Home /News /business /

ઘરે થતી સારવારમાં પણ મળશે વીમો, ઇરડાએ કંપનીઓને નવી પ્રૉડક્ટ લૉંચ કરવા કહ્યું

ઘરે થતી સારવારમાં પણ મળશે વીમો, ઇરડાએ કંપનીઓને નવી પ્રૉડક્ટ લૉંચ કરવા કહ્યું

પ્રતીકાત્મક તસવીર

ઇરડાએ વીમા કંપનીઓને મોકલેલા પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, "કંપનીઓ આ સુવિધા તેમના અગાઉથી હાજર આરોગ્ય વીમામાં ઉમેરી શકાય છે અથવા ગ્રાહકો પાસેથી કેટલીક રકમ વસૂલ કરીને હોમ કેર ટ્રીટમેન્ટ કવરેજ સાથે નવી પ્રોડક્ટ લાવી શકાય છે.

વધુ જુઓ ...
મુંબઈ: કોરોના મહામારી (Corona pandemic)એ લોકોના જીવન પર ખૂબ ઘેરી અસર પાડી છે. કોરોના કાળમાં સારવારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. લાખો લોકો કોરોના મહામારી દરમિયાન પોતાના ઘરે જ સારવાર લઇ ચૂક્યા છે. આ ચલણ વધતા વીમા નિયામક ઇરડા (IRDAI- Insurance Regulatory and Development Authority)એ વીમા કંપનીઓને નવી રીતના પ્રોડક્ટ તૈયાર કરવા કહ્યું છે. જેથી લોકોને કોઈ બીમારીની ઘરે થયેલી સારવારમાં પણ આરોગ્ય વીમા કવર મળી શકે. કોરોના કાળ દરમિયાન ઘરે સારવારના કિસ્સામાં વીમા કવરેજની સફળતાને ધ્યાનમાં રાખીને ઇરડાએ નવી રીતે ઘરે થતી સારવાર માટે વીમા કંપનીઓને આ સુવિધા આપવા જણાવ્યું છે.

હાલની પોલીસીમાં સુવિધા ઉમેરી શકાય

ઇરડાએ વીમા કંપનીઓને મોકલેલા પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, "કંપનીઓ આ સુવિધા તેમના અગાઉથી હાજર આરોગ્ય વીમામાં ઉમેરી શકાય છે અથવા ગ્રાહકો પાસેથી કેટલીક રકમ વસૂલ કરીને હોમ કેર ટ્રીટમેન્ટ કવરેજ સાથે નવી પ્રોડક્ટ લાવી શકાય છે.

આ પણ વાંચો: પ્રેમીએ પ્રેમિકાના માથામાં ભરી દીધું સિંદૂર, પ્રેમિકાના ભાઈઓને ખબર તો કરી આવી હાલત 

હોમ ટ્રીટમેન્ટમાં આ સુવિધા

ઇરડાના મત મુજબ હોમ ટ્રીટમેન્ટ ઈન્સ્યુરન્સ હેઠળ કોઈ બીમારી બદલ હૉસ્પિટલમાં જવું પડે તેમ હોય પરંતુ ડૉક્ટરની સલાહ પર તે સારવાર ઘરે થાય તો તેને કવર કરવામાં આવશે. અત્યારે સામાન્ય રીતે હૉસ્પિટલમાં દાખલ થઈ સારવાર કરાવવા બદલ આરોગ્ય વીમાનો ફાયદો મળે છે.

કંપનીને પણ થશે ફાયદો

આ મામલે વિડાલ હેલ્થના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર શંકર બાલીએ જણાવ્યું હતું કે, હોમ ટ્રીટમેન્ટની આરોગ્ય વીમા પ્રોડક્ટ હજી પણ મર્યાદિત રીતે ઉપલબ્ધ છે, પરંતુ ઇરડાના નવા પરિપત્રથી કંપનીઓ નવી પ્રકારની હોમ ટ્રીટમેન્ટ પ્રોડક્ટ લાવી શકે છે. જેનો લાભ કંપનીઓ તેમજ ગ્રાહકોને મળશે.

આ પણ વાંચો: લગ્ન કરીને ઘરે જઈ રહેલા દુલ્હા-દુલ્હનને જાહેરમાં પડ્યો માર, જાણો આખો મામલો

નર્સની મદદથી થઈ શકે સારવાર

શંકર બાલીએ વધુમાં જણાવ્યું હતું કે, માની લો કે કોઈ દર્દી સર્જેરી કરાવે છે. ત્યારબાદ તેને ડ્રેસિંગ અથવા ફિઝિયોથેરાપીની જરૂર પડે તો તે હાલમાં વીમામાં આવરી લેવામાં આવતું નથી. નવી પ્રોડક્ટમાં ઘરે થતા આ પ્રકારના ઇલાજને શામેલ કરી લેવામાં આવશે. ડોક્ટર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દર્દીની તપાસ કરે અને ઘરે નર્સની મદદથી સારવાર આપવામાં આવે, તો આ પદ્ધતિને પણ વીમા કવચ હેઠળ આવરી શકાય.

આ પણ વાંચો: મહામારી વચ્ચે ડાયરો: લોકગાયિકા ગીતા રબારી વિરુદ્ધ ફોજદારી કેસ દાખલકંપનીઓનો ખર્ચો ઓછો થશે

તજજ્ઞોના મત મુજબ, ઘરે થતી સારવારમાં હોસ્પિટલની સરખામણીએ ખર્ચ ઓછો આવશે તેથી આ પ્રકારની પ્રોડક્ટથી વીમા કંપનીઓનો ખર્ચો પણ બચશે. આ ઉપરાંત આવી પ્રોડક્ટનું વેચાણ પણ વધુ થાય તેવી શકયતા છે.
First published:

Tags: Coronavirus, Insurance, IRDAI, Product, Treatment, આરોગ્ય

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन