Marriage increment: લગ્ન થતાની સાથે જ પગાર વધારી આપે છે આ આઈટી કંપની! વર્ષમાં બે વખત આપે છે ઇન્ક્રીમેન્ટ
Marriage increment: લગ્ન થતાની સાથે જ પગાર વધારી આપે છે આ આઈટી કંપની! વર્ષમાં બે વખત આપે છે ઇન્ક્રીમેન્ટ
લગ્ન માટે ખાસ ઇન્ક્રીમેન્ટ
Marriage increment: મદુરાઈની આઈટી કંપની કર્મચારીના સારા પ્રદર્શન પર વર્ષમાં બે વખત પગાર વધારો આપે છે. કર્મચારીના લગ્ન થાય ત્યારે પણ પગાર વધારો આપે છે. કંપની જીવનસાથી શોધવામાં પણ કર્મચારીની મદદ કરે છે.
નવી દિલ્હી: કર્મચારીઓ દર વર્ષ એપ્રિલ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે આ મહિનો અપ્રાઇઝલનો હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ કંપની લગ્ન થવા પર પણ અપ્રાઇઝલ (Marriage Increment) આપે છે! વિચારવામાં કદાચ આ સપના જેવું લાગે પરંતુ એક કંપની હકીકતમાં આવું કરી રહી છે. તમિલનાડુના મદુરાઈમાં આવેલી IT કંપની Sri Mookambika Infosolutions પોતાના કર્ચચારીઓ માટે ફ્રી મેચ મેકિંગ સર્વિસ (Match-Making Services) આપે છે. આ ખાસ સેવાનો હેતું એવો છે કે સારા કર્મચારીઓ નોકરી છોડીને ન જાય. કંપની પોતાના કર્મચારીઓને લગ્ન કરવા પર પણ અપ્રાઇઝલ (પગાર વધારો) આપે છે. આ કંપની કર્મચારીના પ્રદર્શનના આધારે વર્ષમાં બે વખત પગાર વધારો આપે છે. કંપનીના સ્થાપકનું કહેવું છે કે કર્મચારીના દિમાગમાં નોકરી છોડવાનો વિચાર આવે તે પહેલા જ અમે તેમને તેમના હક આપીએ છીએ.
કંપનીના 750થી વધારે કર્મચારી
Sri Mookambika Infosolutions કંપનીમાં 750 કર્મચારી કામ કરે છે, જેમાંથી 40 ટકાથી વધારે કર્મચારીઓ એવા છે જેઓ કંપની સાથે પાંચ કરતા વધારે વર્ષથી જોડાયેલા છે. વર્ષ 2006માં તમિલનાડુના શિવાકાશીથી આ કંપનીની શરૂઆત થઈ હતી. બાદમાં કંપની ધીમે ધીમે મોટી થવા લાગી હતી. જે બાદમાં કંપનીના મેનેજમેન્ટે તેને મદુરાઈમાં ખસેડી હતી.
2006ના વર્ષમાં શરૂ કરવામાં આવ્યું મેરેજ ઇન્ક્રીમેન્ટ
SMI કંપની તરફથી સૌપ્રથમ વખત 2006ના વર્ષમાં તેમના કર્મચારીઓ માટે મેરેજ ઇન્ક્રીમેન્ટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જે બાદમાં આ કંપનીએ મેચ મેકિંગ સેવા પણ શરૂ કરી હતી. જે બાદમાં કંપનીએ વર્ષમાં બે વખત તમામ કર્મચારીઓનો પગાર વધારવાની શરૂઆત કરી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે પ્રથમ વખત છ ટકા અને બીજી વખત આઠ ટકા પગાર વધારો કરવામાં આવે છે. કંપનીના સ્થાપક સ્લેવગણેશ (Selvaganesh) કહે છે કે તેમના અનેક કર્મચારીઓ વર્ષોથી તેમની સાથે છે. ભરતી એવું કહીને ન કરી શકાય કે તેઓ બીજી કંપનીમાં નહીં જાય પરંતુ ભરતી થયા બાદ તેમને નોકરી છોડવાનો વિચાર આવે તે પહેલા જ અમે તેમને તેમના હક આપીએ છીએ. તેમણે કહ્યુ કે, કર્મચારીઓને કોઈ મુશ્કેલી હોય તો તેઓ સીધો જ મારો સંપર્ક કરે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર