Cred, MyGate, NoBroker, Paytm, PhonePe અને Magicbricks જેવા કેટલાક પ્લેટફોર્મ, ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ભાડું ચૂકવવાની મંજૂરી આપે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા થતી મોટાભાગની લેવડદેવડ જેમ જ કાર્ડધારકને આમાં પણ રીવોર્ડ મળે છે.
Cred, MyGate, NoBroker, Paytm, PhonePe અને Magicbricks જેવા કેટલાક પ્લેટફોર્મ, ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ભાડું ચૂકવવાની મંજૂરી આપે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા થતી મોટાભાગની લેવડદેવડ જેમ જ કાર્ડધારકને આમાં પણ રીવોર્ડ મળે છે.
આજની યુવા પેઢી કે નોકરિયાત લોકો ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઘણો ઉપયોગ કરે છે. કોરોનાના સમયગાળા દરમિયાન ઘણી કંપનીઓએ ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવા માટે સુવિધાઓ આપવાનું શરૂ કર્યું હતું. હવે દરેકના મનમાં એક પ્રશ્ન આવે છે કે શું ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડું ચૂકવવું જોઈએ કે નહીં? તેનાથી ફાયદો થશે કે નુક્શાન? આવો તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવીએ.
Cred, MyGate, NoBroker, Paytm, PhonePe અને Magicbricks જેવા કેટલાક પ્લેટફોર્મ, ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ભાડું ચૂકવવાની મંજૂરી આપે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા થતી મોટાભાગની લેવડદેવડ જેમ જ કાર્ડધારકને આમાં પણ રીવોર્ડ મળે છે. જોકે, અલગ-અલગ પ્લેટફોર્મ પરથી ભાડું ચૂકવવા પર અલગ-અલગ ફી પણ વસૂલવામાં આવે છે. પરંતુ ઘણા યુવાનોનું કહેવું છે કે ક્રેડિટ કાર્ડમાં જે રિવોર્ડ પોઈન્ટ જમા થાય છે, તે ફીના પૈસા સામે એડજસ્ટ થઈ જાય છે. આ રીતે વધારે પૈસા આપવાના થતાં નથી.
ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી માટે તમારે ફક્ત મકાનમાલિકના બેંક ખાતાની વિગતો અથવા UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ)ની માહિતી ઉમેરવાની હોય છે અને નાણાંકીય વ્યવહાર પૂર્ણ કરવાનો હોય છે. જો ચુકવણી 50,000 રૂપિયાથી વધુ હોય તો તમારે તમારા મકાનમાલિકની પાનકાર્ડની વિગતો પણ સબમિટ કરવી પડશે. કેટલાક પ્લેટફોર્મ તમને ઘરનું સરનામું ઉમેરવા માટે કહી શકે છે. જો માસિક ભાડું નિયત મર્યાદા કરતાં વધી જાય તો કેટલાક પ્લેટફોર્મ તમને ભાડા કરાર માટે પૂછી શકે છે.
ફાયદા
આ તમામ એપ્સ અથવા વેબસાઇટ્સથી ચૂકવણી કરવાનો ફાયદો એ છે કે તમને ક્રેડિટ કાર્ડ પર કોઈપણ વ્યાજ વગર લગભગ 45થી 56 દિવસનો મફત ક્રેડિટ સમયગાળો મળે છે. આ સિવાય તમને તેના દ્વારા ઘણા પ્રકારના કેશબેક, લોયલ્ટી પોઈન્ટ્સ, એર માઈલ પણ મળે છે. જેમકે, જો તમે મેજિક બ્રિક્સથી ચૂકવણી કરો છો, તો તમને વિવિધ બેંકો અનુસાર રૂ. 200થી રૂ. 3000 સુધીનું કેશબેક મળી શકે છે.
ક્રેડિટ કાર્ડથી ભાડાની ચૂકવણી પર વિવિધ પ્લેટફોર્મ સર્વિસ ફી વસૂલ કરે છે. ઉપરાંત, જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાં મોડું કરો છો, તો તમારે ઘણું વ્યાજ ચૂકવવું પડી શકે છે. ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી ચૂકી જવાથી અથવા લઘુત્તમ બાકી રકમની ચૂકવણી કરવા છતાં વાર્ષિક 30%થી વધુ મૂળ રકમ પર વ્યાજ ચડી શકે છે. ગ્રાહકોએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વારંવાર ક્રેડિટ મર્યાદા ઓળંગી ન જાય કારણ કે તેનાથી તમારો ક્રેડિટ સ્કોર કાયમી ખરાબ થઈ શકે છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર