નવી દિલ્હીઃ પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવું જરૂરી છે. તેની ડેડલાઈન 31 માર્ચ છે. જો કરદાતા તેમના પાન નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરતા નથી, તો તેમનું પાન કાર્ડ કામ નહિ કરે. એટલા માટે પાનને વહેલી તકે લિંક કરાવી લો. જો તમારું પાન-આધાર સાથે લિંક નથી થયું, તો તમને મોટી મુશ્કેલી થઈ શકે છે. જો તમે નથી જાણતા કે તમારું પાન આધાર સાથે લિંક છે કે, નહિ, જો તમને આ બાબતે કન્ફ્યૂઝન છે, તો આ બે પ્રકારે તમે સ્ટેટસ ચેક કરી શકો છો.
કેવી રીતે ચેક કરવું?
1. સૌથી પહેલા ઈનકમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ. (https://www.incometax.gov.in/iec/foportal/) 2. પોર્ટલની ડાબી બાજું તમને 'Quick Links' જોવા મળશે. જ્યાં ‘લિંક આધાર સ્ટેટસ’ પર ક્લિક કરો.
3. હવે તમારો 10 અંકનો પાન નંબર અને 12 અંકનો આધાર નંબર દાખલ કરો. ત્યારબાદ ‘વ્યૂ લિંક આધાર સ્ટેટસ’ પર ક્લિક કરો. 4. જો તમારું આધાર પહેલાથી જ લિંક છે, તો તમારો આધાર નંબર પોર્ટલ પર દેખાશે. જો આવું નથી, તો તમારું પાન આધાર સાથે લિંક કરવું પડશે.
'UIDPAN' ટાઈપ કરો, પછી એક સ્પેસ આપીને 12 અંકોનો આધાર નંબર દાખલ કરો. ત્યારબાદ એક સ્પેસ આપો અને પછી તમારો પાન નંબર દાખલ કરો અને 567678 કે 56161 પર મોકલી દો. મેસેજનું ફોર્મેટ આ રીતે હોવું જોઈએઃ UIDPAN <12 ડિજિટ આધાર નંબર> <10 અંકોનો PAN નંબર >
લિકં નહિ કર્યું તો શું થશે?
આધાર પાન લિંક ન હોવાના કારણે તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તમે ઓળક પત્ર તરીકે તેનો ઉપયોગ નહિ કરી શકો. તમે ઈનકમ ટેક્સ રિટર્ન અને પેંડિંગ રિટર્ન જેવી સુવિધાઓનો લાભ નહિ લઈ શકો. તેની સાથે કરદાતાઓને બેંક કે અન્ય નાણાકીય પોર્ટલ પર પણ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. બધા જ નાણાકીય ટ્રાન્ઝેક્શનની કેવાયસી માટે પાન બહુ જ જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર