Home /News /business /તમારી વીમા પોલીસી પર કેટલો વસૂલવામાં આવે છે ટેક્સ, વીમો લેતા પહેલા જાણી લો સંપૂર્ણ માહિતી

તમારી વીમા પોલીસી પર કેટલો વસૂલવામાં આવે છે ટેક્સ, વીમો લેતા પહેલા જાણી લો સંપૂર્ણ માહિતી

વાર્ષિક પ્રિમિયમ પોલીસી પર કેટલો ટેક્સ વસૂલવામાં આવશે

Insurance Policy: જો તમે જીવન વીમા પોલિસી ખરીદો છો અને વાર્ષિક પ્રીમિયર પોલિસીની અસ્યોર્ડ રકમ કરતા 10 ટકા કરતા વધુ છે, તો મેચ્યોરિટી રકમ પર ટેક્સ વસૂલવામાં આવશે.

નવી દિલ્હીઃ ટેક્સ સિસ્ટમમાં દર વર્ષે કરદાતા સૌથી વધુ સેક્શન 80Cનો લાભ મેળવે છે. કરદાતાઓને વીમા પ્રીમિયમમાં સેક્શન 80C હેઠળ કરકપાત (section 80C tax deduction benefits)નો લાભ આપવામાં આવે છે.

સેક્શન 80C સિવાય અન્ય એક ઈન્કમટેક્સ એક્ટની ધારા 10(10D) છે. આ સેક્શન પરથી નક્કી થાય છે કે, તમારી જીવન વીમા પોલિસી (life insurance policy) મેચ્યોર થાય તો તે કરમુક્ત હશે કે નહીં. અનેક લોકો એવું માને છે કે, જીવન વીમા પોલિસી મેચ્યોર થાય તો તે હંમેશા કરમુક્ત હોતી નથી.

સેક્શન 10(10)D મેચ્યોરિટી પર ટેક્સેશન કેવી રીતે નક્કી કરે છે?


તમામ બાબતોને સરળ બનાવવા માટે અહીં એન્ડોમેન્ટ, મની બેક યોજનાઓ, ULIP (unit-linked insurance plans) જેવા ટ્રેડિશનલ ઈન્શ્યોરન્સ પ્લાન વિશે જાણકારી આપવામાં આવી છે. આ એવી વીમા સહ રોકાણ યોજનાઓ છે, જે મેચ્યોર થાય ત્યારે સર્વાઈવલ લાભ પ્રદાન કરે છે. ટૂંકમાં અહીં એવી વીમા યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી છે, જે મેચ્યોર થાય ત્યારે તે પૈસા તમને પરત મળી જાય છે.

પ્યોર ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીમાં મેચ્યોરિટી અથવા સર્વાઈવલ લાભ પ્રદાન કરવામાં આવતા નથી. આ કારણોસર અહીં એવા નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે, જેનાથી આ પ્રકારની પોલિસી પર કોઈ અસર થતી નથી.

ઉપરાંત, મૃત્યુ લાભ (પોલિસીના કાર્યકાળ દરમિયાન પોલિસીધારકના મૃત્યુ મામલે ચૂકવણી કરવામાં આવે છે) તથા મેચ્યોરિટી લાભ (જીવિત રહેવા અને પોલિસી અવધિ પૂરી થાય તો કરવામાં આવતૂ ચૂકવણી) બંને અલગ અલગ છે. અહીં અમે તમને મેચ્યોરિટી લાભ પર ટેક્સેશન અંગે વાત કરી રહ્યા છીએ. પોલિસીધારકનું મૃત્યુ થાય તો તે હંમેશા કરમુક્ત હોય છે.

આ પણ વાંચોઃ ATM કાર્ડ પર ફ્રીમાં મળી શકે છે રુ. 5 લાખ સુધીનો વીમો, જાણો કઈ રીતે ક્લેમ કરી શકાય?

સેક્શન 10(10)D


જો તમે જીવન વીમા પોલિસી ખરીદો છો અને વાર્ષિક પ્રીમિયર પોલિસીની અસ્યોર્ડ રકમ કરતા 10 ટકા કરતા વધુ છે, તો મેચ્યોરિટી રકમ પર ટેક્સ વસૂલવામાં આવશે.

એપ્રિલ 2012 બાદ જે પણ પોલિસી ખરીદવામાં આવી છે, તેના પર આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. વર્ષ 2012 પહેલાં જે પોલિસી ખરીદવામાં આવી હશે, તે પોલિસી માટે અસ્યોર્ડ રકમનો 20 ટકા ટેક્સ ચૂકવવાનો રહે છે.

