નવી દિલ્હી. દેશમાં 15 ફેબ્રુઆરી, 2021થી FASTag લાગુ થઈ ગયું છે. જો તમે તમારા વાહન પર તે લગાવ્યું નથી, તો તમારે ટોલ પ્લાઝા પર સમય લાગશે સાથે જ તમારે બે ગણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. તો ફાસ્ટેગ લાગૂ હોવાના 5 મહીના પસાર થયા બાદ હજુ પણ લોકોના મનમાં શું દર મહીને ફાસ્ટેગ માટે રેનટેલ આપવું પડશે? તેવા કેટલાક સવાલો છે. જો તમને પણ આવા સવાલો થાય છે, તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે. આવો જાણીએ ફાસ્ટેગ સંબંધિત અમુક મહત્વના સવાલો..
સવાલઃ શું ફાસ્ટેગ માટે દર મહિને ભાડું આપવું પડે છે? જવાબઃ ના, જો તમે તમારા વાહન પર ફાસટેગ લગાવ્યું છે તો તમારે તેના માટે દર મહીને કોઇ ભાડું આપવું પડશે નહીં. પરંતુ તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ રાખવું આવશ્યક છે.
સવાલઃ FASTag કઇ રીતે કામ કરે છે? જવાબઃ ફાસ્ટેગ રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન(RFID) ટેક્નિક દ્વારા કામ કરે છે. ફાસ્ટેગને વાહનના વિંડસ્ક્રિન પર ચોંટાડવામાં આવે છે. જેમાથી ચાર્જ કપાઈ જાય છે અનેકોઇ પણ રોકટોક વગર ટોલ પ્લાઝામાંથી વાહન લઇ જઇ શકાય છે.
સવાલઃ ફાસ્ટેગના ફાયદાઓ શું છે? જવાબઃ પેમેન્ટમાં સરળતા – કોઇ પણ રકમની આપવા માટે ટોલ પર રોકાવાની જરૂરિયાત નથી. વાહન રોકાશે નહીં એટલે ઈંધણની બચત થશે અને રિચાર્જમાં પણ સરળતા રહેશે. ફાસ્ટેગ ઇન્ટરનેટ બેંકિંગ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઇન રિચાર્જ કરાવી શકાય છે. યૂઝર્સ માટે ઓનલાઇન પોર્ટલ કેશ બેક ફ્રી ટેગ ડિલવરી પણ ઉપલબ્ધ છે.
સવાલઃ ફાસ્ટેગ કઇ રીતે ખરીદવું? જવાબઃ તમે સીધા કસ્ટમર કેર નંબર 9990033455 પર કોલ કરી શકો છો અથવા WheelsEyeની વેબસાઇટ પર www.wheelseye.com પર જઇને Buy FASTag પર ક્લિક કરો અને ત્યાર બાદ વાહન ડિટેલની સાથે તમારી વ્યક્તિગત જાણકારી રજીસ્ટર કરો. ફોર્મ જમા કર્યા બાદ તેમની સેલ્સ ટીમ તમારો સંપર્ક કરશે.
સવાલઃ ફાસ્ટેગમાં રાઉન્ડ ટ્રિપ માટે કઇ રીતે ચાર્જ કરવામાં આવે છે? જવાબઃ ફાસ્ટેગમાં રાઉન્ડ ટ્રિપ બચત ઓટોમેટિક હોય છે. સિંગલ ટ્રિપ (કોઇ ટેલ પરથી એક વખત પસાર થવુ) માટે ટોલ શુલ્ક અલગ હોય છે અને રાઉન્ડ ટ્રિપ ( નક્કી કરેલા સમયમાં કોઇ ટોલ પ્લાઝાને બે વખત પસાર કરવા) માટે અલગ રહેશે. આ પ્રકારે તેની ગણતરી કરવામાં આવે છે. જો કોઇ સિંગલ ટ્રિપની કિંમત 30 રૂપિયા છે અને રાઉન્ડ ટ્રીપના 45 રૂપિયા છે તો શું થાય છે. પહેલી વખત જ્યારે કોઇ ગ્રાહક ટોલ પાર કરે તે રૂ.30 ફાસ્ટેગમાંથી કાપવામાં આવે છે, જ્યારે તે ગ્રાહક પરત આવે છે તો રૂ.45 અને રૂ.30ની વચ્ચેનું અંતર એટલે કે રૂ.15 કાપવામાં આવે છે. જો ગ્રાહક ફરી ટોલ પસાર કરે છે તો ફરી રૂ.30 કાપવામાં આવે છે.
સવાલઃ ફાસ્ટેગની ખરીદી માટે ક્યા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે? જવાબઃ આધાર કાર્ડ, વાહનનું આરસી(RC) અને પાનકાર્ડ જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર