તમારી પાસે છે ટ્રેનની વેઈટીંગ ટિકિટ તો જાણી લો આ 6 નિયમ, રહેશો ટેન્શન Free

તમારી પાસે છે ટ્રેનની વેઈટીંગ ટિકિટ તો જાણી લો આ 6 નિયમ

ટ્રેનની ટિકિટ માટે એડવાન્સ બુકિંગ યાત્રા 120 દિવસ પહેલા કરવામાં આવે છે. યાત્રિઓને જે ટિકીટ આપવામાં આવે છે, તેમાં કેટલીએ પ્રકારના સ્ટેટસ હોય છે, જેમ કે કન્ફર્મ, આરએસી અને વેઈટિંગ લીસ્ટ. આ બધા સાથે અલગ-અલગ નિયમ છે.

  • Share this:
    ટ્રેનથી મુસાફરી માટે જઈ રહ્યા છો, તો પહેલા જરૂરી છે રિઝર્વેશન ટિકીટની. પરંતુ આજના સમયમાં રિઝર્વેશનથી કન્ફર્મ ટિકિટ મળવી ખુબ મુશ્કેલ હોય છે. ઈન્ડીયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ઓનલાઈન ટિકીટ બુકિંગની સુવિધા આપે છે. ટ્રેનની ટિકિટ માટે એડવાન્સ બુકિંગ યાત્રા 120 દિવસ પહેલા કરવામાં આવે છે. યાત્રિઓને જે ટિકીટ આપવામાં આવે છે, તેમાં કેટલીએ પ્રકારના સ્ટેટસ હોય છે, જેમ કે કન્ફર્મ, આરએસી અને વેઈટિંગ લીસ્ટ. આ બધા સાથે અલગ-અલગ નિયમ છે.

    1 - જો યાત્રીની ટિકીટમાં વેઈટિંગ લિસ્ટ (WL Followed) નંબર સાથે લખ્યું હોય તો, યાત્રીની ટિકીટ હજુ પણ વેઈટિંગ લીસ્ટમાં છે. આ ત્યારે જ કન્ફર્મ થાય છે, જ્યારે કોઈ યાત્રી જેની ટિકીટ કન્ફર્મ હોય છે, પરંતુ તે કોઈ કારણસર ટિકીટ કેન્સલ કરાવે છે.

    2 - આઈઆરસીટીસીના નિયમ અનુસાર, એવા યાત્રી જેમનો યાત્રા ટિકીટ સ્ટેટસ ચાર્ટ તૈયાર થયા બાદ પણ પૂરી રીતે કન્ફર્મ અથવા પછી પૂરી રીતે આરએસી(રિઝર્વેશન એગેંસ્ટ કેન્શલેશન) છે, અને તેમનું નામ ચાર્ટમાં જોવા મળે છે તો તે ટ્રેનમાં યાત્રા કરી શકે છે.

    3 - એવા યાત્રી જેમનું નામ કેટલેક અંશે કન્ફર્મ/કેટલેક અંશે પ્રતિક્ષા લિસ્ટ અથવા કેટલેક અંશે આરએસી/કેટલેક અંશે પ્રતિક્ષા લિસ્ટમાં છે, તેમનું નામ પણ વેઈટીંગ લિસ્ટ પેસેન્જર સાથે ચાર્ટમાં દેખાય છે.

    4 - આઈઆરસીટીસીની વેબસાઈટ અનુસાર, ગ્રાહક/એજન્ટ દ્વારા ઈ-ટિકિટ રદ કરવાની મંજૂરી માત્ર ટ્રેનનો ચાર્ટ તૈયાર થયા પહેલા જ આપવામાં આવે છે.

    5 - એવા યાત્રી જેમનું નામ ચાર્ટ તૈયાર કર્યા બાદ પૂરી રીતે વેઈટીંગ લિસ્ટમાં જ રહે છે, તેમનું નામ છોડી દેવામાં આવે છે અને તે ચાર્ટમાં નથી દેખાતુ. આવા યાત્રી ટ્રેનમાં ચઢવાના પણ હકદાર નથી. તો પણ આવા યાત્રી સફર કરતા પકડાઈ જાય છે તો, તેમને ટિકીટ વગર યાત્રા કરવાના ગુનેગાર માનવામાં આવે છે.

    6 - ચાર્ટ તૈયાર કર્યા બાદ આઈઆરસીટીસી તરફથી પ્રતિક્ષા લિસ્ટવાળા યાત્રિઓની ટિકિટ રદ કરવામાં આવે છે અને ઈલેક્ટ્રોનિક માધ્યમથી રિફન્ડ કસ્ટમર્સના ખાતામાં ટ્રાંસફર કરી દેવામાં આવે છે.
    Published by:kiran mehta
    First published: