ખરાબ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો તોડવા પડશે મોંઘાં, ભરવું પડી શકે છે વધુ Insurance પ્રીમિયમ

પ્રતીકાત્મક તસવીર

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશો તો વાહનના ઇશ્યોરન્સ માટે વધુ પ્રીમિયમની ચૂકવણી કરવી પડશે- IRDAIની ભલામણ

 • Share this:
  નવી દિલ્હીઃ વીમા નિયામક ઇરડા (IRDAI)ના એક વર્કિંગ ગ્રુપે મોટર વીમા પ્રીમિયમમાં ઓવન ડેમેજ (સ્વયંને ક્ષતિ), થર્ડ પાર્ટીની નુકસાનની ભરપાઈ અને અન્ય પ્રકારના વીમા પ્રીમિયમની સાથે ટ્રાફિક ઉલ્લંઘન પ્રીમિયમ (Traffic Violation Premium)ની શરૂઆત કરવાની ભલામણ કરી છે. જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને પોતાના વાહનના ઇશ્યોરન્સ માટે વધુ પ્રીમિયમની ચૂકવણી કરવી પડશે.

  પાચમું સેક્શન ઉમેરવાની કરી ભલામણ

  IRDAIના વર્કિંગ ગ્રુપે મોટર ઇશ્યોરન્સમાં તેના માટે પાંચમું સેક્શન જોડવાની ભલામણ કરી છે. IRDAIના આ સમૂહે કહ્યું છે કે મોટર ઇશ્યોરન્સમાં મોટરના પોતાના નુકસાન, મૂળ ત્રીજા પક્ષનો વીમો, વધારાના ત્રીજા પક્ષનો વીમો અને અનિવાર્ય વ્યક્તિગત દુર્ઘટના વીમા પ્રીમિયમ ઉપરાંત ટ્રાફીફ ઉલ્લંઘન પ્રીમિયમને પણ જોડવામાં આવે.

  1 ફેબ્રુઆરી 2021 સુધી સૂચનો મંગાવ્યા

  IRDAIએ આ વર્કિંગ ગ્રુપના ડ્રાફ્ટમાં કરવામાં આવેલી ભલામણો પર સંબંધિત પક્ષોથી 1 ફેબ્રુઆરી 2021 સુધી જરૂરી સૂચનો માંગ્યા છે. આ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની ફ્રિકવન્સી અને તેની ગંભીરતાની ગણતરી માટે એક પ્રણાલી વિકસિત કરવામાં આવે.

  આ પણ વાંચો, કમાણી કરાવનારા 5 બિઝનેસ! શરૂ કરતાં જ થશે પૈસાનો વરસાદ, કોઈ ટ્રેનિંગની પણ જરૂર નથી

  આ ભલામણ મુજબ, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને Traffic Violation Premium સાથે લિંક કરવામાં આવશે. એટલે કે તમે જેટલીવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશો, ખરાબ ડ્રાઇવિંગ કરશો, આપને એટલું વધુ પ્રીમિયમ આપવું પડશે. સાથોસાથ આ પ્રીમિયમની ચૂકવણી ડ્રાઇવરના બદલે વાહન માલિકને કરવી પડશે.

  આ પણ વાંચો, કયા-કયા લોકો બિલકુલ ન લે કોવેક્સીનનો ડોઝ, ભારત બાયોટેકે જાહેર કરી ફેક્ટશીટ

  પોઇન્ટ્સના આધારે નક્કી થશે દંડ

  ટ્રાફિક ઉલ્લંઘન પ્રીમિયમ વાહનના રજિસ્ટર્ડ માલિક દ્વારા આપવામાં આવશે, ભલે તે વ્યક્તિ હોય કે કંપની. તેનો અર્થ છે કે માલિક અધિકૃત વાહન ચાલક દ્વારા થનારા ટ્રાફિક ઉલ્લંઘન માટે પૂરી જવાબદારી લેશે. કામ કરનારા સમૂહ દ્વારા પ્રદાન કરવામાં આવેલા અપરાધોની યાદી મુજબ, દારૂ પીને વાહન ચલાવવા પર 100 પોઇન્ટની પેનલ્ટી લાગશે, જ્યારે ખોટી રીતે પાર્કિંગ કરવા પર આ પેનલ્ટીના 10 પોઇન્ટની બરાબર હશે. પ્રીમિયમની રકમ આ પેનલ્ટીના પોઇન્ટ્સ સાથે લિંક હશે.
  Published by:Mrunal Bhojak
  First published: