કારનો પર્સનલ એક્સિડેન્ટ કવર વધારીને કરાયો 15 લાખ રૂ.,પ્રીમિયમમાં પણ થયો વધારો

News18 Gujarati
Updated: September 23, 2018, 10:38 AM IST
કારનો પર્સનલ એક્સિડેન્ટ કવર વધારીને કરાયો 15 લાખ રૂ.,પ્રીમિયમમાં પણ થયો વધારો
આ પહેલા કાર પર પર્સનલ એક્સિડેન્ટ કવર 2 લાખ રૂપિયા હતો.

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ કાર પર પર્સનલ એક્સિડેન્ટ કવર વધારીને 15 લાખ રૂપિયા કરી દીધો છે.

  • Share this:
તમારા વાહનનો વીમો મોંઘો થઇ રહ્યો છે. હવે કાર, સ્કૂટર, બાઇક અને તમામ કોમર્શિયલ ગાડીઓને ઓછામાં ઓછો 15 લાખ રૂપિયાનો એક્સિડેન્ટલ કવર લેવો અનિવાર્ય બનશે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ કાર પર પર્સનલ એક્સિડેન્ટ કવર વધારીને 15 લાખ રૂપિયા કરી દીધો છે. આ પહેલા કાર પર પર્સનલ એક્સિડેન્ટ કવર 2 લાખ રૂપિયા હતો. હવે વાહન માલિકોને વાર્ષિક 750 રૂપિયા પ્રીમિયમ આપવું પડશે. જે અત્યાર સુધી કાર પર માત્ર 100 રૂપિયા પ્રીમિયમ લેવામાં આવતુ હતું. 25 ઓક્ટોબર સુધી તમામ કંપનીઓ માટે આ જરૂરૂ બનાવી દેવામાં આવ્યું છે. મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના આદેશ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મોંઘા પેટ્રોલની સાથે હવે પેટ્રોલ પંપ પર મળતુ થોડુ ડિસ્કાઉન્ટ પણ થશે ખતમ!

આ નવા નિયમના કારણે અકસ્માતમાં સ્વજન ગુમાવનારા પરિવારોની આર્થિક સ્થિતિને સાચવવામાં આધાર મળી રહેશે. વાહન માલિકને કે ડ્રાઈવરને ઇજા થાય કે તેને કોઈ અંગ ગુમાવવું પડે તેવા કિસ્સામાં પણ તેમને યોગ્ય વળતર મળશે. વીમા કંપનીઓ ઇચ્છે તો રૂા. 15 લાખથી વધુ રકમનું વીમા કવચ પણ વાહન માલિકને આપી શકે છે.

IRDAI એ દરેક પ્રકારના વાહનોને આ જોગવાઈ હેઠળ આવરી લેવાની સૂચના આપી છે. વાહનના માલિક અને વાહનના ડ્રાઈવરને કેન્દ્રમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રીમિયમ ચૂકવવું દરેક વાહન માલિક માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ પાર્ટી પોલીસીઓમાં આ વીમા કવચ પૂરું પાડવું ફરજિયાત કરાયું છે.

લાંબા ગાળાની પોલીસીઓ માટે પ્રીમિયમ કઈ રીતે લેવા તે વીમા કંપનીઓને માથે જ છોડવામાં આવ્યું છે. કોમ્પ્રિહેન્સિવ પોલીસીમાં વાહનનો અને વાહનમાં પ્રવાસ કરતી દરેક વ્યક્તિનો વીમો કવર કરવામાં આવે છે. જ્યારે થર્ડ પાર્ટીમાં અકસ્માતના કિસ્સામાં સામી પાર્ટીને કોઈ રકમ ચૂકવવાની જવાબદારી આવે તો તે જવાબદારી અદા કરવા માટેની જોગવાઈ પોલીસીમાં કરવામાં આવેલી હોય છે.

આ પણ વાંચો : અંગત જાણકારી સુરક્ષિત રાખવા કરો Aadhaar લોક, વાંચો આખી પ્રોસેસઆ અગાઉ IRDAI જોગવાઈ કરીને ટુ વ્હિલર્સ માટે પાંચ વર્ષનો અને ફોર વ્હિલર્સ માટે ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમો સામટો લઈ લેવાની જોગવાઈ દાખલ કરેલી છે. દેશમાં 18 કરોડથી વધુ વાહનો રસ્તા પર દોડી રહ્યા છે. તેમાંથી માત્ર 6 કરોડ વાહનો પાસે જ થર્ડ પાર્ટી વીમો હોવાનું સામે આવ્યું છે. તેનો અર્થ એ થયો કે 66 ટકા વાહનો પાસે થર્ડ પાર્ટી વીમો જ નથી.

આ સમજો
પર્સનલ એક્સિડેન્ટ કવર મોટર ઇન્સ્યોરન્સની સાથે અનિવાર્ય હોય છે. જો મોટરનો ઇન્સ્યોરન્સ છે અને ડ્રાઇવરની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો તે કવરનો હકદાર હોય છે. આ કવર ડ્રાઇવર અને વાહનના માલિક બંન્નેને મળે છે. જો માલિક વાહન ચલાવીન રહ્યો હોય તો પણ તે કવરનો હકદાર છે. PACમાં ન માત્ર મોતનું કવર હોય છે પરંતુ ડિસેબિલિટી થવા પર પણ તેનો ફાયદો મળે છે.
First published: September 23, 2018, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading