કોરોનાના સંક્રમણને રોકવામાં મલેરિયાની દવાઓ અસરકારક? દુનિયાભરમાં માંગ વધી

News18 Gujarati
Updated: April 6, 2020, 2:49 PM IST
કોરોનાના સંક્રમણને રોકવામાં મલેરિયાની દવાઓ અસરકારક? દુનિયાભરમાં માંગ વધી
થોડાક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મલેરિયાની દવાઓને ગેમ ચેન્જર કહી હતી

થોડાક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મલેરિયાની દવાઓને ગેમ ચેન્જર કહી હતી

  • Share this:
નવી દિલ્હીઃ છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) ટેબ્લેટની ચર્ચા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કહ્યું છે કે આ દવાઓથી કોરોના વાયરસ (Coronavirus)ની સારવારમાં મદદ મળે છે. જેથી અમેરિકા (America)એ આ દવાઓ ભારત (India) પાસે માંગી છે. મૂળે, ભારતે 26 માર્ચે આ દવાના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. માત્ર ટ્રમ્પ જ નહીં પરંતુ બ્રાઝીલ (Brazil)ના રાષ્ટ્રપ્રમુખ જાયર બાલોનસરો પણ માને છે કે આ દવા કોરોના વાયરસને ખતમ કરવાનું સૌથી મોટું હથિયાર છે. એવામાં તેઓએ પણ ભારત પાસેથી હાઇડ્રોક્સીક્લોરોક્વીનના નિકાસના પ્રતિબંધને હટાવવાની માંગ કરી છે. ભારત સરકારે પહેલા જ આઈસીએ લેબોરેટરીઝ અને ઝાયડસ કેડિલાને 10 કરોડ ટેબ્લેટ બનાવવાનો ઓર્ડર આપી દીધો છે.

ક્લોરોક્વીન શું છે?

હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબ્લેટ્સનો ઉપયોગ ભારતમાં મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે. ક્લોરોક્વાઇન ક્વવિનાઇનનું સિન્થેટિક રૂપ છે જે સિકોના છોડની છાલમાંથી મળે છે. તે દક્ષિણ અમેરિકામાં તાવની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્લોરોક્વાઇન પહેલીવાર 1930માં સિન્ટેટિક તરીકે બની હતી. જે દેશોમાં આ દવાઓ પર શોધ થઈ રહી છે તેમાં અમેરિકા સહિત ચીન અને ફ્રાન્સ જેવા દેશ પણ સામેલ છે.

શું તેના ઉપયોગથી ફાયદો થઈ રહ્યો છે?

થોડાક દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મલેરિયાની દવાઓને ગેમ ચેન્જર કહી હતી. અમેરિકાના શહેર કનસાસ સિટીમાં તેને લઈને ડૉક્ટર જેફ કૉલયરે કેટલીક શોધ કરી છે. તે શોધ મુજબ, હાઇડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquine) અને એજિથ્રોમાસિન (azithromycin)ના મિશ્રણની અસર દર્દીઓ પર જોવા મળી રહી છે. તેઓએ તેનો ઉલ્લેખ વોશિંગટન પોસ્ટમાં પ્રકાશિત આર્ટિકલમાં કર્યો છે. આ ડ્રગ્સનો ઉપયોગ લેબ એન દર્દી બંને સ્થળે કરવામાં આવ્યો છે અને બંને સ્થળે સારા પરિણામ સામે આવ્યા છે. ડૉક્ટરે લખ્યું કે, કેટલાક આંકડા દર્શાવી રહ્યા છે કે બે ડ્રગ્સના ઉપયોગથી દર્દી પર સારી અસર જોવા મળી રહી છે. હું જે બ્રેવર અને ડૈન હિર્થોન અમે બધા જે દર્દીઓની આ દવાથી સારવાર કરી રહ્યા છીએ અને તેનાથી તેમાં ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળી રહ્યું છે. અમેરિકાના જ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને અન્ય વિશેષજ્ઞોએ કહ્યું કે પહેલાના ટેસ્ટોમાં એ સુનિશ્ચિત કરવું પડશે કે આ દવાઓ સામાન્ય દર્દીઓ માટે અસરકારક અને સુરક્ષિત છે.

આ પણ વાંચો, ખુશખબર! ભારત બાયોટેકે તૈયાર કરી કોરોના વાયરસની વેક્સીન, ટ્રાયલ માટે અમેરિકા મોકલીમોટાપાયે ટેબ્લેટ્સની થઈ રહ્યું છે પ્રોડક્શન

ડ્રગ્સ ડૉટ કૉમ મુજબ, અમેરિકામાં હાઇડ્રોક્સીક્લોરોક્વીનની કિંમત 6.63 ડૉલર છે એટલે કે લગભગ 500 રૂપિયા. ફાર્મા કંપની બેયરે કહ્યું છે કે તેઓ અમેરિકાની સરકારને લગભગ 30 લાખ ટેબલેટ્સ ડોનેટ કરશે. વધુ એક કંપની નોવારટિસે કહ્યું છે કે તેઓ એક કરોડ ટેબલેટ્સની સપ્લાય દુનિયાભરમાં કરશે.

આ પણ વાંચો, કોરોના વાયરસના પહેલા દર્દીથી 10 લાખ સુધી પહોંચવામાં કેટલો સમય લાગ્યો?
First published: April 6, 2020, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading