કાર ચોરાય પરંતુ ઓરિજનલ ચાવી ના ચોરાવવી જોઈએ... તો જ મળશે વીમાના પૈસા!

News18 Gujarati
Updated: July 18, 2018, 6:56 PM IST
કાર ચોરાય પરંતુ ઓરિજનલ ચાવી ના ચોરાવવી જોઈએ... તો જ મળશે વીમાના પૈસા!
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
વાહનની ચોરી થઈ જવાના કેસમાં વળતર મેળવવા માટે શું વીમા કંપની સમક્ષ બંને ઓરિજીનલ ચાવી રજૂ કરવી ફરજીયાત છે? IRDA (ઇન્શ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી)એ આ અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી આપી, પરંતુ તેમણે આ અંગે જે-તે વીમા કંપનીને પોતાની પોલીસી બનાવવાનું સૂચન કર્યું છે. હવે એવું થઈ રહ્યું છે કે મોટા ભાગની વીમા કંપનીઓ બંને ચાવી રજુ કરવાની વાતને ફરજીયાત નિયમ બનાવી લીધો છે. જેના કારણે વાહન ચાલકોને વીમો મેળવવામાં તકલીફ પડી રહી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે નવી દિલ્હીના એક વ્યક્તિએ જ્યારે પોતાના ઘરની બહાર પાર્ક કરેલી હોન્ડા સિટી કારની ચોરી થઈ ત્યારે તેણે વળતર માટે સરકારી હસ્તકની વીમા કંપનીને જાણ કરી હતી. વીમા કંપની તરફથી આવેલા એજન્ટે કાર માલિકને કારના ડોક્યુમેન્ટ્સની સાથે કારની બંને ઓરિજીનલ ચાવી પણ જમા કરાવવા કહ્યું હતું. તેણે એવું પણ કહ્યું હતું કે જો તે આવું કરવામાં નિષ્ફળ રહેશે તો વીમા કંપની તેનો દાવો રદ કરી શકે છે.

આ અંગે ટ્રાન્સપોર્ટ મંત્રાલયના અધિકારીનો મત જાણવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે એવા અનેક કિસ્સાઓ બનતા હોય છે જ્યારે વાહનની ઓરિજીનલ ચાવી ખોવાઈ ગઈ હોય છે. તેમજ માલિકે ડુપ્લિકેટ ચાવી બનાવી હોય છે. વીમા કંપનીએ દાવાની પતાવટ કરતી વખતે આવી બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

દિલ્હીના કાર માલિકના કેસમાં તેની પાસે આર.સી બુક હોવા છતાં વીમાના વળતર માટે કાર તેમની જ માલિકીની છે તેવું જે તે ઓથોરિટીનું સર્ટિફિકેટ પણ માંગવામાં આવ્યું હતું. જોકે, તમામ દસ્તાવેજ આપવાના પાંચ મહિના થવા છતાં કાર માલિકને વીમાની રકમ મળી નથી, તેમજ વીમા કંપની દરરોજ નવા નવા દસ્તાવેજ માંગી રહી છે. આ અંગે કાર માલિક હવે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી છે.

આ અંગે ઇરડાના અધિકારીએ જણાવ્યું હતું કે જોખમ ઘટાડવા માટે અમુક વીમા કંપનીઓ અલગથી પોતાના નિયમો બનાવતી હોય છે. તેમણે વાહનના માલિકોને પોતાની શરતો અંગે જાણકારી આપવી જોઈએ, જેનાથી કંપની જ્યારે જરૂરી દસ્તાવેજ માંગે ત્યારે ગ્રાહકને ઝાટકો ન લાગે. કંપનીઓએ ગ્રાહક જાગૃતિની દીશામાં વધુ કાર્યવાહી કરવાની જરૂર છે. જનરલ ઇન્શ્યોરન્સના ટોચના એક્ઝિક્યુટિવે પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ગ્રાહકોને આવી શરતો વિશે જાણકારી આપવામાં નથી આવતી.
First published: July 18, 2018, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading