Home /News /business /MOU: ભારતમાં સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા ISRO અને Microsoftનો સહિયારો પ્રયાશ

MOU: ભારતમાં સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા ISRO અને Microsoftનો સહિયારો પ્રયાશ

ભારતમાં સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સના વિકાસને પ્રોત્સાહન આપવા માટે MoU પર હસ્તાક્ષર.

Space Tech Start-Ups: બંને કંપનીના સહયોગથી ભારતમાં સૌથી વધુ આશાસ્પદ સ્પેસ ટેક ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોની બજારની સંભાવનાનો ઉપયોગ કરવાના ઈસરોના વિઝનને મજબૂત બનાવવાની અપેક્ષા છે.

    Space Tech Start-Ups: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને માઈક્રોસોફ્ટે ભારતમાં સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સના વિકાસને પ્રોત્સાહન આપવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા. એમઓયુનો હેતુ દેશભરના સ્પેસ ટેક સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરવાનો છે. આ સહયોગ એવા સમયે આવ્યો છે જ્યારે માઈક્રોસોફ્ટના પ્રમુખ અને સીઈઓ સત્ય નડેલા 'માઈક્રોસોફ્ટ ફ્યુચર રેડી ટેક્નોલોજી સમિટ'માં ભાગ લેવા માટે આવ્યા છે.

    માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે સહયોગનો હેતુ ભારતમાં સૌથી વધુ આશાસ્પદ અવકાશ ટેક્નોલોજી ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોની બજાર સંભવિતતાનો ઉપયોગ કરવાના ઇસરોના વિઝનને મજબૂત કરવાનો છે.

    આ પણ વાંચો:Shark Tank India: પાટીલ કાકીના નાસ્તાના બિઝનેસમાં ભાગ લેવા લડી પડ્યા ચાર શાર્ક, જાણો મુંબઈની ગીતા પાટીલની કહાણી

    માઈક્રોસોફ્ટના સહયોગથી ફાયદો થશે


    ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું કે, માઈક્રોસોફ્ટ સાથે સ્પેસ એજન્સીનો સહયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ જેવી અત્યાધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિવિધ એપ્લિકેશનો માટે મોટી માત્રામાં સેટેલાઇટ ડેટાના વિશ્લેષણ અને પ્રક્રિયામાં સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સને ઘણો ફાયદો થશે.



    માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અનંત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “ભારતમાં સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સ ટેક્નોલોજીની શક્તિ સાથે દેશની સ્પેસ ક્ષમતાઓને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અવકાશમાં શું શક્ય છે તેના આ પરિવર્તનને વેગ આપવા માટે અને અમારા ટેક્નોલોજી ટૂલ્સ, પ્લેટફોર્મ્સ અને માર્ગદર્શનની તકો પ્રદાન કરવા માટે અમે ISRO સાથે સહયોગ કરીને ખુશ છીએ.’’
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, ISRO satellite launch, Microsoft, Start up

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन