Home /News /business /યુપીમાં 500 કરોડના ખર્ચે ફ્રોઝન પોટેટો - ફ્રેન્ચ ફ્રાઈસ યુનિટ સ્થાપશે ગુજરાતની ઇસ્કોન બાલાજી ફૂડ્સ કંપની

યુપીમાં 500 કરોડના ખર્ચે ફ્રોઝન પોટેટો - ફ્રેન્ચ ફ્રાઈસ યુનિટ સ્થાપશે ગુજરાતની ઇસ્કોન બાલાજી ફૂડ્સ કંપની

હવે યુપીમાં રુ. 500 કરોડનો પ્લાન્ટ સ્થાપશે અમદાવાદની આ ફૂડ કંપની

ગુજરાતની ઇસ્કોન બાલાજી ફૂડ્સ હવે યુપીમાં તેનો ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈસ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. ઈસ્કોન બાલાજી ગ્રુપે 10 ફેબ્રુઆરીથી યોજાનારી યુપી ઈન્વેસ્ટર્સ સમિટમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્લાન્ટ અલીગઢમાં સ્થાપિત કરવામાં આવશે અને તેના પર 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. શું છે સંપૂર્ણ વિગત તે જણાવી રહ્યા છે CNBC આવાઝના બ્યુરો ચીફ કેતન જોશી.

વધુ જુઓ ...
  • CNBC
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
કેતન જોશી/ અમદાવાદઃ ઇસ્કોન બાલાજી ફૂડ્સ, ગુજરાતમાં એક દાયકા કરતાં વધુ સમયથી ફ્રોઝન બટાકાની નિકાસ સાથે સંકળાયેલી કંપની છે, તેનો પંજાબમાં પણ મોટો પ્લાન્ટ છે. ગુજરાત, પંજાબ બાદ હવે કંપની ઉત્તર પ્રદેશમાં પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ અંગે વધુ માહિતી આપતા ઈસ્કોન બાલાજી ફૂડ્સના અગ્રણી પ્રવિણભાઈ કોટકે જણાવ્યું હતું કે, "અમે બટાકાની વિવિધ પ્રોડક્ટ્સ બજારમાં લાવવા માંગીએ છીએ. હાલમાં અમે વાર્ષિક 1.50 લાખ ટન ફ્રેંચ ફ્રાઈસ પ્રોસેસ કરીએ છીએ. ઉપરાંત, કુલ 20 હજાર ટન ડિહાઇડ્રેટેડ બટાકાની પ્રક્રિયા પણ કરીએ છીએ. અમે ટૂંક સમયમાં ગુજરાતમાં હિંમતનગર ખાતે એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ પણ સ્થાપીશું."

આ પણ વાંચોઃ આવી ગયા છે આજના 20 સ્ટોક્સ, નબળા માર્કેટમાં પણ કરાવી શકે ધોમ કમાણી

ITC - હલ્દીરામને પણ કરે છે સપ્લાય


B2B હેઠળ, ઇસ્કોન બાલાજી ફૂડ્સ ITC, હલ્દીરામ જેવી મોટી કંપનીઓને ડિહાઇડ્રેટેડ પોટેટો ફ્લેક્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ સપ્લાય કરે છે. તાજેતરમાં યુપી સરકારના મંત્રીઓ એકે શર્મા, જિતિન પ્રસાદ અને અનેક અધિકારીઓ રોડ શો કરવા ગુજરાત આવ્યા હતા. તે જ સમયે કંપનીએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચોઃ તમે LIC પોલિસી લીધી છે? જલ્દીથી કરી લ્યો આ કામ, નહીંતર થશે નુકશાન

ભારત અને વિદેશોમાં સપ્લાય


કંપની હાલમાં ભારતના 200 શહેરો અને વિશ્વના 20 દેશોમાં તેનો પોટેટો પ્રોડક્ટ્સ સપ્લાય કરી રહી છે. ગુજરાતમાં ઈસ્કોન ગ્રુપની ઓળખ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે છે. નવું રોકાણ ઉત્તર પ્રદેશના અલીગઢ અને ગુજરાતના હિંમતનગરમાં નવા પ્લાન્ટ સ્થાપ્યા પછી, કંપની આક્રમક રીતે તેની ફૂડ બ્રાન્ડ હંગ્રીટોસને B2Cમાં લોન્ચ કરશે.
First published:

Tags: Business news, Investment tips

विज्ञापन