એલર્ટ,આ વેબસાઇટથી ન ખરીદો ઇન્શ્યોરન્સ, ખાલી થઇ શકે છે તમારુ બેંક એકાઉન્ટ

એલર્ટ,આ વેબસાઇટથી ન ખરીદો ઇન્શ્યોરન્સ, ખાલી થઇ શકે છે તમારુ બેંક એકાઉન્ટ
ઇન્શ્યોરન્સ લેતા પહેલા જરુર જાણો આ નિયમો, ખાલી થઇ શકે છે તમારુ બેંક એકાઉન્ટ

જો તમે વીમો ખરીદવા જઇ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDAI) એ વીમો ખરીદનારાઓને ચેતવણી આપી છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી:  જો તમે વીમા ખરીદવા જઇ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDAI) એ વીમો ખરીદનારાઓને ચેતવણી આપી છે.  ઇરડાએ વીમા ખરીદદારોને નકલી વેબસાઇટ અને ઇ-મેઇલ આઈડીથી બચવાની સલાહ આપી છે. જો તમે આ નહીં કરો તો તમને ચૂનો લાગી શકે છે અથવા તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

  આ વેબસાઇટથી વીમો ખરીદશો નહીં  વીમા રેગ્યુલેટરી ઓથોરિટી આઈઆરડીએએ જાહેર નોટિસ ફટકારી છે કે કેટલીક નકલી વેબસાઇટ્સ આઈઆરડીએના નામે વીમો વેચે છે, જ્યારે આઇઆરડીએ ખરેખર આવું કોઈ કામ કરતું નથી. આઈઆરડીએએ લોકોને અપીલ કરી છે કે www.irdaionline.org નામની વેબસાઇટ પરથી કોઈ પણ પ્રકારના વીમા ઉત્પાદન ન ખરીદવા. ઇરડાએ કહ્યું કે તે આવી કોઈ વેબસાઇટનું સંચાલન કરતી નથી.

  આ પણ વાંચો: શું તમને ખબર છે? ATM કાર્ડથી મફતમાં મળે છે 10 લાખ રુપિયાનો વીમો


  ફક્ત બે વેબસાઇટ્સનું સંચાલન

  આઈઆરડીએ માત્ર બે વેબસાઇટ ચલાવે છે. આ www.irdai.gov.in અને www.irdaonline.org છે, આ બંને વેબસાઇટ પર ઓથોરિટીએ તેના દ્વારા નિર્ધારિત નિયમો અને પરિપત્રો વગેરે વિશે માહિતી આપી છે. કોઈ ઓથોરિટી કોઈ વેચાણ કરતી નથી. અધિકારીઓ પ્રીમિયમ રોકાણ અને બોનસ વિશે પણ વાત કરતા નથી. આઇઆરડીએએ કહ્યું છે કે ઓથોરિટી નોંધણી વગર વીમા વેચવા પર કાર્યવાહી કરશે.
  First published:August 18, 2019, 12:37 pm