રૂ.15 લાખની વીમા રકમ સાથે એક એન્ડોમેન્ટ પ્લાન ખરીદવામાં આવે છે. તે માટે તમે વાર્ષિત રૂ.1.8 લાખ પ્રીમિયમ ચૂકવો છો. મેચ્યોરિટી રકમ ટેક્સ ફ્રી રહે તે માટે વાર્ષિક પ્રીમિયમ રૂ.15 લાખના 10 ટકા (1.5 લાખ) અથવા તેનાથી ઓછુ હોવું જોઈએ.

આ મામલે 10 ટકા કરતા વધુ એટલે કે, રૂ. 1.8 લાખ વાર્ષિક પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે છે. જેથી 10 ટકાના નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. જેથી પોલિસી મેચ્યોર થાય ત્યારે તેના પર કર ચૂકવવાનો રહેશે. જે વર્ષે પોલિસી મેચ્યોર થાય ત્યારે તે સમયના દર અનુસાર કર ચૂકવવાનો રહેશે.

મેચ્યોરિટીની રકમમાં અસ્યોર્ડ રકમ અને બોનસની રકમ શામેલ હોય છે. આ કારણોસર અસ્યોર્ડ રકમ 10 ટકાથી વધુ હોય તો તે મેચ્યોરિટીની રકમ કર ચૂકવવાને પાત્ર રહેશે.

અનેક લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે, અસ્યોર્ડ રકમના 10 ટકા છે કે પછી મેચ્યોરિટીની રકમના 10 ટકા. નિયમમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, અસ્યોર્ડ રકમના 10 ટકા વધુ હોય તો કર ચૂકવવાનો રહે છે. જો 10 ટકાના નિયમનું પાલન કરવામાં ન આવે તો મેચ્યોરિટીની રકમ પર 10 ટકા ટેક્સ ચૂકવવાનો રહે છે.

આ પણ વાંચોઃ  ક્રેડિટ સ્કોર ઓછો હોવાને કારણે નથી લઈ શકતા લોન? અપનાવો આ પદ્ધતિ, ફટાફટ વધી જશે સ્કોર

ULIP રૂ. 2.5 લાખનો ટેક્સેસન રૂલ vs સેક્શન 10(10D)


ગયા વર્ષે સરકારે ઉચ્ચ મૂલ્ય યુક્ત ULIPના ટેક્સેસનને રેશનલાઈઝ કરવાનો પ્રયાસ કર્યો હતો. HNI અથવા નેટ વર્થ ધરાવતા વ્યક્તિઓ ટેક્સ ચૂકવવો ન પડે તે માટે તેનો ઉપયોગ કરતા હતા.

સેક્શન 10(10D) મેચ્યોરિટી રકમ પર કર કપાતની મંજૂરી ULIP પર લાગુ કરવામાં આવી છે. આ કરકપાતનો લાભ ત્યારે જ મળે છે, જ્યારે વાર્ષિક વીમા પ્રીમિયમ અસ્યોર્ડ રકમથી 10 ટકા ઓછી હોય.

બજેટ 2021માં પ્રીમિયમની રકમ 2.5 લાખથી વધુ હોય તો કર કપાતની રાહત પાછી ખેંચી લેવામાં આવી છે. આ પ્રકારની પોલિસી માટે મેચ્યોરિટી લાભને મૂડીગત લાભ તરીકે ગણવામાં આવશે અને સેક્શન 112A હેઠળ કર વસૂલવામાં આવશે. ULIPની મેચ્યોરિટી રકમમાંથી મળતી રકમ પર મ્યુચ્યુઅલ ફંડની જેમ જ ટેક્સ વસૂલવામાં આવશે. આ પ્રકારે હાઈ પ્રીમિયમ યૂલિપ પર જે પણ મૂડીગત લાભ પ્રાપ્ત થાય તેના પર ઈક્વિટી સમકક્ષ રોકાણની સાથે સાથે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન અથવા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન કર વસૂલવામાં આવશે.

આ પણ વાંચોઃ વીમા પોલિસી ખરીદતી વખતે કોઈ બીમારી દર્શાવવાનું ભૂલાઇ ગયું? તો જાણો શું કરવું

રોકાણ અને વીમાને અલગ રાખો


જીવન વીમા માટે ટર્મ પ્લાન સૌથી સારો વિકલ્પ છે. જીવન વીમા માટે તમારે કોઈ એન્ડોમેન્ટ અથવા મની બેન્ક પ્લાન અથવા યૂલિપની જરૂરિયાત નથી. તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ઈક્વિટી ફંડમાં રોકાણ કરી શકો છો.

મોટાભાગના લોકો વીમા પ્રીમિયમમાં માત્ર કર કપાત સેક્શન 80C હેઠળ મળતા લાભ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વીમા પોલિસી ખરીદતા સમયે ધ્યાન રાખવું જરૂરી છે કે, વીમાની રકમના 10 ટકાથી વધુ પ્રીમિયમ ચૂકવણી કરવામાં આવે તો તમારે ટેક્સ ચૂકવવાનો રહે છે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Insurance Policy, Life Insurance, Tax

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन