નવી દિલ્હીઃ પ્લાસ્ટિક વેસ્ટ કંપની માટે સસ્ટેનેબલ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરનારું ફર્મ ResGenનો આઈપીઓ આવવાનો છે. આ આઈપીઓ 28 ફેબ્રુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો આમાં 2 માર્ચ 2023 સુધી રૂપિયા લગાવી શકશે. કંપનીના શેરો BSE SME પર લિસ્ટ થવાની આશા છે. આ આઈપીઓ માટે 45-47 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ રાખવામાં આવ્યો છે.
IPOની વિગતો
આ આઈપીઓ હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરો માટે ઈશ્યૂ સાઈઝ 28.20 કરોડ છે. કંપની તેના દ્વારા 28.20 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. આ આઈપીઓ હેઠળ પૂરી રીતે ફ્રેશ શેર બહાર પાડવામાં આવશે, એટલે કે આમાં ઓફર ફોર સેલ નથી.
ResGen પાયરોલિસિસ ઓઈલ બનાવે છે. જે વેલ્ટ પ્લાસ્ટિકથી બનેલા ફર્નેસ ઓઈલનો વિકલ્પ છે. કંપની ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટસ પર ભાર આપવા માંગે છે. તેની સ્થાપના વર્ષ 2018માં થઈ હતી. કંપનીનું હેડક્વાટર મુંબઈમાં છે. કંપનીનું ફોકસ પર્યાવરણ સેવિંગ પ્રોજેક્ટ પર છે.
કંપનીના પ્રમોટર કરણ અુતલ બોરા અને કૃણાલ અતુલ બોરા છે. આ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સની તારીખની અનુસાર, પ્રમોટરોની પાસે કુલ 1,35,14,060 ઈક્વિટી શેર છે. કંપનીની 90.24 ટકા હિસ્સેદારી તેમની પાસે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર