IRCTCની દમદાર ઑફર, જયપુર સહિત આ છ જગ્યાએ ફરો, રહેવા અને જમવાનુ સુવિધા ફ્રીમાં મેળવો

પ્રતીકાત્મક તસવીર.

IRCTC Tourism offers: IRCTC તમારા માટે ખાસ ઑફર લાવ્યું છે. આ માટે તમારે ફક્ત 11,340 રૂપિયા ખર્ચ કરવા પડશે. ભારત દર્શન ટ્રેન જ્યોતિર્લિંગની સાથે સાથે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પણ દર્શન કરાવશે.

  • Share this:
    નવી દિલ્હી: જો તમે પણ ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ભારતીય રેલવે (Indian Railways) તમારા માટે ખાસ ઑફર લાવી છે. IRCTC તમને ટૂર પેકેજમાં ભારત દર્શન કરાવશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) 29 ઓગસ્ટથી ભારત દર્શન સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન (Bharat Darshan Special Tourist Train)નું સંચાલન કરશે. ખાસ વાત એ છે કે આ પેકેજમાં તમને અનેક જગ્યાએ ફેરવવામાં આવશે, આ માટે તમારે ફક્ત 11,340 રૂપિયા ખર્ચ કરવા પડશે. ભારત દર્શન ટ્રેન જ્યોતિર્લિંગની સાથે સાથે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પણ દર્શન કરાવશે.

    આ ટ્રેન હૈદરાબાદ, અમદાવાદ, નિષ્કલંક મહાદેવ શિવ મંદિર, અમૃતસર, જયપુર અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવી જગ્યાને આવરી લેશે. આ યાત્રા 29 ઓગસ્ટથી શરૂ થઈને 10 સપ્ટેમ્બર સુધી ચાલશે.

    આ પણ વાંચો: Rolex Rings અને Glenmark Life Sciences IPO: તમને શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો

    બુકિંગ કેવી રીતે કરશો?

    તમે બુકિંગ માટે આઈઆરસીટીસીની અધિકૃત વેબસાઇટ https://www.irctc.co.in પર બુકિંગ કરાવી શકો છે. તમે IRCTC પર્યટન સુવિધા કેન્દ્ર (IRCTC Tourist Facilitation Centre), સ્થાનિક કાર્યાલય ખાતેથી પણ બુકિંગ કરાવી શકો છો.

    કઈ કઈ સુવિધા મળશે?

    >> સ્લીપર કોચમાં મુસાફરી કરાવવામાં આવશે.
    >> મુસાફરોને રાત્રે રહેવાની વ્યવસ્થા મળશે.
    >> આ ઉપરાંત ધર્મશાળામાં ફ્રેશ અપ/ મલ્ટિ શેરિંગ સુવિધા હશે.
    >> સવારે ચા અથવા કૉફી, નાસ્તો, લંચ અને ડિનર ઉપરાંત એક લીટર પાણી આપવામાં આવશે.
    >> નૉન એસી રોડ ટ્રાન્સપોર્ટની સુવિધા SIC બેસિસ પર મળશે.
    >> ટ્રેનમાં ટૂર એસ્કોર્ટ અને સિક્યોરિટી હશે.
    >> આ સાથે જ મુસાફરોને ટ્રાવેલ વીમો પણ મળે.
    >> સેનિટાઇઝેશન કિટ પણ મળશે.

    આ પણ વાંચો: શું છે e-RUPI, કેવી રીતે કરશે કામ? જાણો તમને મૂંઝવતા તમામ સવાલના જવાબ

    બોર્ડિંગ પોઇન્ટસ (Boarding Points)

    તમે મદુરાઈ, ડિંડીગુલ, કરુર, ઈરોડ, સેલમ, જોલારપેટ્ટઈ, કાટપાડી, એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, નેલ્લોર, વિજયવાડાથી મુસાફરી શરૂ કરી શકો છો.

    ડી-બોર્ડિંગ પાઇન્ટ્સ (De-boarding Points)

    તમે વિજયવાડા, નેલ્લોર, પેરમ્બૂર, કાટપાડી, જોલારપેટ્ટઈ, સેલમ, ઈરોડ, કરુર, ડિંડીગુલ અને મદુરાઈમાં ડી-બોર્ડ કરી શકો છો.

    આ પણ વાંચો: પરિવારમાં સભ્યોની સંખ્યા વધે ત્યારે આ રીતે વધારો વીમા કવચ અને મૂડી રોકાણનો વ્યાપ

    આ સુવિધા માટે અલગથી ખર્ચ કરવો પડશે

    યાત્રા દરમિયાન પર્સનલ કેર, લોન્ડ્રી અને મેડિકલની સુવિધા માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત ક્યાંક પણ ફરવા જવા માટે એન્ટ્રી ફી તમારે તમારા ખિસ્સામાંથી ચૂકવવી પડશે. બોટિંગ માટેનો ચાર્જ અલગથી ચૂકવવો પડશે. ટૂર ગાઇડ માટે પણ અલગથી ચાર્જ ચૂકવવો પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published: