Uniparts India IPO: આજે એક નવો ઈશ્યૂ ખુલી રહ્યો છે. એન્જિનિયર્ડ સિસ્ટમ્સ મેન્યુફેક્ચર કંપની Uniparts Indiaનો ઈશ્યૂ 30 નવેમ્બરે ખુલીને 2 ડિસેમ્બરે બંધ થઈ જશે. Uniparts Indiaએ તેના આઈપીઓ માટે 548-577 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈસ બેંન્ડ નક્કી કરી છે. કંપનીનો ઈશ્યૂ પૂરી રીતે ઓફર ફોર સેલ છે.
નવી દિલ્હીઃ આજે એક નવો ઈશ્યૂ ખુલી રહ્યો છે. એન્જિનિયર્ડ સિસ્ટમ્સ મેન્યુફેક્ચર કંપની Uniparts Indiaનો ઈશ્યૂ 30 નવેમ્બરે ખુલીને 2 ડિસેમ્બરે બંધ થઈ જશે. Uniparts Indiaએ તેના આઈપીઓ માટે 548-577 રૂપિયા પ્રતિ શેરની પ્રાઈસ બેંન્ડ નક્કી કરી છે. કંપનીનો ઈશ્યૂ પૂરી રીતે ઓફર ફોર સેલ છે. તેનો અર્થ છે કે, કંપની તેના આઈપીઓ હેઠળ કોઈ પણ નવા શેર જારી કરી રહી નથી. પરંતુ, આઈપીઓમાં સામેલ બધા જ 1.44 કરોડ શેરોને તેના પ્રમોટરો અને વર્તમાન શેરધારકો તરફથી વેચાણ માટે રાખવામાં આવ્યા છે.
Uniparts India એ એન્કર રોકાણકારો પાસેથી 250.68 કરોડ રૂપિયા એકત્રિત કર્યા
આ પહેલા 29 નવેમ્બરના રોજ કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 250.68 કરોડ રૂપિયા મેળવ્યા છે. બીએસઈને આપવામાં આવેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યુ કે, તેણે એન્કર રોકાણકારોને 43.44 લાખ શેર જારી કર્યા હતા. કંપનીએ 577 રૂપિયાના ભાવથી શેર આવંટિત કર્યા છે.
બ્રોકરેજ ફર્મ કેઆર ચોકસીએ યૂનિપાર્ટસ ઈન્ડિયાના આઈપીઓને સબસ્ક્રાઈબ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે કહ્યુ કે,‘ઈન્ડસ્ટ્રી વૃદ્ધિની સંભાવના, યૂનિપાર્ટસથી જુદી-જુદી પ્રોડક્ટ, ફોકસ વાળા માર્કેટમાં કંપનીનો વિસ્તાર અને વેલ્યુ એડિશન પર વધારે ધ્યાન જેવા પરિબળોને જોતા અમે યૂનિપાર્ટસ ઈન્ડિયા લિમિટેડના આઈપીઓને સબસક્રાઈબ કરવાની સલાહ આપી છે.’
યૂનિપાર્ટસ ઈન્ડિયા 7 ડિસમ્બરે તેના શેરોનું 7 અલોટમેન્ટ કરશે. જે રોકાણકારોને શેર મળ્યા નથી, તેમના ખાતામાં 8 ડિસેમ્બર સુધી રકમ પરત આવી જશે. જ્યારે અલોટમેન્ટમાં સફળ રોકાણકારોના ડિમેટ ખાતામાં 9 ડિસેમ્બર સુધી શેર ક્રેડિટ થઈ જશે. કંપની 12 ડિસેમ્બરે તેના શેરોને બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરી શકે છે.
Uniparts India શેનો બિઝનેસ કરે છે?
યૂનિપાર્ટસ ઈન્ડિયા, એન્જિનિયર્ડ સિસ્ટમ્સ અને સોલ્યૂશન્સ બનાવનારી એક ગ્લોબલ કંપની છે. જેની 25થી વધારે શાખાઓ દેશમાં ઉપલબ્ધ છે. તે અગ્રીકલ્ચર, કંન્સટ્રક્શન, ફોરેસ્ટી અને માઈનિંગમાં ઓફ-હાઈવે બજાર માટે સિસ્ટમ અને કમ્પોનેન્ટ,ની સૌથી મોટી સપ્લાયર્સ હોવાનો દાવો કરે છે. કંપની પ્રોડક્ટ બનાવવાથી લઈને તેની સપ્લાઈ સુધી બધા જ કામોની દેખરેખ રાખે છે અને તેની વેલ્યુ ચેઈનના બધા જ ભાગોમાં ઉપસ્થિત છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર