Home /News /business /

રાહતના સમાચાર: હવે Corona સારવાર કેશલેસ થઈ શકશે, IRDAI દ્વારા વીમા કંપનીઓને અપાયા નિર્દેશ

રાહતના સમાચાર: હવે Corona સારવાર કેશલેસ થઈ શકશે, IRDAI દ્વારા વીમા કંપનીઓને અપાયા નિર્દેશ

પ્રતિકાત્મક તસવીર

IRDAIના નિર્દેશના કારણે હેલ્થ વીમો કરાવનાર લોકોને ખૂબ મોટી રાહત થશે. હેલ્થ ઇન્સ્યોરન્સ અંતર્ગત કોરોનાનો કેશલેસ ઈલાજ ઇચ્છતા લોકો માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દરરોજ લાખોની સંખ્યામાં કેસ સામે આવે છે. છેલ્લા 24 કલાકમાં જ 3 લાખથી વધુ લોકો પોઝિટિવ આવ્યા છે. આવી સ્થિતિમાં હવે ઇરડા (IRDAI)એ દર્દીઓને રાહત મળે તેવો નિર્ણય લીધો છે. જે મુજબ હવે કોરોનામાં પણ અન્ય બીમારીઓની જેમ કેશલેસ સારવારની સુવિધા મળશે.

વીમા કંપનીઓને IRDAI દ્વારા ગ્રાહકોને નેટવર્ક હોસ્પિટલોમાં કોરોનાની કેસલેસ સારવાર સુવિધા આપવાનું જણાવાયું છે. IRDAIએ આ માટે કેટલાક નિર્દેશો આપ્યા છે. સરકારે પણ ઇરડાના આ નિર્ણયને વધાવી લીધો છે.

કેવી રીતે દર્દીઓને થશે ફાયદો?

IRDAIના નિર્દેશના કારણે હેલ્થ વીમો કરાવનાર લોકોને ખૂબ મોટી રાહત થશે. હેલ્થ ઇન્સ્યોરન્સ અંતર્ગત કોરોનાનો કેશલેસ ઈલાજ ઇચ્છતા લોકો માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે. એટલે કે હવે જો કોઈ હોસ્પિટલ દર્દીને તમામ રોગો માટે કેશલેસ સારવારની સુવિધા પૂરી પાડતી હોય તો તેને કોરોનામાં સમાન સુવિધા અપાવી પડશે.

આ પણ વાંચો - રાજ્યમાં Covid-19 માટે નવી ગાઇડલાઇન: જુઓ શું કરવું અને શું ના કરવું? તજજ્ઞ ડોક્ટરોએ જણાવી તમામ હકિકત

નિયમનો ભંગ બદલ લેવાશે પગલાં

ગત 22 એપ્રિલે નાણા મંત્રી નિર્મલા સીતારામને વીમા કંપનીઓ દ્વારા કેસલેસ સારવાર ન અપાતી હોવાની ફરિયાદો પર તાત્કાલિક પગલાં લેવાનું ઇરડાના ચેરમેનના એસ સી ખૂંટિયાને જણાવ્યું હતું. એટલે કે, જો કોઈ દર્દી ફરિયાદ કરે તો તે વીમા કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોનવી આફત: હવે મળ્યો 'ટ્રિપલ મ્યૂટેન્ટ' Corona! અન્ય પ્રકાર કરતા ખતરનાક, વેક્સીન પર શું અસર થશે?

વીમો લેતી વખતે આટલું ધ્યાન રાખો

વીમા હેઠળ કઈ કઈ બીમારીઓને આવરી લેવામાં આવી છે તેનું ધ્યાન વીમા પોલિસી લેતી વખતે રાખવું જ જોઈએ. આ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમની યાદી ચેક કરો. આ ઉપરાંત વીમા કંપનીના ક્લેમ સેટલમેન્ટ રેશિયો ઉપર પણ નજર નાખવી જરૂરી છે. જેનાથી તમને ખ્યાલ આવશે કે, કંપનીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને સારવાર માટેના ખર્ચનું વળતર ચુકવ્યું છે. આનાથી તમને જરૂર પડ્યે લાભ થશે.
First published:

Tags: Business news, Health insurance

આગામી સમાચાર