અંદમાન અને નિકોબાર ટાપુની આસપાસ ફરવાનો પ્લાન કરી રહ્યા છો IRCTC (ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન) તમારા અંદમાન સફર માટે મોટી ઓફર કરી છે.
આ પ્રવાસનું પેકેજ 4 રાત અને 5 દિવસ માટે કોલકાતાથી અંદમાન સુધી રહેશે. સત્તાવાર વેબસાઈટ અનુસાર ઈન્ડિગોના ઇકોનોમી ક્લાસમાંથી તમે કોલકાતાથી અંડમાન સુધી મુસાફરી કરશો.
IRCTCની ઑફિશિયલ વેબસાઇટ પ્રમાણે ઇન્ડિગોની ઇકૉનોમી ક્લાસથી તમે કોલકાતાથી અંદમાન સુધીનો પ્રવાસ કરી શકશો. 15 ઑગષ્ટ 2018થી શરૂ થઇ રહેલી આ ટૂર માટે 21,120 રૂપિયા પ્રતિ વ્યક્તિ(ટ્રિપલ ઑક્યુપેંસી સેગમેન્ટ) હશે જેમાં GST પણ સામેલ છે. ડબલ ઑક્યુપેંસી પર IRCTCને 21,000 રૂપિયા અને બાળકો માટે 19815 રૂપિયા આપવા પડશે.
આની ફ્લાઇટ 07.35 વાગ્યે કોલકાતાથી ઉપડશે અને 09.50 વાગ્યે પોર્ટ બ્લેયર પહોંચશે. પરત ફરવાની ફ્લાઇટ 10.20 વાગ્યે અને કોલકાતા 12.35 પર પહોંચશે. પેકેજ પર દરેક જગ્યાએ ડબલ શેયરિંગ બેસિસ પર એસી એકોમોડેશન પણ સામેલ છે.
આ સિવાય એન્ટ્રી પરમિટ્સ, એન્ટ્રી ટિકેટ્સ, ફેરી ટિકિટ્સ, ઑરેસ્ટ એરિયા પરમિટ્સ વગેરે પણ સામેલ છે. 1થી 4 વર્ષનાં બાળકો માટે ટ્રાવેલ કૉસ્ટ કૉમ્પલિમેન્ટ્રી હશે, બાળકો પોતાના પેરેન્ટ્સ સાથે હોટલમાં રહેશે. 2 વર્ષથી વધારેની ઉંમરનાં બાળકો માટે ફ્લાઇટ ટિકિટ્સ લેવી અનિવાર્ય રહેશે. વધારે જાણકારી માટે તમે IRCTC ટૂરિઝમની ઑફિશિયલ વેબસાઇટ જોઇ શકશો.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર