Home /News /business /કમ્પલીટ સર્કલના CIO ગુરમીત ચઢ્ઢાએ કરી આગાહી, આગામી બે-ત્રણ મહિનામાં આ શેર આપી શકે સારા પરિણામ

કમ્પલીટ સર્કલના CIO ગુરમીત ચઢ્ઢાએ કરી આગાહી, આગામી બે-ત્રણ મહિનામાં આ શેર આપી શકે સારા પરિણામ

આ શેર આપી શકે સારા પરિણામ

Invetsment Tips: આવનારા બે ત્રણ ક્વોટર્સમાં બેંક શેરના પરિણામ સારા આવશે. મોટી બેન્કના શેર્સ સાથે જ કેટલીક નાની બેંક પણ હવે ગ્રોથ તરફ જણાઈ રહી છે. તેમને પણ તેમની બેલેન્સ શીટ સાફ કરી લીધી છે. તે સિવાય ઓટો, હાઉસિંગ અને આઇટી ના શેરમાં રોકાણ કરવાથી પણ સારી કમાણી થવાની શક્યતા છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ નિફ્ટી આજે ઓલ ટાઈમ હાઈ જણાયું હતું. હવે અહીંથી આગળ કઈ શક્યતાઓ ઘડાશે આ સવાલનો જવાબ આપતા કમ્પલીટ સર્કલ (Complete Circle)ના મેનેજિંગ પાર્ટનર CIO ગુરમીત ચઢ્ઢાએ કહ્યું હતું કે, માર્કેટમાં ઘણીવાર સરપ્રાઈઝ મળતી હોય છે. આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે. આ એક ખૂબ જ હિટ રેલી હતી. ઘણા લોકો તેનો હિસ્સો બની શક્યા નહીં. આ રેલીમાં રિટેલની ભાગીદારી વધારે રહી હતી. જ્યારે પણ 22-23માં અર્નિંગ મલ્ટીપલ થાય છે, ત્યારે આપણે થોડું સાવચેત થઈ જવું જોઈએ. આ સ્થિતિમાં આપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પોકેટમાં ઓવરબોટ તો નથી થઈ રહ્યાને, ધ્યાન રાખવું જોઈએ કે યુએસ ફેડે કહ્યું છે કે "અમે વ્યાજ દરોમાં વધારાની ગતિને ઘટાડીશું એને એમ નથી કહ્યું કે અમે તેને રોકી દઈશું." જોકે ગુરમિતનું એ પણ માનવું છે કે જાન્યુઆરીથી મોંઘવારી પણ ઓછી થતી જણાય છે.

  આવતા બે ત્રણ મહિનાના બેંકિંગ શેર્સના પરિણામો સારા રહેશે


  ગુરમીતનું કહેવું છે કે, બજારમાં સંતુલીત અભિગમ રાખવો યોગ્ય રહેશે. બેંક શેર તેમને અત્યારે સારા લાગી રહ્યા છે. આવનારા બે ત્રણ ક્વોટર્સમાં બેંક શેરના પરિણામ સારા આવશે. મોટી બેન્કના શેર્સ સાથે જ કેટલીક નાની બેંક પણ હવે ગ્રોથ તરફ જણાઈ રહી છે. તેમને પણ તેમની બેલેન્સ શીટ સાફ કરી લીધી છે. તે સિવાય ઓટો, હાઉસિંગ અને આઇટી ના શેરમાં રોકાણ કરવાથી પણ સારી કમાણી થવાની શક્યતા છે. એવામાં આ સેક્ટરોના સારા શેરમાં રોકાણ કરી શકાય છે. આઇટીમાં કેટલાક રોકાણ અત્યારે કરી દેવા જોઈએ અને કેટલાક જાન્યુઆરીમાં મેનેજમેન્ટ વિશે સાંભળ્યા બાદ કરવા જોઈએ.

  આ પણ વાંચોઃ  આ IPOના રોકાણકારોને તો જલસા જ જલસા! 435 વખત થયો સબસ્ક્રાઈબ; 75% ના ફાયદા સાથે થઈ શકે લિસ્ટ

  આગળ કહ્યું કે ચીનમાં લોકડાઉનથી સપ્લાય ચેઇન પર અસર તો પડી છે હવે જો ચાઇના લાકડાઉનમાંથી બહાર આવે છે તો સપ્લાયની સુવિધામાં સુધાર આવશે. મેટલને તો અનુકૂળ મોટો ફાયદો થશે અને ગ્લોબલ દૃષ્ટિએ પણ આ ખૂબ સારું રહેશે.

  ગુરમીતના પસંદગીના શેર્સ


  તેમણે આગળ જણાવ્યું કે SBI અત્યારે ગ્રોથ કરી રહી છે. આગળ SBI અને SBI કાર્ડમાં કમાણી થવાની આશા છે. નવા જમાનાની ઇન્ટરનેટ આધારિત કંપનીઓ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે ન્યુ એજ કંપનીઓમાં રોકાણ માટે તેઓ હજી રાહ જોવાનો વિકલ્ પસંદ કરશે. જો કે આ સ્ટોક પણ વ્યવસ્થિત રીતે ચાલતો હોય છે અને તેનું અત્યારે વેલ્યુએશન ખૂબ આકર્ષક છે.

  આ પણ વાંચોઃ આજે સતત પાંચમાં સત્રમાં બજારમાં જોવા મળી શકે તેજી, એક્સપર્ટે કહ્યુ, ‘આ શેરમાં કમાણીના ચાન્સ’

  FMCGમાં ગુરમીતને બ્રિટાનિયા(Britannia), ટાટા કન્ઝ્યુમર(Tata Consumer) વરૂણ બેવરેજ અને અદાણી વિલ્મર(Adani Wilmer) પસંદ છે

  તેમજ આઇટી(IT)માં ચઢ્ઢાને ઇન્ફોસીસ(Infosys), KPIT, ટાટા એલેક્સી અને પરસીસ્ટન્ટ(Persistent) પસંદ છે.

  બેન્કિંગ અને ફાઇનાન્સમાં તેમને SBI, SBI Cards પસંદ છે. તેજ પ્રમાણે ઓટોમાં તેમને TVS મોટર્સ અને M&M પસંદ છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment tips, Stock market

  विज्ञापन
  विज्ञापन