Home /News /business /Multibagger Stock: શેર છે કે કુબેરનો ખજાનો! 12 હજાર રૂપિયા લગાવનારા પણ બની ગયા કરોડપતિ
Multibagger Stock: શેર છે કે કુબેરનો ખજાનો! 12 હજાર રૂપિયા લગાવનારા પણ બની ગયા કરોડપતિ
લાખના 28 લાખ કરી દીધા: વર્ષ 2021ની 21 એપ્રિલના રોજ આ સ્ટોકની કિંમત 31 રૂપિયા હતી. જો તે સમયે કોઈ રોકાણકારોએ તેમાં એક લાખનું મૂડી રોકાણ કર્યું હોત અને હજી સુધી તે રોકાણ રાખી મૂક્યું હોય તો, અત્યારે તેની વેલ્યુ 28 લાખ જેટલી થઇ હશે. બીજી તરફ છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોને ત્રણ ગણું વળતર આપ્યું છે. 21 એપ્રિલ, 2022ના રોજ આ સ્ટોકની કિંમત 230 રૂપિયા હતી અને હવે આ સ્ટોકની કિંમત રૂ. 1045 છે. એટલે કે એક વર્ષમાં જ આ સ્ટોકમાં 354 ટકાનો નફો નોંધાયો છે.
Multibagger Stock: લાંબાગાળામાં ઘણા શેરે રોકાણકારોને એટલું વધારે વળતર આપ્યુ છે કે, જેની તમે કલ્પના પણ ન કરી શકો. માત્ર 20 વર્ષમાં જ રોકાણકારોની તિજોરી છલકાવનારા શેરોની યાદીમાં કામા હોલ્ડિંગ્સ લિમિટેડના શેરનું નામ પણ સામેલ છે.
નવી દિલ્હીઃ શેર બજારમાંથી રૂપિયા કમાવવા માટે ધીરજની બહુ જ જરૂર હોય છે. અહીં રૂપિયા શેર ખરીદવા અને વેચવાથી નથી બનતા, પરંતુ રાહ જોવાથી બને છે. લાંબાગાળામાં ઘણા શેરે રોકાણકારોને એટલું વધારે વળતર આપ્યુ છે કે, જેની તમે કલ્પના પણ ન કરી શકો. માત્ર 20 વર્ષમાં જ રોકાણકારોની તિજોરી છલકાવનારા શેરોની યાદીમાં કામા હોલ્ડિંગ્સ લિમિટેડના શેરનું નામ પણ સામેલ છે. ગત 20 વર્ષોમાં આ મલ્ટીબેગર સ્ટોકની કિંમતમાં 84,000 ટકા સુધીનો વધારો આવ્યો છે.
શેરોના ભાવમાં લગભગ 84,414 ટકાનો વધારો થયો
19 જુલાઈ 2002 ના રોજ પહેલા વાર બીએસઈ પર કામા હોલ્ડિંગ્સના શેરોએ ટ્રેડિંગ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે તેની કિંમત માત્ર 15.50 રૂપિયા હતી. ત્યારથી લઈને તેના શેરોના ભાવમાં લગભગ 84,414 ટકાનો વધારો થયો છે અને 20 ઓક્ટોબર, 2022ના રોજ બીએસઈ પર આ શેર 13,099.70 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. આજે શુક્રવારે, 21 ઓક્ટોબરના રોજ કામા હોલ્ડિંગ્સના શેર ઈન્ટ્રાડેમાં 0.95ના શેર 0.95 ટકાના ઘટાડા સાથે 13,108 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે.
કામા હોલ્ડિંગ્સના શેરોએ લાંબાગાળાના રોકાણકારોને મોટો નફો આપ્યો છે. 20 વર્ષમાં જ્યાં તેણે 84,414 ટકાનું વળતર આપ્યુ છે, ત્યારે પાંચ વર્ષમાં રોકાણકારોએ આ શેર 379 ટકા વળતર આપી ચૂક્યો છે. આજથી પાંચ વર્ષ પહેલા તેની કિંમત 2732.85 રૂપિયા હતી. આજે તે વધીને 13,108 રૂપિયા થઈ ગઈ છે. ગત એક વર્ષમાં જ આ શેરની કિંમતમાં 24.94 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં હજુ સુધી આ શેક લગભગ 23 ટકા સુધી ઉપર ગયા છે. કામા હોલ્ડિંગ્સના શેરની કિંમતમાં ગત છ મહિનામાં 15 ટકાનો વધારો થયો છે. છેલ્લા 1 મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકનો ભાવ 1.42 ટકા સુધી વધ્યો છે.
કામા હોલ્ડિંગ્સના શેરે લાંબાગાળાના રોકાણકારોના જલસા કરી દીધા છે. 20 વર્ષ પહેલા જે રોકાણકારોએ આ શેરમાં 12 હજાર રૂપિયા લગાવ્યા હતા અને તેમના રોકાણને કાયમ રાખ્યા છે, તે આજે કરોડપતિ છે. આજે તેમના 12 રૂપિયાનું મૂલ્ય 1 કરોડ રૂપિયા થઈ ગયુ છે. આ રીતે, જો કોઈ રોકાણકારે જુલાઈ 2022માં કામા હોલ્ડિંગ્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હતા, આજે તેમના રોકાણનું મૂલ્ય 8 કરોડ 45 લાખ રૂપિયા થઈ ગયુ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર