 દિવસ સુધી કામ કર્યું હોવુ જોઈએ. ગણતરીની તારીખ અને કામના દિવસોની ગણતરીની શરતોનું પાલન કરવું પડે છે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછા 4 વર્ષ અને 190 દિવસ નોકરી ન કરી હોવાથી કર્મચારી ગ્રેચ્યુઇટીને પાત્ર ગણાય નહીં.
Published by:kiran mehta
First published: